ઉર્મિલા ભટ્ટ (૧ નવેમ્બર ૧૯૩૩ – ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૭) હિન્દી સિનેમાના અભિનેત્રી હતા. તેમણે નાટકમાં અભિનય કરવાનું શરૂ કર્યું. તેઓ લોકનૃત્યાંગના અને ગાયિકા તરીકે રાજકોટની સંગીત કલા અકાદમીમાં જોડાયા હતા.[] તે સમય દરમિયાન જ તેણીનું પ્રખ્યાત ગુજરાતી નાટક જેસલ તોરલ એક હજારથી વધુ રજૂઆત સુધી પહોંચ્યું હતું. તેમણે ૭૫થી વધુ ગુજરાતી ફિલ્મો અને ૧૫ થી ૨૦ રાજસ્થાની ફિલ્મોમાં અભિનય કર્યો હતો. તેણીએ અઢી દાયકા (૧૯૬૦થી ૧૯૯૦ના દાયકાની શરૂઆત) સુધી હિન્દી ફિલ્મોમાં સહાયક ભૂમિકાઓ પણ ભજવી હતી. તેમણે વિવિધ ટેલિવિઝન સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો. તેમને ગુજરાત સરકાર દ્વારા વિવિધ પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

ઊર્મિલા ભટ્ટ
જન્મની વિગત(1933-11-01)1 November 1933[]
દહેરાદૂન, સંયુક્ત પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ22 February 1997(1997-02-22) (ઉંમર 62)
વ્યવસાયઅભિનેત્રી
સક્રિય વર્ષો૧૯૬૭ – ૧૯૯૫

હિન્દી ફિલ્મો

ફેરફાર કરો

નાટકોમાં તેમની સફળતા પછી, તેમણે હિન્દી ફિલ્મો કરવાનું શરૂ કર્યું. ૧૯૬૦ના દાયકાના અંત ભાગમાં તેમણે ગૌરી (૧૯૬૮), સંઘર્ષ (૧૯૬૮) અને હમરાઝ (૧૯૬૭) જેવી ફિલ્મો કરી હતી. તેમની કેટલીક અન્ય લોકપ્રિય ફિલ્મોમાં અખિયોં કે ઝરોખોં સે (૧૯૭૮), ગીત ગાતા ચલ (૧૯૭૫), બેશરમ (૧૯૭૮), રામ તેરી ગંગા મૈલી (૧૯૮૫), બાલિકા બધુ (૧૯૭૬), ધુંધ (૧૯૭૩) અને અલીબાબા મરજીના (૧૯૭૭) છે. આ ફિલ્મો સિવાય તેમણે બીજી ઘણી ફિલ્મો કરી હતી. મોટાભાગની ફિલ્મોમાં તેમણ સહાયક પાત્રો ભજવ્યા હતા. તેમણે ૧૨૫ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. ટેલિવિઝન પર, તેણે રામાનંદ સાગરની ઐતિહાસિક સફળ શ્રેણી રામાયણમાં સીતાની માતા મહારાણી સુનૈના અને રાજશ્રી પ્રોડક્શન્સની ટીવી સિરિયલ પેઇંગ ગેસ્ટ (૧૯૮૫)માં શારદા શર્માની ભૂમિકા પણ ભજવી હતી. આ બે સિવાય, તેમણે ૧૯૮૯માં શ્યામ બેનેગલની ભારત એક ખોજમાં અને ૧૯૯૬માં ઝી ટીવીના ઝી હોરર શોમાં દેખાયા હતા.[]

ભટ્ટ ૨૨ ફેબ્રુઆરી ૧૯૯૭ના રોજ જુહુમાં તેમના નિવાસસ્થાને તેઓ હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યા હતા. અધિકારીઓની ધારણા હતી કે તેમની હત્યા પાછળ લૂંટનો હેતુ હતો.[]

  1. https://gujarativishwakosh.org/ભટ્ટ-ઊર્મિલા/
  2. "Urmila Bhatt: Biography". Hungama.com. મૂળ માંથી 9 જાન્યુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 11 January 2014.
  3. "Famous actress Urmila Bhatt started with the film 'Gauri', know the reason for death". News Track (Englishમાં). 22 February 2020. મેળવેલ 10 May 2021.CS1 maint: unrecognized language (link)
  4. United News of India (24 February 1997). "Actress Urmila Bhatt found murdered". Rediff.com. મેળવેલ 1 April 2020.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો