અર્વાચીન કવિતા એ ૧૯૪૬માં ગુજરાતી લેખક, કવિ અને વિવેચક ત્રિભુવનદાસ લુહાર 'સુંદરમ્' લિખિત વિવેચનનું પુસ્તક છે, જે ૧૮૪૫થી ૧૯૪૫ દરમિયાન લખાયેલી આધુનિક ગુજરાતી કવિતાનો ઐતિહાસિક અને વિવેચનાત્મક આલેખ આપે છે. [૧]

અર્વાચીન કવિતા
લેખકત્રિભુવનદાસ લુહાર
દેશભારત
ભાષાગુજરાતી ભાષા
વિષયગુજરાતી કવિતા
પ્રકારસાહિત્યનો ઈતિહાસ
પ્રકાશકગુજરાત વર્નાક્યુલર સોસાયટી
પ્રકાશન તારીખ
૧૯૪૬
પુરસ્કારોમહીડા પુરસ્કાર (૧૯૪૬)
OCLC9732439
મૂળ પુસ્તકઅર્વાચીન કવિતા ઓનલાઇન

પ્રકાશન ઇતિહાસ

ફેરફાર કરો

આ પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યા મુજબ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા 'સુંદરમ્‌'ને ૧૮૪૫ થી ૧૯૪૫ દરમ્યાન લખાયેલી ગુજરાતી કવિતાનો ઇતિહાસ લખવા માટે કહેવામાં આવ્યું હતું. [૨] સુંદરમે આશરે 350 કવિઓની રચનાઓનો અભ્યાસ કર્યો, અને તેમાંથી તેમણે આ પુસ્તક માટે ૨૫૦ કવિઓ પસંદ કરી અને તેમના કાર્યોનું મૂલ્યાંકન કર્યું. આ પુસ્તક સૌ પ્રથમ ૧૯૪૬ માં પ્રકાશિત થયું હતું. તેની ત્રીજી આવૃત્તિ ગુજરાત વિદ્યા સભા દ્વારા ૧૯૬૫ માં પ્રકાશિત કરવામાં આવી હતી. [૧]

વિષયવસ્તુ

ફેરફાર કરો

આ પુસ્તક આધુનિક ગુજરાતી કવિતાના ઇતિહાસની રૂપરેખા રજૂ કરે છે, અને એંસી વર્ષ (૧૮૪૫-૧૪૫૬) ના સમયગાળા દરમિયાન વિકસિત થતી આધુનિક ગુજરાતી કવિતાના પ્રવાહો નો અભ્યાસ કરે છે. [૧] [૩] મૂલ્યાંકિત કવિતાઓને આ પુસ્તકમાં બે ભાગોમાં વહેંચવામાં આવી છે: નવો પ્રવાહ અને જૂનો પ્રવાહ.

પરિશિષ્ટમાં સંસ્કૃત, અંગ્રેજી, બંગાળી, હિન્દી, ઉર્દૂના ભાષાંતરો આપવામાં આવ્યા છે; અને ગઝલ, લોક-ગીતો અને ભક્તિ ગીતોના કેટલાક સંગ્રહો, રાસ, દેશભક્તિ કવિતાઓ અને ગીતો વિષે માહિતી મૂકવામાં આવી છે. પુસ્તકો અને લેખકોની સૂચિ પુસ્તકના અંતે આપવામાં આવી છે. [૧]

સ્વીકૃતી

ફેરફાર કરો

આ પુસ્તક પ્રકાશિત થયું ત્યારથી, અર્વાચીન કવિતા ગુજરાતી સાહિત્યના સૌથી મહત્વપૂર્ણ નિર્ણાયક સીમાચિહ્ન તરીકે રહ્યું છે. તે 'પ્રશિષ્ટ' અને 'મોન્યુમેન્ટલ' (સીમાચિન્હ સ્વરૂપ) કાર્ય તરીકે વર્ણવવામાં આવ્યું છે. [૪] [૫] [૬] તેને ૧૯૪૬ માં મહિડા પુરસ્કાર એનાયત કરાયો હતો.

ગુજરાતી કવિ અને વિવેચક મનસુખલાલ ઝવેરીએ તેને 'ગુજરાતી સાહિત્યમાં અજોડ અને અપ્રતિમ' ગણાવ્યું છે. [૩] ચંદ્રકાંત ટોપીવાળાએ આ પુસ્તકની પ્રશંસા કરી અને લખ્યું કે, "... આ આધુનિક ગુજરાતી કવિતાનો એક વિશ્વસનીય ઐતિહાસિક અભ્યાસ છે જેમાં ગ્રંથોનું નિકટવર્તી વાંચન અને કાળજીપૂર્વક વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે." નવી પેઢીના વિવેચક બાબુ સુથારે પોતાના એક લેખમાં નોંધ્યું છે કે 'અર્વાચીન કવિતા' એવા પ્રકારનો ઇતિહાસ છે જે જ્ઞાનકોશ અને ઇતિહાસ એમ બંનેની જરૂરિયાતો સંતોષે છે. [૨]

  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ Shastri, Prithvinath; Lal, P. (1974). The Writers Workshop Handbook of Gujarati Literature (A-F.). 1. Calcutta: Writers Workshop. પૃષ્ઠ 23. OCLC 2236764.
  2. ૨.૦ ૨.૧ Suthar, Babu (December–February 2008). Bhogayata, Jayesh (સંપાદક). "સાહિત્યના ઈતિહાસની વિભાવના: 'અર્વાચીન કવિતા'ના આધારે" [The Concept of History of Literature: On the base of 'Arvācīna Kavitā']. Tathapi. Vadodara (10): 62–73. Check date values in: |date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ Jhaveri, Mansukhlal Maganlal (1978). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 196. OCLC 462837743.
  4. Datta, Amaresh, સંપાદક (1987). Encyclopaedia of Indian Literature: A-Devo. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 786. ISBN 978-81-260-1803-1.
  5. Lal, Mohan, સંપાદક (1992). Encyclopaedia of Indian Literature: Sasay to Zorgot. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ 4227. ISBN 978-81-260-1221-3.
  6. Banerjee, Anurag (25 July 2018). "Sundaram—The Poet by Anuben Ambalal Purani". Overman Foundation. મૂળ માંથી 28 નવેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 28 December 2018.