અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર

અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તાર પશ્ચિમ ભારતમાં ગુજરાતના ૨૬ લોક સભા મતદારવિસ્તારો પૈકીનો એક મતવિસ્તાર છે. આ મતવિસ્તાર ૨૦૦૮માં સંસદીય મતવિસ્તારના સીમાંકન અમલીકરણના ભાગ રૂપે બનાવવામાં આવ્યો હતો. આ બેઠક અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે.[] તેમાં પ્રથમ વખત ૨૦૦૯માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના ડૉ. કિરીટ પ્રેમજીભાઈ સોલંકી હતા. ૨૦૧૯ની છેલ્લી ચૂંટણીમાં પણ ડૉ. સોલંકી આ મતવિસ્તારમાંથી ચૂંટાયા હતા.

વિધાનસભા વિભાગો

ફેરફાર કરો

અમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારમાં સાત વિધાન સભા વિભાગોનો સમાવેશ થાય છે:[]

મતવિસ્તાર ક્રમાંક નામ આરક્ષિત? જિલ્લો ધારાસભ્ય પક્ષ ૨૦૧૯માં વિજેતા
૪૪ એલિસ બ્રિજ ના અમદાવાદ અમિત શાહ ભાજપ ભાજપ
૫૦ અમરાઈવાડી હસમુખ પટેલ
૫૧ દરિયાપુર કૌશિક જૈન
૫૨ જમાલપુર-ખાડિયા ઈમરાન ખેડાવાલા INC INC
૫૩ મણિનગર અમૂલ ભટ્ટ ભાજપ ભાજપ
૫૪ દાણીલીમડા અનુસૂચિત જાતિ (SC) શૈલેષ પરમાર INC INC
૫૬ અસારવા દર્શના વાઘેલા ભાજપ ભાજપ

સંસદ સભ્યો

ફેરફાર કરો
ચૂંટણી સંસદ સભ્ય પક્ષ
૨૦૦૯ કિરીટ સોલંકી ભાજપ
૨૦૧૪
૨૦૧૯

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. પૃષ્ઠ 147. મૂળ (PDF) માંથી 5 October 2010 પર સંગ્રહિત. મેળવેલ 12 December 2014.