એસ. એમ. કૃષ્ણ

ભારતીય રાજકારણી

સોમનહલ્લી મલ્લૈયા કૃષ્ણ (કન્નડ: ಸೋಮನಹಳ್ಳಿ ಮಲ್ಲಯ್ಯ ಕೃಷ್ಣ), સામાન્યપણે એસ. એમ. કૃષ્ણ (જન્મ ૧ મે ૧૯૩૨) નામથી ઓળખાય છે તેઓ ભારતના વિદેશમંત્રી છે અને ભારતીય સંસદમાં રાજ્યસભામાં કર્ણાટકના સભ્ય પણ છે. તેઓ ૧૯૯૯થી ૨૦૦૪ દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે રહી ચુક્યા છે અને ૨૦૦૪થી ૨૦૦૮ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ રહી ચુક્યા છે.

Somanahalli Mallaiah Krishna
ಸೋಮನಹಳ್ಳಿ ಮಲ್ಲಯ್ಯ ಕೃಷ್ಣ
Minister of External Affairs
પદ પર
Assumed office
23 May 2009
પ્રધાન મંત્રીManmohan Singh
ડેપ્યુટીPreneet Kaur
પુરોગામીPranab Mukherjee
Governor of Maharashtra
પદ પર
12 December 2004 – 5 March 2008
Chief MinisterVilasrao Deshmukh
પુરોગામીMohammed Fazal
અનુગામીSanayangba Chubatoshi Jamir
Chief Minister of Karnataka
પદ પર
11 October 1999 – 28 May 2004
ગવર્નરV. S. Ramadevi
Triloki Nath Chaturvedi
પુરોગામીJayadevappa Halappa Patel
અનુગામીDharam Singh
અંગત વિગતો
જન્મ (1932-05-01) 1 May 1932 (ઉંમર 91)
રાજકીય પક્ષUPA-INC
જીવનસાથીPrema Krishna
નિવાસસ્થાનBangalore, India
માતૃ શિક્ષણસંસ્થાMaharajas College, Mysore
University Law College, Bangalore
Southern Methodist University
George Washington University
વેબસાઈટMinistry of External Affairs

જીવનચરિત્રને લગતી માહિતી ફેરફાર કરો

એસ. એમ. કૃષ્ણ, એસ.સી. મલ્લૈયાહ કૃષ્ણના પુત્ર છે અને માંડ્યા જિલ્લા ના મદ્દુર તાલુકાના નાનકડા ગામ સોમનહલ્લીમાં તેમનો જન્મ થયો છે. તેમણે મૈસુરની મહારાજાની કોલેજમાં વિનિયન શાખામાં સ્નાતકની પદવી મેળવી હતી અને યુનિવર્સિટી લૉ કોલેજમાંથી કાયદાક્ષેત્રે પદવી મેળવી હતી, બેંગલોરમાં આવેલી તે કોલેજ એ વખતે સરકારી લૉ કોલેજ તરીકે ઓળખાતી હતી. [૧][હંમેશ માટે મૃત કડી]. કૃષ્ણએ યુનાઈટેડ સ્ટેટ્સમાં પણ શિક્ષણ મેળવ્યું હતું, તેમણે ટેક્સાસના ડેલસમાં દક્ષિણ મેથોડિસ્ટ યુનિવર્સિટિમાં અને વોશિંગ્ટન ડી.સી. (D.C.)માં આવેલી ધ જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટિ લૉ સ્કૂલ, કે જ્યાં તેઓ ખુબ જ તેજસ્વી વિદ્યાર્થી હતા અને બાદમાં પ્રાદ્યાપક બનીને આંતરરાષ્ટ્રીય કાયદા અંગે શીખવતા હતા ત્યાંથી પદવી મેળવી હતી. ત્યારબાદ ટૂંકા ગાળામાં જ તેઓ ભારત પર ફર્યા હતા, અને 1962માં કર્ણાટક વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. [૨] સંગ્રહિત ૨૦૧૨-૦૪-૦૭ ના રોજ વેબેક મશિન.

તેમણે 29 એપ્રિલ 1964ના રોજ પ્રેમા સાથે લગ્ન કર્યા હતા, અને તેમને બે પુત્રી છે. કૃષ્ણા ખુબ જ રમતપ્રેમી છે અને નિયમિત ટેનિસ રમે છે.

રાજકીય જીવનચરિત્ર ફેરફાર કરો

 
ન્યૂ યોર્કમાં મેટ્રોપોલિટન મ્યુઝિયમ ખાતે સત્કાર સમારંભંમાં યુએસ (US) પ્રમુખ બરાક ઓબામા અને પ્રથમ મહિલા મિશેલ ઓબામા કૃષ્ણા (મધ્યે).

વધુમાં, કૃષ્ણાએ 1968થી 4થી, 5મી, 7મી અને 8મી લોકસભામાં કર્ણાટકના માંડ્યા જિલ્લાના સાંસદ તરીકે પણ સેવા આપી છે. તેમણે 1983-84માં ઈન્દિરા ગાંધીના શાસનમાં અને 1984-85 દરમિયાન રાજીવ ગાંધીના શાસનમાં અનુક્રમે ઉદ્યોગ મંત્રી અને રાજ્ય કક્ષાના નાણાંમંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ 1996 અને 2006માં રાજ્યસભાના સભ્ય પણ હતા. તેઓ અલગ અલગ સમયમાં કર્ણાટક વિધાનસભા અને પરિષદના સભ્ય રહી ચુક્યા છે. 1989-1992 દરમિયાન તેઓ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા હતા.

1999માં, કેપીસીસી (KPCC)ના પ્રમુખ તરીકે, તેમની આગેવાની હેઠળ તેમના પક્ષનો વિધાનસભાની ચૂંટણીમાં વિજય થયો હતો અને તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી, 2004 સુધી આ પદ જાળવી રાખ્યું હતું. એસ્કોમ્સ (ESCOMS) સાથે મળીને ઊર્જા ક્ષેત્રે સુધારાઓમાં મહત્વની ભૂમિકા અદા કરી હતી.તેમણે ખાનગી-જાહેર ભાગીદારીને પ્રોત્સાહન આપ્યું હતું અને બેંગલોર એડવાન્સ ટાસ્ક ફોર્સના તેઓ મોવડી બન્યા હતા. બાદમાં તેઓ મહારાષ્ટ્રના રાજ્યપાલ બન્યા હતા.

કૃષ્ણાએ 5 માર્ચ 2008ના રોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું હતુ. કહેવાય છે કે તેઓ કર્ણાટકની રાજનીતિમાં ફરી સક્રિય ભૂમિકામાં આવવા માંગતા હોવાથી આ પગલું ભર્યું હતું.[૧] રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે 6 માર્ચના રોજ તેમનું રાજીનામુ સ્વીકાર્યું હતું.[૨] કૃષ્ણા રાજ્યસભામાં આવ્યા બાદ તુરંત બાદ 22 મે 2009ના રોજ વડાપ્રધાન મનમોહનસિંહની મંત્રી પરિષદમાં વિદેશ બાબતોના કેન્દ્રીય કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધી હતી.

અત્યાર સુધી સંભાળેલા હોદ્દાઓ ફેરફાર કરો

  • 1962-67 દરમિયાન 2જી કર્ણાટક વિધાનસભાના સભ્ય
  • કોમનવેલ્થમાં ભારતીય સંસદીય પ્રતિનિધિમંડળના સભ્ય
  • સંસદીય પરિષદ, ન્યૂઝીલેન્ડ, 1965
  • 1971-1976 દરમિયાન 5મી લોકસભાના સભ્ય
  • 1980-1984 દરમિયાન 7મી લોકસભાના સભ્ય
  • 1972-1977 દરમિયાન કર્ણાટક વિધાન પરિષદના સભ્ય
  • 1972-77 દરમિયાન કર્ણાટક સરકારમાં વાણિજ્ય અને ઉદ્યોગ તેમજ સંસદીય બાબતોના મંત્રી
  • 1982માં યુનાઈટેડ નેશન્સમાં ભારતીય પ્રતિનિધિમંડળમાં સભ્ય
  • 1983-1984 દરમિયાન રાજ્ય કક્ષાના કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી
  • 1984-1985 દરમિયાન રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાંમંત્રી
  • 1989-1992 દરમિયાન 9મી કર્ણાટક વિધાનસભાના સભ્ય
  • 1989-93 દરમિયાન કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષ
  • માર્ચ 1990માં યુકે (UK)માં વેસ્ટ મિનિસ્ટર ખાતે યોજાયેલા કોમનવેલ્થ સંસદીય પરિસંવાદમાં પ્રતિનિધિમંડળના સભ્ય
  • 1992-1994 દરમિયાન કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી
  • એપ્રિલ 1996માં રાજ્યસભામાં ચૂંટાયા
  • ઓક્ટોબર 1999-2004 દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી
  • કર્ણાટક વિધાનસભામાં ફરી ચૂંટાઈ આવ્યાઃ 2004
  • મહારાષ્ટ્રના રાજ્યપાલઃ 2004-2008
  • ભારત સરકારમાં વિદેશમંત્રી: 22 મે 2009થી આજદિન સુધી

સંદર્ભો ફેરફાર કરો