પશુપાલન
પશુપાલન એ પોતાના જીવનનિર્વાહ માટે માણસો દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ છે. જેમાં ગાય, ભેંસ, બકરી, ઘેટું, ઘોડો, મરઘાં, બતક જેવાં પ્રાણીઓને ઉછેરી તેમને વેચીને અથવા તેમના દ્વારા મળતાં ઉત્પાદનો જેવાં કે દૂધ, દહીં, છાશ, માખણ, ઘી ઇત્યાદિના વેચાણમાંથી પૈસા મેળવી પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે.પશુપાલન ખેતીના વ્યવસાય કરનારાઓ માટે પૂરક વ્યવસાય છે. પશુપાલનને લગતા વિભિન્ન પ્રકારના અભ્યાસક્રમો વિવિધ સંસ્થાઓના વિદ્યાલયો દ્વારા ભણાવવામાં આવે છે.
પશુપાલનના પ્રકારો
ફેરફાર કરોભુ- સ્તર પશુપાલન
ફેરફાર કરોભુ- સ્તર પશુપાલનમાં ખાસ કરીને ગાય, ભેંસ, બકરા, ઘેંટા, ઊંટ તથા ગધેડા, ખચ્ચર, ઘોડા વગેરે પ્રાણીઓને મેદાનમાં કે ખુલ્લી જગ્યામાં ઉછેરવામાં આવે છે. જો રહેઠાણ સ્થાયી હોય અને પશુઓની સંખ્યા ઓછી હોય તો તેને કોઠાર કે તબેલામાં પણ રાખવામાં આવે છે.
તળાવ કે સામુદ્રીક પશુપાલન
ફેરફાર કરોખાસ કરીને દરીયા કિનારાનાં પ્રદેશોમાં સમુદ્રની નજીક તળાવો બનાવીને અથવા દરીયામાં જાળનો બ્લોક બનાવીને તેમાં જળચર જીવોને ઉછેરવામાં આવે છે. તેમાં ખાસ કરીને રોહુ માછલી, સોંઢીયા, કેટ ફીશ તથા , પાપલેટ માછલી તેમજ ચેલીયા માછલીને ઉછેરવામાં આવે છે.
પાંજરાનું પશુપાલન
ફેરફાર કરોખાસ કરીને પક્ષીઓ તથા ચપળ જીવોને ઉછેરવા માંટે એક પાંજરામાં તેમને ઉછેરવામાં આવે છે. પશુ-પક્ષીની સંખ્યા પ્રમાણે આ પાંજરાનો આકાર નાનો મોટો હોઇ શકે છે. આ પ્રકારનાં પશુ પાલનમાં ખાસ કરીને મરઘી, બતક, ટર્કી, શાહમૃગ, ઇમુ જેવા પક્ષીઓ તથા મધમાખી જેવા જંતુ તેમજ સસલા જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે.
કાર્યો
ફેરફાર કરોપશુપાલન પ્રવૃત્તિ વડે નિર્વાહ કરતા વ્યક્તિઓ આ પ્રમાણે કાર્યો કરે છે.
- પશુઓને સમયસર પાણી પિવડાવવાની તેમ જ ખોરાક ખવડાવવાની વ્યવસ્થા કરે છે.
- પશુઓની સ્વચ્છતાની કાળજી રાખે છે.
- દુધાળાં પશુઓને સમયસર દૂધ દોહી વેચાણ માટે પહોંચાડે છે.
- કેટલાંક પશુઓને ખોરાક માટે ચરવા લઇ જવામાં આવે છે, અન્યથા પશુઓને જ્યાં રાખવામાં આવ્યાં હોય ત્યાં જ તેમને માટે ખોરાકની વ્યવસ્થા કરવામાં આવે છે.
- પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે તેમ જ સંવર્ધન માટે પશુ-ચિકિત્સકની સલાહ પ્રમાણે કાળજી રાખવામાં આવે છે.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- પશુપાલનને લગતી સંશોધન સંસ્થા સંગ્રહિત ૨૦૦૭-૦૮-૧૩ ના રોજ વેબેક મશિન
- ઈન્સ્ટીટ્યુટ ઓફ જિનેટિક્સ એન્ડ એનિમલ બ્રિડિંગ PAS સંગ્રહિત ૨૦૧૦-૦૪-૧૪ ના રોજ વેબેક મશિન
- Food and Agriculture Organization of the United Nations (FAO)
- In situ conservation of livestock and poultry, 1992, Online book, Food and Agriculture Organization of the United Nations and the United Nations Environment Programme
- Dr. Temple Grandin's Web Page Livestock Behaviour, Design of Facilities and Humane Slaughter
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |