એપ્રિલ ૧
તારીખ
૧ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૧મો(લિપ વર્ષ દરમ્યાન ૯૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૭૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૬૭ - સીંગાપુર બ્રિટનની કોલોની બન્યું.
- ૧૯૨૪ - 'રોયલ કેનેડિયન વાયુદળ'ની રચના કરાઇ.
- ૧૯૩૫ - ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના
- ૧૯૩૬ - ઓરિસ્સા,જે અગાઉ 'કલિંગ' કે 'ઉત્કલ' તરીકે ઓળખાતું, ભારતનું રાજ્ય બન્યું.
- ૧૯૭૩ - પ્રોજેક્ટ ટાઇગર, વાઘ સંરક્ષણ કાર્યક્રમ, 'કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન' ભારતમાં શરૂ કરાયો.
- ૧૯૭૬ - સ્ટિવ જોબ્સ અને સ્ટિવ વોઝનિક દ્વારા "એપલ કોમ્પ્યુટર"ની સ્થાપના કરાઇ.
- ૨૦૦૧ - નેધરલેન્ડમાં,સમલૈંગિક વિવાહ કાયદેસર કરાયા, તે આ પ્રકારની માન્યતા આપનાર પ્રથમ દેશ બન્યો.
- ૨૦૦૪ - ગૂગલે તેની નવી સેવા, "જી-મેઇલ" જાહેર જનતા માટે શરૂ કરી.
જન્મ
ફેરફાર કરો- ૧૯૦૮ – અબ્રાહમ મેસ્લો, અમેરિકન મનોવૈજ્ઞાનિક. (અ. ૧૯૭૦)
- ૧૯૩૬ – ડૉ. અબ્દુલ કાદીર ખાન, પાકિસ્તાની પરમાણુ વૈજ્ઞાનિક.
- ૧૯૪૧ – અજીત વાડેકર, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર. (અ. ૨૦૧૮)
અવસાન
ફેરફાર કરોતહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરો- ૧લી એપ્રિલ, ઘણા દેશોમાં "એપ્રિલ ફૂલ્સ ડે" કે "ઓલ ફૂલ્સ ડે" તરીકે મનાવાય છે.
- ઓરિસ્સા, ઓરિસ્સાવાસીઓ આ દિવસ 'આઝાદી દિન' તરીકે ઉજવે છે (જુઓ 'મહત્વની ઘટનાઓ').