રાણી ઉદયમતી ૧૧મી સદીના એક ભારતીય રાણી અને સોલંકી વંશના ભીમદેવ સોલંકી પહેલાનાં પત્ની હતાં.[૧] તેમણે પોતાના પતિ ભીમદેવની યાદમાં રાણકી વાવ બનાવી હતી, જે એક વિશ્વ વિરાસત સ્થળ છે.

ઉદયમતી
મહારાજ્ઞી શ્રી ઉદયમતી
રાણી ઉદયમતીએ બંધાવેલી રાણકી વાવ
જન્મઉદયમતી
જૂનાગઢ
જીવનસાથીભીમદેવ સોલંકી પહેલો
વંશજકર્ણદેવ સોલંકી
વંશસોલંકી વંશ
પિતારા' ખેંગાર
ધર્મહિંદુ ધર્મ

જીવન ફેરફાર કરો

ઉદયમતીનો જન્મ જૂનાગઢના રાજા રા' ખેંગારના ત્યાં થયો હતો; ગુજરાતી લેખક ધૂમકેતુ ઉદયમતી માટે ખેંગારસુતયા શબ્દનો પ્રયોગ કરે છે.[૨] ત્યારબાદ તેમના લગ્ન પાટણના રાજા ભીમદેવ સોલંકી પહેલા સાથે થયા હતા. ભીમદેવ સાથે તેમણે સંતાનમાં મૂળરાજ, ક્ષેમરાજ, અને કર્ણદેવ સોલંકીને જન્મ આપ્યો, જે પૈકી કર્ણદેવ પાછળથી પાટણના રાજા બન્યા.

રાણકી વાવ ફેરફાર કરો

૧૩૦૪માં જૈન વિદ્વાન મેરુતુંગસૂરિ લખેલ પ્રબંધચિંતામણીમાં ઉલ્લેખ છે કે સોલંકી વંશની રાણી ઉદયમતીએ રાણકી વાવનું નિર્માણ કર્યું હતું.[૧] આર્કિયોલોજીકલ સર્વે ઓફ્ ઇંડિયાએ જ્યારે ૧૯૫૮માં રાણકી વાવને બહાર લાવવા માટે ખોદકામ કર્યું ત્યારે એક આરસની પ્રતિમા મળી આવી જેમાં "મહારાજ્ઞી શ્રી ઉદયમતી" લખેલું હતું જે મેરુતુંગસૂરિના દાવાની પુષ્ટિ કરે છે.[૧]

લોકપ્રિય સંસ્કૃતિમાં ફેરફાર કરો

પુસ્તકો ફેરફાર કરો

  • ક મા મુનશીએ લખેલ જય સોમનાથ પુસ્તકમાં રાણી ઉદયમતીનું પાત્ર છે.
  • ગૌરીશંકર જોશીએ લખેલ ચૌલાદેવી નવલકથામાં પણ ઉદયમતીનું પાત્ર છે.
  • ૨૦૨૩માં પ્રકાશિત લોકપ્રિય ઈતિહાસકાર વિક્રમ સંપથના પુસ્તક બ્રેવહર્ટ્સ ઓફ્ ભારતમાં રાણી ઉદયમતીનો ઉલ્લેખ છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ ૧.૨ સંપથ, વિક્રમ. બ્રેવહર્ટ્સ ઓફ્ ભારત. નવી દિલ્હી: પેંગ્વિન રેન્ડમ હાઉસ. પૃ: ૭૩
  2. Dhūmaketu (1990). Chauladevi. Gurjar Granthratna Karyalay. ISBN 978-81-89166-26-7.