ઈન્કા સંસ્કૃતિ

કોલમ્બિયા પૂર્વેની અમેરિકન સંસ્કૃતિ

ઈન્કા સંસ્કૃતિ દક્ષિણ અમેરીકાના મૂળ નિવાસીઓ (રેડ ઇન્ડિયન જાતિ)ની એક ગૌરવશાળી ઉપજાતિ હતી. ઈન્કા પ્રશાસનના સંબંધમાં વિદ્વાનોનો એવો મત છે કે એમના રાજ્યમાં વાસ્તવિક રાજકીય સમાજવાદ (સ્ટેટ સોશ્યાલિઝમ) હતો તથા સરકારી કર્મચારીઓનું ચરિત્ર અત્યંત ઉજ્વળ હતું. ઈન્કા લોકો કુશળ કૃષક (ખેડૂત) હતા. આ લોકોએ પહાડો પર સીડીદાર ખેતરો બનાવીને ભૂમિના ઉપયોગનું અનુપમ ઉદાહરણ પ્રસ્તુત કર્યું હતું. એમના શાસનમાં આદાન - પ્રદાનનું માધ્યમ દ્રવ્ય ન હતું, પરંતુ સરકારી કરનું ભુગતાન શિલ્પની વસ્તુઓ તથા કૃષિ ઉત્પાદનોમાં કરવામાં આવતું હતુ. આ લોકો ખાણોમાંથી સોનું પણ કાઢતા હતા, પરંતુ તેનો મંદિરો વગેરેમાં સજાવટ કરવા માટે જ ઉપયોગ કરતા હતા. આ લોકો સૂર્યના ઉપાસક હતા અને ઈશ્વરમાં વિશ્વાસ કરતા હતા.

ઇતિહાસ ફેરફાર કરો

 
ઇ. સ. ૧૪૩૮-૧૫૨૭ વચ્ચેના સમય કાળમાં ઈન્કા સંસ્કૃતિનો વિસ્તાર

ઇ. સ. ૧૧૦૦ સુધી ઈન્કા લોકો એમના પૂર્વજોની જેમ જ અન્ય પડોશીઓની જેમ જ જીવન વ્યતીત કરતા હતા, પરંતુ લગભગ ઈસવીસન ૧૧૦૦ના સમયમાં કેટલાક પરિવાર કુઝ્કો ઘાટીમાં પહોંચ્યા અહીં તેમણે આદિ નિવાસીઓને પરાસ્ત કરી કુઝ્કો નામના નગરનો શિલાન્યાસ કર્યો. અહીં એમણે લામા નામના પ્રાણીની મદદ વડે પશુપાલનનો વ્યવસાય કરવા સાથે સાથે ખેતી કરવાનો પણ આરંભ કર્યો. કાળાંતરે એમણે ટીટીકાકા સરોવરના દક્ષિણ પશ્ચિમ ભાગમાં એમના રાજ્યનો પ્રસાર કર્યો. ઇ. સ. ૧૫૨૮ના વર્ષ સુધીમાં તેમણે પેરુ, ઈક્વાડોર, ચિલી તથા પશ્ચિમી આર્જેન્ટીના પર પણ અધિકાર કરી લીધો હતો, પરંતુ યાતાયાતનાં સાધનોના અભાવના કારણે તથા ગૃહયુદ્ધના કારણે ઈન્કા સામ્રાજ્ય છિન્ન-ભિન્ન થઇ ગયું.

આ પણ જુઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો