આસિમ રાંદેરી
સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ (૧૫ ઓગસ્ટ, ૧૯૦૪ - ૫ ફેબ્રુઆરી ૨૦૦૯)[૧] જેઓ તેમના ઉપનામ આસિમ રાંદેરી વડે વધુ જાણીતા છે, ગુજરાતી કવિ, ગઝલકાર અને સંપાદક હતા. સાહિત્યમાં તેમના મહત્ત્વપૂર્ણ યોગદાન બદલ ૨૦૦૫માં વલી ગુજરાતી ગઝલ એવોર્ડ તથા કલાપી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૨]
આસિમ રાંદેરી | |
---|---|
જન્મ | સૂબેદાર મહમૂદમિયાં મોહમ્મદ ઈમામ 15 August 1904 રાંદેર, સુરત, ગુજરાત, ભારત |
મૃત્યુ | 6 February 2009 રાંદેર, સુરત, ગુજરાત, ભારત | (ઉંમર 104)
ઉપનામ | આસિમ રાંદેરી |
વ્યવસાય | કવિ, ગઝલકાર |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નોંધપાત્ર પુરસ્કારો |
|
જીવન
ફેરફાર કરોતેમનો જન્મ સુરતના રાંદેરમાં થયો હતો. મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ અરબસ્તાનમાં તેમના પિતાનું અચાનક અવસાન થતાં તેમણે અધૂરા અભ્યાસે વિદેશ જવું પડ્યું. ૧૯૨૮ થી ૧૯૩૨ સુધી ઇસ્ટ આફ્રિકામાં કેન્યા ડેલી મેઈલના તંત્રીવિભાગમાં કામગીરી કર્યા પછી સ્વદેશ આવી મુંબઈમાં સ્વિડિશ મૅચ કંપનીની શાખા વલ્કન ટ્રેડિંગ કંપનીમાં સેલ્સમૅન બન્યા.[૩] દરમિયાન ૧૯૫૦માં તેમણે લીલા માસિકની સ્થાપના કરી. ૧૯૬૫માં તેઓ નિવૃત્ત થયા. ૧૯૬૫ થી ૧૯૭૧ દરમિયાન તેમણે કોલંબો, આફ્રિકા, અરબસ્તાન, માડાગારસ્કર, રિ-યુનિયન, મોરેશિયસ વગેરે દેશોના પ્રવાસ કરી ત્યાંની ભારતીય સંસ્થાઓમાં તેમ જ ત્યાંનાં ટી.વી. કેન્દ્રો પર ગુજરાતી ઉર્દૂ શાયરીઓની રજૂઆત કરી. ૧૯૭૩માં લંડન, કૅનેડા અને અમેરિકાનો પ્રવાસ કર્યો.
સર્જન
ફેરફાર કરોલીલા (૧૯૬૩) એમનો મુખ્યત્વે પ્રણયકાવ્યોનો સંગ્રહ છે. એમાં લીલાના એક જ પાત્ર પર લગભગ કથાસ્વરૂપની સંકલનાબદ્ધ પંચ્યાશી રચનાઓ છે. આ કાવ્યો છૂટાંછૂટાં તેમ સળંગ પ્રણયકથા તરીકે પણ આસ્વાદ્ય છે.
બાનીની સરળતા અને પ્રાસાદિકતા એમનાં ગઝલ-ગીતોની લાક્ષણિકતા છે. શણગાર (૧૯૭૮)માં ૧૯૨૭ થી ૧૯૭૮ સુધી રચાયેલ ગઝલો-મુક્તકો ઉપરાંત જુદા જુદા વિષયો પરનાં નઝમો-ગીતો સંગૃહીત છે. અહીં એમનાં ગીતો પણ ગઝલસ્પર્શી છે અને અભિવ્યક્તિની સાદગી કાવ્યરસિકને આકર્ષનારી છે.
એમના ગ્રંથ નાયતવાડાની વડી જુમ્મા મસ્જિદનો પ્રાચીન ઇતિહાસ (૧૯૭૪)માં આઠસો વર્ષ પૂર્વે રાંદેરમાં અરબસ્તાનથી આવેલ નાયત અરબોની તવારીખ અંગેનું સંશોધન રજૂ થયું છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gujarati ghazal poet Asim Randeri dies". The Times of India. મેળવેલ ૨૩ જૂન ૨૦૧૮.
- ↑ "Gujarati ghazal poet Asim Randeri dies". The Times of India. 2009-02-06. મેળવેલ 2016-03-01.
- ↑ "Great Gujarati Gazal Poets: Asim Randeri". મેળવેલ ૧૧ એપ્રિલ ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોઆ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |