કપડવંજ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કપડવંજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું શહેર છે, જે કપડવંજ તાલુકાનું મુખ્ય મથક પણ છે.

કપડવંજ
—  નગર  —
કપડવંજનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°01′N 73°04′E / 23.02°N 73.07°E / 23.02; 73.07
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ખેડા જિલ્લો
વસ્તી ૪૯,૩૦૮[] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 69 metres (226 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૭૬૨૦
    • ફોન કોડ • +૦૨૬૯૧
    વાહન • જીજે-૭
 
કપડવંજ ખાતેનું જી.એસ.આર.ટી.સી બસ સ્ટેશન
 
પટેલની વાડી, કપડવંજના એક ઘરની બહારની કોતરણી

કપડવંજ અથવા કપડવણજ શહેરનું પ્રાચિન નામ કર્પટવણીજ્ય માનવામાં આવે છે. આ નામ અપભ્રંશ પામી "કપડવણજ" થયું અને ત્યારબાદ "કપડવંજ" થયુ. મળી આવેલા તામ્રપત્રો પરથી જાણવા મળે છે કે પ્રાચિન કાળમાં આ નગર કર્પટવાણિજયના નામે પ્રચલિત હતું. આ ઉપરાંત પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશાઓ અને જૂના લશ્કરના માર્ગો જોતાં પણ કર્પટવાણિજય શબ્દ મળી આવે છે.[]

કપડવંજ શહેરની ફરતે પહેલા કોટ બાંધવામાં આવ્યો હતો. તેના પૂર્વિય વિસ્તારને આજે પણ 'નદી દરવાજા' અને પશ્ચિમી વિસ્તારને 'અંતિસર દરવાજા' તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં વિશાળ દરવાજા બાંધવામાં આવ્યા હતા. કપડવંજ કાપડ અને કાચ ઉદ્યોગ માટે પ્રખ્યાત હતું. આજે પણ કપડવંજમાં બનેલી કાચની વસ્તુઓ વડોદરા સયાજીરાવ મ્યુઝીયમમાં સાચવી રાખવામાં આવેલ છે.

કપડવંજ પર સિદ્ધરાજ જયસિંહ, ગાયકવાડથી માંડી અંગ્રેજો સુધી ઘણા શાસકોએ રાજ કર્યું છે. સિધ્ધરાજ જયસિંહે બાંધેલા ભવ્ય તોરણ તેમજ બે વાવ અહીં આવેલી છે, જેને કુંડવાવ અને બત્રીસ કોઠાની વાવના નામથી ઓળખાય છે.

કપડવંજ ૨૩.૦૨° N ૭૩.૦૭° E[] પર વસેલું છે. સમુદ્રની સપાટીથી આ શહેરની સરેરાશ ઊંચાઇ ૬૯ મીટર (૨૨૬ ફીટ) છે. આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૫૯ ઉપર વસેલું છે.

જાણીતા વ્યક્તિઓ

ફેરફાર કરો
  • રાજેન્દ્ર શાહ - પ્રસિધ્ધ ગુજરાતી લેખક
  • હરિશચંદ્ર જાલીવાલા - ઐતિહાસિક વ્યાપારી
  • જાબીરભાઈ મેહતા - ફિલાનથ્રોપીસ્ટ
  • ઈસ્હાકભાઈ બંદૂકવાલા - મુંબઈના મેયર

શિક્ષણ સંસ્થાઓ

ફેરફાર કરો
  • પારેખ બ્રધર્સ સાયન્સ કૉલેજ (સ્થાપના ૧૯૬૧)
  • આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ
  • જડાવબા શિશું કેન્દ્ર
  • માણેકલાલ દેસાઈ કિશોર મંદિર
  • ચંપકલાલ નવચેતન વિદ્યાલય
  • શારદા મંદિર
  • કુમાર શાળા
  • કન્યા શાળા
  • એમ. પી. હાઇસ્કૂલ
  • પી.ટી.સિ કોલેજ
  • બી. એડ કોલેજ
  • એમ. પી. પટેલ કોલેજ ઓફ ફાર્મસી (બી.ફાર્મ)
  • કે. પી. પટેલ સ્કૂલ ઓફ મેનેજમેન્ટ (એમ.બી.એ.) એન્ડ કોમ્પ્યુટર સ્ટડીઝ (એમ.સી.એ.)
  • માતૃશ્રી મૉઘીબા બાલમંદિર
  • જીવનશિલ્પ વિદ્યાલય
  • આદર્શ માધ્યમિક શાળા

પ્રવાસન

ફેરફાર કરો
  1. "Kapadvanj Population, Caste Data Kheda Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-04-03 પર સંગ્રહિત. મેળવેલ 2018-11-17.
  2. "કપડવંજ તાલુકા વિષે". નડિયાદ જિલ્લા વિકાસ અધિકારી વેબસાઇટ. મેળવેલ ૧૮ જાન્યુઆરી ૨૦૧૧.[હંમેશ માટે મૃત કડી]
  3. ફોલીંગ રેઇન જેનોમીક્સ, Inc - કપડવંજ