એપ્રિલ ૬
તારીખ
૬ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૯૬મો(લિપ વર્ષ દરમ્યાન ૯૭મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૬૯ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૬૯ - કચકડા (Celluloid)ની પેટન્ટ (એકાધિકાર) લેવામાં આવી .
- ૧૮૯૬ - એથેન્સમાં, રોમન સમ્રાટ દ્વારા પ્રતિબંધિત કરાયા પછી,૧૫૦૦ વર્ષ પછી પ્રથમ અર્વાચિન ઓલિમ્પીક રમતોત્સવનું ઉદ્ઘાટન કરાયું.
- ૧૯૦૯ - 'રોબર્ટ પિયરી' અને 'મેથ્યુ હેન્સન' માન્યતા મુજબ ઉત્તર ધ્રુવ પર પહોંચ્યા.
- ૧૯૧૯ - મહાત્મા ગાંધીજીએ અસહકારનું એલાન આપ્યું.
- ૧૯૩૦ - મહાત્મા ગાંધીજીએ નવસારી જિલ્લાના દાંડી ખાતે મીઠાનો ગાંગડો ઉપાડ્યો અને જાહેર કર્યુ કે:"આ સાથે, હું બ્રિટિશ સામ્રાજ્યનાં પાયા હચમચાવી નાખીશ". અને "મીઠાનો સત્યાગ્રહ" શરૂ કર્યો.
- ૧૯૭૩ - "પાયોનિયર-૧૧" અવકાશયાનનું પ્રક્ષેપણ થયું.
- ૧૯૯૮ - પાકિસ્તાને મધ્યમ દુરીનાં પ્રક્ષેપાત્રનું પરિક્ષણ કર્યું,જે ભારતને લક્ષ્ય બનાવવાની ક્ષમતા ધરાવે છે.
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૬ - ઓસ્માન અલી ખાન, અસફ જાહ ૭મો, હૈદરાબાદનો છેલ્લો નિઝામ.(અ. ૧૯૬૭)
- ૧૯૦૧ - ચંદ્રવદન મહેતા, ગુજરાતી સાહિત્યકાર. (અ.૧૯૯૧)
- ૧૯૫૬ - દિલિપ વેંગસરકર, ક્રિકેટર.
- ૧૯૬૪ - ડેવિડ વુડાર્ડ, અમેરિકન લેખક અને કંડક્ટર છે.
- ૧૯૬૫ - બીરેન કોઠારી, ગુજરાતી સાહિત્યકાર.
અવસાન
ફેરફાર કરો- ૧૯૮૯ - પન્નાલાલ પટેલ, લેખક (જન્મ. ૧૯૧૨)