ઉત્કંઠેશ્વર
ગુજરાત, ભારતમાં આવેલું શિવ મંદિર
ઉત્કંઠેશ્વર કે ઊંટડિયા મહાદેવ વાત્રક નદીને કાંઠે આવેલું પ્રસિદ્ધ શિવ મંદિર છે.[૧][૨]
ઉત્કંઠેશ્વર | |
---|---|
ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
દેવી-દેવતા | શિવ |
સ્થાન | |
સ્થાન | કપડવંજ તાલુકો, ખેડા જિલ્લો, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 23°N 73°E / 23°N 73°E |
મંદિરો | ૧ |
સ્થાન
ફેરફાર કરોઆ મંદિર ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના મુખ્ય મથક કપડવંજથી અઢાર અને આંતરસુંબા ગામથી આઠેક કિલોમીટર દૂર આવેલું છે.[૨]
મહાદેવના મંદિરની બાજુમાં આવેલ પગથીયા ઉતરતા સીધા વાત્રક નદીના પટમાં પહોચી જવાય છે. અહીં નદીના પટમાં ઊંટ સવારી મોટા પાયે થાય છે, તેથી જ કદાચ આ મહાદેવ મંદિરને ઊંટડિયા મહાદેવ કહેવાય છે. ઉત્કંઠેશ્વર મહાદેવનાં મંદિરે ઘણા બાળકોની મુંડન વિધિ થાય છે. ઉત્કંઠેશ્વર મંદિરની આસપાસ ધર્મશાળાઓ પણ આવેલી છે[૨] અને ત્યાં જરુરીયાત મુજબ જમણ તૈયાર કરી આપનાર માણસોની પણ સુવિધા છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "ઉત્કંઠેશ્વર મહાદેવ". દિવ્ય ભાસ્કર. ૨૦ ઓક્ટોબર ૨૦૧૦. મૂળ માંથી 2019-10-17 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૮.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ "શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર". sandesh.com. મેળવેલ 2020-04-09.