ખેડા જિલ્લો

ગુજરાતનો જિલ્લો

ખેડા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્યમાં આવેલો એક જિલ્લો છે. નડીઆદ આ જિલ્લાનું મુખ્ય મથક છે.

ખેડા જિલ્લો
જિલ્લો
ગુજરાતમાં સ્થાન
ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્ય મથકનડીઆદ
વસ્તી
 (૨૦૧૧)[]
 • કુલ૨૨,૯૯,૮૮૫
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)

ખેડા જિલ્લો ખેતીમાં ઘણો જ સમૃદ્ધ છે. જિલ્લાનાં મુખ્ય પાકમાં તમાકુ છે. આ ઉપરાંત કપાસ, બાજરી અને ઘઉં પણ સારા એવા પ્રમાણમાં પાકે છે.

 
ખેડા જિલ્લો ‍(૧૮૫૫)

૧૯૯૭ના ઓક્ટોબર મહિનામાં ગુજરાત રાજ્યમાં જિલ્લા તેમ જ તાલુકાઓના વિભાજન થવાથી ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાને અલગ કરવામાં આવ્યો હતો.[] ખેડા જિલ્લાનો ચરોતર વિસ્તાર મૂળ ચાર તાલુકા ધરાવતો હતો: આણંદ તાલુકો, બોરસદ તાલુકો, નડીઆદ તાલુકો અને પેટલાદ તાલુકો.[] જ્યારે જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું ત્યારે, નડિયાદ તાલુકો ખેડા જિલ્લામાં આવ્યો અને બાકીના ત્રણ તાલુકાઓ આણંદ જિલ્લામાં ગયા.[]

૨૦મી સદીના પ્રથમ ભાગમાં સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ખેડા જિલ્લાના ચરોતર અને અન્ય વિસ્તારોના પાટીદારો બ્રિટિશ સરકાર સામે અસંખ્ય આંદોલન કર્યા હતા, જેમાં ૧૯૧૭-૧૮નો ખેડા સત્યાગ્રહ, ૧૯૨૩નો બોરસદ સત્યાગ્રહ,[] અને ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ મુખ્ય હતો.[]

વિભાજન બાદ ખેડા જિલ્લાનું મુખ્‍ય મથક નડીઆદ ખાતે ખસેડવામાં આવ્યું છે.

૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે ખેડા જિલ્લાની વસતી ૨૨,૯૯,૮૮૫ વ્યક્તિઓની હતી.[][] વસતી મુજબ જિલ્લો ભારતમાં ૧૯૭મો ક્રમ ધરાવે છે.[] જિલ્લાની વસતી ગીચતા 541 inhabitants per square kilometre (1,400/sq mi) છે.[] વસતી વધારાનો દર ૨૦૦૧-૨૦૧૧ દરમિયાન ૧૨.૮૧% રહ્યો હતો.[] ખેડા જિલ્લામાં સાક્ષરતાનો દર ૮૪.૩૧% છે.[]

ખેડા જિલ્લામાં આવેલા તાલુકાઓ

ફેરફાર કરો

રાજકારણ

ફેરફાર કરો

વિધાન સભા બેઠકો

ફેરફાર કરો
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૧૧૫ માતર કલ્પેશભાઇ પરમાર ભાજપ
૧૧૬ નડિઆદ પંકજભાઇ દેસાઇ ભાજપ
૧૧૭ મહેમદાબાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
૧૧૮ મહુધા સંજયસિંહ મહિડા ભાજપ
૧૧૯ ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ
૧૨૦ કપડવંજ રાજેશકુમાર ઝાલા ભાજપ
૧૨૧ બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ

લોક સભા બેઠક

ફેરફાર કરો

ખેડા જિલ્લામાં લોક સભાની એક બેઠક, ખેડા લોક સભા મતવિસ્તાર આવેલી છે.

  1. ૧.૦ ૧.૧ "Kheda District Population Religion - Gujarat, Kheda Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-07-01 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૭.
  2. "History of Anand District". Gujarat Government. મૂળ સંગ્રહિત માંથી ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૫ પર સંગ્રહિત.
  3. Heredia, Ruth (૧૯૯૭). The Amul India Story. New Delhi: McGraw-Hill. પૃષ્ઠ 8. ISBN 978-0-07-463160-7.
  4. "Gujarat Administrative Divisions 2011" (PDF). Office of The Registrar General & Census Commissioner, Ministry of Home Affairs, Government of India. મૂળ સંગ્રહિત (PDF) માંથી ૨૬ ઓક્ટોબર ૨૦૧૧ પર સંગ્રહિત.
  5. Gandhi, Mahatma K. (૧૯૫૧). Non-Violent Resistance (Satyagraha). New York: Schocken. પૃષ્ઠ 189–190. OCLC 606004619.
  6. Heredia 1997, p. 10
  7. ૭.૦ ૭.૧ ૭.૨ ૭.૩ ૭.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો