ડૉ. જીવરાજ મહેતા
ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા.
ડૉ. જીવરાજ મહેતા | |
---|---|
ડૉ. જીવરાજ મહેતા, ઓક્ટોબર ૧૯૪૭. | |
પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી | |
પુરોગામી | પ્રથમ મુખ્યમંત્રી |
અનુગામી | બળવંતરાય મહેતા |
પદ પર ૧ મે ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર ૧૯૬૩ | |
અંગત વિગતો | |
જન્મ | ૨૯ ઓગસ્ટ ૧૮૮૭ અમરેલી (ત્યારની મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ) |
મૃત્યુ | ૭ નવેમ્બર ૧૯૭૮ |
રાજકીય પક્ષ | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | હંસા જીવરાજ મહેતા |
જીવન
ફેરફાર કરોજીવરાજ મહેતાનો જન્મ ૨૯ ઓગસ્ટ, ૧૮૮૭ના દિવસે અમરેલી ખાતે થયો હતો. તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું. આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. ઈ. સ. ૧૯૦૩ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા અને આઠમું ઇનામ પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.
કારકિર્દી
ફેરફાર કરોલંડન નિવાસ દરમિયાન તેમણે ‘લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી. ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા.[૧]
ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. ઈ.સ. ૧૯૪૨માં ‘હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો. ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈ ધારાસભાના સભ્ય રહ્યા હતા. ઈ.સ. ૧૯૪૯ થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા. ઈ.સ. ૧૯૬૦માં પહેલી મે ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. તેમણે ૧૯૬૦માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી. ૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર રહ્યા હતા.
૯૧ વર્ષની વયે ૭ નવેમ્બર ૧૯૭૮ ના રોજ તેમનું અવસાન થયું હતું.
સન્માન
ફેરફાર કરોઅમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે. ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે. ઇ.સ. ૨૦૧૫થી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત થઇ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gaekwar Inaugurates Responsible Government". Indian Express. 5 September 1948.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- પ્રથમ લોકસભાની વેબસાઇટ પર પરિચય
- ગુજરાતઈન્ફોર્મેશન.નેટ પર ડો. જીવરાજ મહેતા વિશે માહિતી સંગ્રહિત ૨૦૧૦-૧૦-૧૨ ના રોજ વેબેક મશિન
- મેપ્સ ઑફ ઇન્ડીયાની વેબસાઇટ પર માહિતી સંગ્રહિત ૨૦૦૯-૦૬-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |