પ્રતિભા પાટીલ

ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ અને ભારતના 12 મા રાષ્ટ્રપતિ


પ્રતિભા દેવીસિંહ પાટિલ (ઢાંચો:Lang-marathi) (19 ડિસેમ્બર, 1934ના રોજ જન્મ) પ્રજાસત્તાક ભારતના ૧૨માં અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. તેમણે 25 જૂલાઇ, 2007ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા. અને ૨૫ જૂલાઈ, ૨૦૧૨નાં રોજ નિવૃત થયા. તેમના અનુગામી પ્રણવ મુખર્જીએ ૨૫ જૂલાઈ, ૨૦૧૨ના આ પદ સંભાળ્યું.

ભારતના રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ
प्रतिभा पाटिल
જન્મની વિગત૧૯ ડિસેમ્બર ૧૯૩૪
નાદગાંવ, મહારાષ્ટ્ર
કાર્યકાળજુલાઇ ૨૫, ૨૦૦૭ - જુલાઇ ૨૪, ૨૦૧૨
ઉપરાષ્ટ્રપતિમોહમદ હમિદ અન્સારી
પુરોગામીઅબ્દુલ કલામ
અનુગામીપ્રણવ મુખર્જી
રાજકીય પક્ષયુ.પી.એ.-કોંગ્રેસ
ધર્મહિંદુ
જીવનસાથીદેવીસિંહ રણસિંહ શેખાવત


ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના સભ્ય, શ્રીમતિ પ્રતિભા પાટિલની નિયુક્તિ સત્તા પર રહેલી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્ઝ અને ભારતીય ડાબેરીઓ દ્વારા કરવામાં આવી હતી. 19 જૂલાઇ, 2007ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી તેઓ નજીકના પ્રતિસ્પર્ધી ભૈરવ સિંઘ શેખાવતને હરાવીને જીતી ગયા હતા. [૧][૨][૩] પાટિલ મહારાષ્ટ્ર વિધાન સભાના (1962-1985) સભ્ય તરીકે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એદલાબાદ મતદારક્ષેત્રનું પ્રતિનિધીત્વ કરતા હતા, અને તેઓ રાજ્ય સભાના નાયબ અધ્યક્ષા (1686-1988), અમરાવતીથી લોક સભાના સંસદ સભ્ય (1991-1996), અને 24મા તેમજ પ્રથમ મહિલા રાજસ્થાનના ગવર્નર હતા (2004-2007).

પૂર્વજીવનફેરફાર કરો

પ્રતિભા પાટિલ મહારાષ્ટ્રના નડગાંવમાં નારાયણ રાવને ત્યાં જન્મ્યા હતા. તેમણે નવી દિલ્હીની સ્પ્રીંગડેલ્સ ખાતે અભ્યાસ કર્યો હતો. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ, બેંગલોરથી એમ.એસસી.ની પદવી મેળવી હતી અને ગવર્ન્મેન્ટ લો કોલેજ, મુંબઇ (યુનિવર્સિટી ઓફ બોમ્બે સાથે સંલગ્ન) ખાતેથી કાયદાની ડીગ્રી હાંસલ કરી હતી. યુનિવર્સિટી ઓફ બોમ્બે ખાતેના તેમના સહાધ્યાયીઓમાંના એક અને નજીકના મિત્ર, નિશાંત રૈનાએ તેમને ટેબલ ટેનિસનો પરિચય કરાવ્યો હતો, જે રમતમાં તેમણે આગળ વધીને વિવિધ ઇન્ટર-કોલેજ ટુર્નામેન્ટ્સ જીતી હતી.[૪] 1962માં, પ્રતિભા પાટિલ એમ.જે. કોલેજના "કોલેજ ક્વિન" તરીકે પસંદગી પામ્યા હતા.[૫] તે સમાન વર્ષે, તેણી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ટિકીટ પર એદલાબાદ મતદારક્ષેત્ર પરથી વિધાનસભાની ચૂંટણી જીતી હતી.


તેઓ 7 જૂલાઇ, 1965ના રોજ કેળવણીકાર દેવીસિંઘ રામસિંઘ શેખાવતને પરણ્યા.[૬] તેમને એક પુત્ર અને પુત્રી છે.

સખાવતી સંસ્થાઓફેરફાર કરો

પતિ સાથે મળી તેમણે શૈક્ષણિક સંસ્થા, વિદ્યા ભારતી શિક્ષણ પ્રસારક મંડળની સ્થાપના કરી, જે જલગાવ અને મુંબઇમાં શાળાઓ અને કોલેજોની શ્રેણીનું સંચાલન કરે છે.[૭] તેમણે શ્રમ સાધના ટ્રસ્ટની પણ સ્થાપના કરી જે દિલ્હી, મુંબઇ અને પૂણેમાં કામ કરતી મહિલાઓ માટે હોસ્ટેલ અને જલગાવમાં એન્જિનિયરીંગ કોલેજ ચલાવે છે.[૭] તેમણે સન્ત મુક્તાબાઇ સહકારી સાકર કારખાના નામે જાણીતી સહકારી સુગર ફેક્ટરીની સ્થાપના કરી હતી અને તેઓ અધ્યક્ષા છે તેમજ તેમણે પ્રતિભા મહિલા સહકારી બેન્કની પોતાના નામે ચાલતી સહકારી બેન્કની પણ સ્થાપના કરી હતી. તેઓ જલગાવમાં દ્રષ્ટિહીન લોકો માટે ઔદ્યોગિક તાલિમ શાળાની સ્થાપનામાં અને વિમુક્ત જાતિઓ તથા યાયાવર સમૂહના ગરીબ બાળકો માટે શાળાના સંચાલનમાં પણ સામેલ હતા.[સંદર્ભ આપો]

રાજકીય કારકીર્દિફેરફાર કરો

પ્રતિભા પાટિલે 1962માં 27 વર્ષની વયે રાજકીય કારકીર્દિનો પ્રારંભ કર્યો હતો. ડો. આબાસાહેબ ગોપાલરાવ ખેડકર અને પૂર્વ મુખ્ય પ્રધાન યશવન્તરાવ ચવાણ જેવા વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓના માર્ગદર્શન હેઠળ,[૮] તેઓ 1967માં પુન: યોજાયેલી ચૂંટણી બાદ શિક્ષણ વિભાગના નાયબ પ્રધાન બન્યા (વસંતરાવ નાઇકની સરકારમાં). બીજા સત્રમાં (1972-78) તેણી રાજ્ય માટે પૂર્ણ કેબિનેટ પ્રધાન બની ગયા. કોંગ્રેસની ત્યાર બાદની સરકારોમાં, તેણીએ વસન્તદાદા પાટિલ, બાબાસાહેબ ભોસલે, એસ.બી. ચવાણ અને શરદ પવાર જેવા મુખ્ય પ્રધાનોના વડપણ હેઠળ પ્રવાસન, સામાજિક કલ્યાણ અને હાઉસિંગ જેવા ખાતાઓનું સંચાલન કર્યું હતું. તેઓ 1985 સુધીમાં જલગાવ અથવા નજીકની એદલાબાદ મતદાનક્ષેત્ર તરફથી સતત પસંદગી પામતા ગયા, જ્યાં સુધી તેઓ રાજ્ય સભામાં કોંગ્રેસના સભ્ય તરીકે નિર્વાસિત થયા. તેણીએ ઉમેદવારી નોંધાવી હોય તેવી એક પણ ચૂંટણી તેઓ હાર્યા નથી.[૯]

1977માં, કોંગ્રેસ પક્ષ ભારતીય કટોકટી (1975–1977) બાદ ઇન્દિરા નેહરૂ ગાંધીની હાર પછી બે ભાગોમાં વહેંચાઇ ગયો. પ્રતિભાના માર્ગદર્શક ચવાણ અને આશ્રિત શરદ પવાર સહિતના કોંગ્રેસના રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓ, તેમજ ટોચના મોટા ભાગના નેતાઓ દેવરાજ ઉર્સ દ્વારા શરૂ કરવામાં આવેલી કોંગ્રેસ (ઉર્સ)માં જોડાઇ ગયા. આમ છતાં, પ્રતિભાએ ઈન્દિરા ગાંધી સાથે જ રહેવાનું પસંદ કર્યું અને રાજકીય ઉપહાસને આમંત્રણ આપ્યું. વાસ્તવિકતામાં, કેટલાક લોકો જાણે છે કે સંજય ગાંધીના મૃત્યુ સમયે પ્રતિભાએ ઇન્દિરા ગાંધીના રસોડાનું સંચાલન કર્યું હતું.[૧૦] તેમણે ડિસેમ્બર 1977માં ઈન્દિરા ગાંધીની ધરપકડનો વિરોધ કર્યો અને 10 દિવસ જેલમાં ગાળ્યા.[૧૧] 1978માં, કોંગ્રેસ (ઉર્સ) જ્યારે મહારાષ્ટ્રમાં સત્તા પર આવી, ત્યારે તેઓ રાજ્યની વિધાન સભામાં વિરોધ પક્ષના નેતા બન્યા.

1980માં, કોંગ્રેસ (આઇ) સત્તા પર પરત ફરી, અને મુખ્ય પ્રધાનના પદ માટે તેમનું નામ મુખ્ય હરિફ તરીકે ચર્ચામાં હતું. આમ છતાં, આ પદ સંજય ગાંધીના વિશ્વાસુ એ. આર. અન્તુલેને મળ્યું, જેમના પર ભ્રષ્ટાચારના આરોપસર રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ, તેઓ વસન્તદાદા પાટિલના પ્રધાનમંડળમાં પ્રધાન બન્યા. પાટિલ અને મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસ કમિટી (એમપીસીસી)ના તે સમયના વડા પ્રભા રાઉ વચ્ચેના મતભેદો બાદ, રાજીવ ગાંધીએ તેણીને એમપીસીસીના વડા તરીકે નિયુક્ત કર્યા હતા (1988-90).

કેન્દ્રમાં અવધિફેરફાર કરો

1983માં પાટિલ રાજ્ય સભામાં નિયુક્ત થયા, અને નવેમ્બર 1986થી નવેમ્બર 1988 સુધીમાં તેમણે ડેપ્યુટી ચેરપર્સન તરીકે સેવા આપી હતી. તેમની અવધિ એપ્રિલ 1990માં પૂર્ણ થઇ હતી. ત્યાર પછીના વર્ષે, રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી ત્યારે યોજાયેલી 10મી લોક સભાની ચૂંટણીમાં તેઓ તેમના પતિના મતદારક્ષેત્ર, અમરાવતીથી જીતી ગયા, જ્યાં તેમના પતિ એક વાર નગરપતિ હતા, આથી તેઓ રાષ્ટ્રીય સંસદ લોક સભાના નીચલા ગૃહમાં પ્રવેશ્યા. તેમણે નેશનલ ફેડરેશન ઓફ અર્બન કો-ઓપરેટીવ બેન્ક્સ એન્ડ ક્રેડિટ સોસાઇટીઝના ડિરેક્ટર તરીકે અને નેશનલ કો-ઓપરેટીવ, યુનિયન ઓફ ઇન્ડિયાની ગવર્નીંગ કાઉન્સિલના સભ્ય તરીકે પણ સેવા આપી હતી.

રાજસ્થાનના ગવર્નરફેરફાર કરો

 
પ્રતિભા પાટિલ રાજસ્થાનના ગવર્નર તરીકે

નવેમ્બર 2004માં, 10મી લોક સભામાં પોતાની અવધિ પૂર્ણ કર્યાના આઠ વર્ષ બાદ, પ્રતિભા પાટિલ રાજકીય નિષ્ક્રીયતા[૯] તરફથી પ્રથમ મહિલા રાજસ્થાનના ગવર્નર બનવાનું આમંત્રણ આપવામાં આવ્યું. તેઓ વસન્તદાદા પાટિલ બાદ આ પદ મેળવનારા મહારાષ્ટ્રના બીજા રાજકારણી હતી. પ્રતિભા પાટિલ ગવર્નરના પદ પર હોવા સાથે, રાજસ્થાન રાજ્યમાં સત્તા ધરાવતા ત્રણ નોંધપાત્ર પદો પર મહિલાઓ હતી, જેમાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે અને વિધાન સભાના અધ્યક્ષ સુમિત્રા સિંઘનો સમાવેશ થાય છે.[૧૨]

એપ્રિલ 2006માં, રાજસ્થાન વિધાન સભાએ રાજસ્થાન ફ્રિડમ ઓફ રિલીજીયન બિલ 2006 (વાસ્તવિક શીર્ષક "રાજસ્થાન ધર્મ સ્વાતંત્ર્ય બિલ, 2006") પસાર કર્યું. આ વિધેયકનો હેતુ "લાલચ અથવા દબાણથી એક ધર્મમાંથી બીજા ધર્મમાં ગેરકાયદેસર પરિવર્તન પર અંકુશ" મુકવાનો હતો. આમ છતાં, કેટલાક ક્રિશ્ચિયન સંસ્થાઓએ એવું કહેતા આ વિધેયકનો વિરોધ કર્યો હતો કે આ નિર્ણય સંઘ પરિવારની નીતિઓને કારણે લેવામાં આવ્યો હતો.[૧૩][૧૪] પ્રતિભા પાટિલે આ વિધેયક હસ્તાક્ષર કર્યા વિના પાછું મોકલાવ્યું અને જણાવ્યું કે આ વિધેયક કેટલાક પાયાના હકોનું ઉલ્લંઘન કરે છે, "જેમાં [[વક્તવ્ય અને અભિવ્યક્તિનો અધિકાર|વક્તવ્ય અને અભિવ્યક્તિનો અધિકાર]], સિદ્ધાંત પ્રમાણે ચાલવાની સ્વતંત્રતા અને ધાર્મિક પરિગ્રહણની દીક્ષાનો અધિકાર તથા તેના આચરણ અને ફેલાવાનો સમાવેશ થાય છે."[૧૫]

રાજસ્થાનની સરકારે એવું નોંધતા મે 2006માં વિધેયક પરત મોકલ્યું કે મધ્ય પ્રદેશ અને ઓરિસ્સામાં કોંગ્રેસની સરકાર દ્વારા સમાન પ્રકારનો કાયદો 40થી વધુ વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો અને ભારતની સુપ્રિમ કોર્ટે તેને સમર્થન આપ્યું હતું અને બંધારણ-સંવિધાન સભાના વડા ડો બી. આર. આંબેડકરે બંધારણની કલમ 25નો મુસદ્દો તૈયાર કરતા સમયે જણાવ્યું હતું કે ધર્માંતરણને નિયંત્રિત કરવાના મુદ્દાને રાજ્યની ધારાસભા પર છોડી દેવો યોગ્ય બાબત ગણાશે.[૧૪] એક વર્ષ સુધી આ વિધેયક અંગે વિચાર કર્યા બાદ, તેમણે રાજસ્થાનના ગવર્નર તરીકે રાજીનામું આપ્યાના એક દિવસ પહેલા જ ભારતના રાષ્ટ્રપતિને મોકલી આપ્યું.[૧૬] હિમાચલ પ્રદેશ ફ્રિડમ ઓફ રિલિજીયન એક્ટ 2006 નામનું સમાન વિધેયક પાછળથી રાજ્ય સરકાર દ્વારા ઝડપથી પસાર કરવામાં આવ્યું હતું. પ્રતિભા પાટિલે રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીને કારણે 21 જૂન, 2007ના રોજ રાજસ્થાનના ગવર્નર તરીકે રાજીનામું આપ્યું.[૧૭]

2007ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે નામાંકનફેરફાર કરો

14 જૂનના રોજ, કોંગ્રેસ (આઇ)ની આગેવાની હેઠળનું સત્તા પર રહેલું જોડાણ, યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્ઝ (યુપીએ), અને ભારતીય ડાબેરીઓએ 19 જૂલાઇ, 2007ના રોજ યોજાનારી રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે તેણીનું નામાંકન કર્યું.[૧૮] ડાબેરી પક્ષ પૂર્વ ગૃહ પ્રધાન શિવરાજ પાટિલના નામાંકન માટે સંમત ન થતા તેણી સમાધાન બાદના ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા હતા. તે સમયે સોનિયા ગાંધીએ પ્રતિભા પાટિલના નામનું સૂચન કર્યું હતું. યુપીએ-ડાબેરીઓના રાષ્ટ્રપતિ પદ માટેના નામાંકન પાછળ નેહરૂ-ગાંધી કુટુંબ પ્રત્યેની તેમની વફાદારી સૌથી મોટું પરિબળ હતી.[૧૯] તેઓ ભારતના પ્રથમ મહિલા ભારતના રાષ્ટ્રપતિ બનશે તેવી સંભાવનાને પરિણામે, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમના નામાંકનને ભારતની સ્વતંત્રતાના 60મા વર્ષનો "ઐતિહાસિક પ્રસંગ" ગણાવ્યો હતો.

નવી દિલ્હી જવા માટે જયપુર છોડતા પહેલા, તેમણે પસંદગી બદલ સોનિયા ગાંધીનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે પ્રથમ કાર્ય યુપીએ દ્વારા શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી યોજના કાયદા (NREGA)ને સફળ બનાવવાનું રહેશે.[૨૦] દિલ્હી ખાતે તેમણે જણાવ્યું હતું કે તેઓ રબર સ્ટેમ્પ પ્રેસિડેન્ડ નહીં બને.[૧૯]

વડા પ્રધાન ડો. મનમોહન સિંઘ અને કોંગ્રેસના વડા સોનિયા ગાંધીના વડપણ હેઠળ તેમણે 23 જૂનના રોજ ઉમેદવારી પત્ર ભર્યુ અને તપાસ બાદ તેને માન્ય ઠરાવવામાં આવ્યું. તેમની સીધી સ્પર્ધા ભૈરવ સિંઘ શેખાવત સાથે હતી, જેમને એનડીએનો ટેકો હતો. તેમણે ટેકો મેળવવા માટે ઘણા રાજ્યોની મુલાકાત લીધી હતી. યુએનપીએના મતદાનથી દૂર રહેવાના નિર્ણયથી તેમની ઝૂંબેશને મોટું પ્રોત્સાહન મળ્યું. વિરોધ પક્ષના નેતા એલ કે અડવાણીએ પ્રતિભા પાટિલ તેમની સંપત્તિ જાહેર કરે તે માટે ભારતના ચૂંટણી પંચની દરમિયાનગીરીની માગ કરી,[૨૧] પરંતુ પંચ દ્વારા તેને નકારવામાં આવી. એનડીએના મહત્ત્વના સમર્થક શિવ સેનાએ પ્રતિભા પાટિલને પોતાનો ટેકો જાહેર કર્યો અને તેઓ આ પ્રતિષ્ઠિત પદ મેળવનારી પ્રથમ મહારાષ્ટ્રીયન હોવાનું કારણ આપ્યું. શિવ સેનાના આ નિર્ણયને પગલે બીજેપી-સેનાની યુતિમાં સમસ્યા ઉભી થઇ.[૨૨]

રાષ્ટ્રપતિપદફેરફાર કરો

Presidential styles of
Pratibha Patil
 
Reference styleHer Excellency Pratibha Patil, President of the Republic of India
Spoken stylePresident Patil
Alternative styleMadame President

તેઓ 19 જૂલાઇ, 2007ના રોજ નજીકના પ્રતિસ્પર્ધી ભૈરવ સિંઘ શેખાવતને 30,000 મતોથી હરાવીને રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા. તેમણે 25 જૂલાઇ, 2007ના રોજ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકેનું પદ સંભાળ્યું હતું.

વિવાદોફેરફાર કરો

તેમના પૂર્વગામીની સરખામણીએ ઓછા સક્રિયફેરફાર કરો

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ. પી. જે. અબ્દુલ કલામ તેમના અનુગામી માટે ઉંચા માપદંડો છોડી ગયા હતા. રાષ્ટ્રપતિ પદ માટે પસંદગી પામ્યા અગાઉ પણ, ડો. કલામ વૈજ્ઞાનિક, સંશોધક અને સ્વપ્નદ્રષ્ટા તરીકેના ભવ્ય ભૂતકાળ માટે જાણીતા હતા. રાષ્ટ્રપતિ તરીકેની તેમની અવધિ દરમિયાન, તેઓ બધી જ વયના લોકોના માનીતા બની ગયા હતા અને લોકપ્રિય રાષ્ટ્રપતિ અથવા તો દયાળું, 'લોકોના રાષ્ટ્રપતિ' તરીકે જાણતી હતા. કાર્યાલયમાં, તેઓ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ઉપયોગથી ભારતને નોલેજ સુપરપાવર બનાવવા અંગે સતત વિચાર કરતા રહેતા હતા. તેમની ભારત માટેની દૂરદ્રષ્ટિ દેશને 2020 સુધીમાં નોલેજ સુપરપાવર અને વિકસીત રાષ્ટ્ર બનાવવા સમર્થન કરતી હતી.[૨૩]

તેમની સરખામણીએ, પ્રતિભા પાટિલ પર તેઓ રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા એ પહેલા પણ વિશ્વસનિયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા, કેમકે તેમનું અને તેમના કુટુંબના સભ્યો કેટલાક નાણાકીય કૌભાંડો અને અન્ય ગુનાઓમાં સામેલ હોવાના આરોપો થયા હતા. [૨૪][૨૫][૨૬][૨૭] રાષ્ટ્રપતિ તરીકે પસંદ થયા બાદ પણ, પ્રતિભા પાટિલ રાષ્ટ્રના વડા તરીકેની કાર્યક્ષમતાને બદલે ઢંગધડા વિનાના કામ અને દેશને સંબંધિત ન હોય તેવી બાબતો માટે વધારે સમાચારોમાં રહેતા. મેક્સિકોમાં તેમના વિધીવત સ્વાગત દરમિયાન ભારતીય ઝંડાને સલામી આપવાનું ભૂલી જવાથી માંડી,[૨૮] મૃતકના આત્મા સાથે વાતચીત,[૨૯][૩૦][૩૧] ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓ વિરૂદ્ધ ગેરવાજબી નિવેદનો અને એક ડઝનથી વધારે કુટુંબના લોકો સાથે નિયમિત, ખર્ચાળ અને રાજ્યના ખર્ચે કરવામાં આવતા પ્રવાસોને કારણે તેઓ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા હતા. આંદામાન ટાપુની સહેલ દરમિયાન, રાષ્ટ્રપતિના હેલિકોપ્ટરના માટે હેલિપેડનો માર્ગ બનાવવા માટે 400 વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતા અને રાષ્ટ્રપતિને દરિયાકિનારો જોવામાં નડતા હોવાથી અન્ય 60 વૃક્ષોના પાડી દેવામાં આવ્યા હતા.[૩૨]

મોટે ભાગે તેમના ઔપચારિક પદનો સંદર્ભ આપતા, રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે જણાવ્યું હતું કે તેઓ 'રબર સ્ટેમ્પ' રાષ્ટ્રપતિ[૩૩][૩૪] નહીં બની રહે પરંતુ તેમની અત્યાર સુધીના સમયગાળામાં, તેમને લોકો તરફથી વધુ વખાણ સાંપડ્યા નથી.[૩૫][૩૬]

બીજેપીની ઝુંબેશફેરફાર કરો

રાષ્ટ્રપતિ પદ માટે પ્રતિભા પાટિલનું નામાંકન થયું ત્યારથી, ભારતીય જનતા પક્ષે (બીજેપી) તેમની ભૂતકાળની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડે છે અને એવી તેમના વિરૂદ્ધની રાજકીય ઝુંબેશના ભાગરૂપે ટિપ્પણીઓ કરી હતી. બીજેપીના નેતા અરૂણ શૌરીએ 'ડઝ ધીસ ટેઇન્ટેડ પર્સન ડિઝર્વ ટુ બીકમ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા?' શીર્ષક સાથેની બુકલેટ તરીકે બે અહેવાલો પ્રકાશિત કર્યા હતા.[૩૭] અન્ય બીજેપી નેતા, અરૂણ જેટલી, નો પ્રતિભા પાટિલ નામની વેબસાઇટની રજૂઆત કરવાની જાહેરાત કરી, જેમાં વિશેષ માધ્યમોના અહેવાલો અને દસ્તાવેજો હતા અને પાટિલ તથા તેમના કુટુંબ બંનેએ કરેલા નાણાકીય સોદાઓ સામે પ્રશ્નાર્થ ઉભા કરતા હતા.[૩૮] આ ઝુંબેશને કારણે પ્રતિભા પાટિલ પ્રત્યે વિવાદાસ્પદ અને અપ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે માધ્યમોનું ઘણું ધ્યાન ખેંચાયુ.[સંદર્ભ આપો] બીજેપી તેમની વિરૂદ્ધમાં મજબૂત જાહેર મત ઉભો કરવાનો પ્રયત્ન કરી રહી હતી, જ્યારે તેમણે સ્પષ્ટતા કરી કે કાનૂની કારણોસર તેઓ પાટિલના નામાંકનને પડકારતા ન હતા.[૩૯]


ઉમેદવારી સામેના કાનૂની પડકારોફેરફાર કરો

વકીલ મનોહર લાલ શર્માએ જસ્ટીસ તરૂણ ચેટર્જી અને જસ્ટીલ પી.કે. બાલાસુબ્રમણ્યમ ધરાવતી ભારતની સુપ્રીમ કોર્ટની ખંડપીઠ સમક્ષ 2007ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેની ઉમેદવારી સામે જાહેર હિતની અરજી કરી. વકીલે પાટિલ અને તેમના કુટુંબ વિરૂદ્ધના વિવિધ આક્ષેપોનો સંદર્ભ આપ્યો અને બેજવાબદાર નાદાર હોવાના નાતે તેમના નામાંકન પત્રને રદ કરવાની માગ કરી હતી. અરજદારે એવા કાનૂની અને બંધારણીય પ્રશ્નો ઉભા કર્યા કે જાહેર તિજોરી કે અન્ય લોકોના નાણાં ચૂકવવામાં નિષ્ફળ નિવડેલા બેજવાબદાર નાદાર જાહેર થયેલી વ્યક્તિ રાષ્ટ્રપતિ થવા માટે લાયક છે કે નહીં.[૪૦][૪૧]

જોકે મુખ્ય કોર્ટે જણાવ્યું કે તે ફક્ત આક્ષેપોને સહારે નિર્ણય લઇ શકે નહીં, અને પ્રારંભિક તબક્કામાં[૪૨] જ અરજીને નકારી દીધી. કોર્ટે જણાવ્યું કે આક્ષેપોને[૪૩] સાબિત કરતા કોઇ દસ્તાવેજો ન હોવાથી આ અરજી લાયક નથી અને એવી શંકા ઉભી થાય છે કે અરજદારનો વાસ્તવિક હેતુ "ખાનગી હિતની અરજી"નો હોવાનો વધારે લાગે છે.[૪૪] કોર્ટે નિર્ણય કર્યો:

This petition is filed under Article 32 of the Constitution. We find no ground to interfere and exercise our jurisdiction. However, this will not prevent the petitioner from approaching appropriate authorities for redressal of his grievances.[૪૪]

વકીલે ત્યાર બાદ પાટિલને ગેરલાયક ઠરાવવા માટે ભારતના ચૂંટણી પંચનો સંપર્ક કર્યો. ચૂંટણી પંચે, આદેશ દ્વારા ઉત્તર આપ્યો:

The question whether a person has become insolvent and whether he/she is still an undischarged insolvent has to be decided by the competent insolvency court under the provisions of the Provincial Insolvency Act, 1920, and not by the Commission. The Commission is not the appropriate forum. No action is called for on the part of the Commission on your representation.[૪૫]

ત્યાર બાદ, વકીલે ફરી કોર્ટનો સંપર્ક કર્યો અને જસ્ટીસ કે.જી. બાલાક્રિષ્નન અને જસ્ટીસ આર.વી. રવીન્દ્રનની ખંડપીઠ સમક્ષ સ્પેશિયલ લીપ પિટીશન (એસએલપી) સુપરત કરી. તેમણે પોતાની વાતને વળગી રહેતા જણાવ્યું કે ચૂંટણી પંચે આ મુદ્દે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો નથી અને પંચના આદેશને રદબાતલ કરવાની માગ કરી.[૪૬]


બીજા એક અન્ય કેસમાં, દિલ્હીસ્થિત એનજીઓએ એવો આક્ષેપ કરતી અરજી દિલ્હી હાઇ કોર્ટમાં દાખલ કરી હતી કે ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતી, રાજ્ય સરકારના નિયંત્રણ હેઠળ રહેલી મુંબઇસ્થિત શ્રમ સાધના બોમ્બે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હોવાથી તેઓ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી માટે ગેરલાયક ઠરે છે.[૪૭] હાઇ કોર્ટે ચૂંટણી સુધી આ સુનાવણીનો સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો.

રદિયોફેરફાર કરો

ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ અને ભારતના ડાબેરીઓના નેતાઓએ જણાવ્યું કે આ વાસ્તવિકતાઓ સત્ય, અર્ધસત્ય અને અતિશયોક્તિનું ચપળ મિશ્રણ છે.[૪૮] તેમણે એમ પણ જણાવ્યું કે તેઓ ભૂતકાળમાં રાજ્ય સભાના મદદનીશ અધ્યક્ષા હતા કે તેમના ગવર્નર તરીકેના કાર્યકાળ દરમિયાન આ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા ન હતા. તેમની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા માટે પાટિલ વિરૂદ્ધ "દ્વેષપૂર્વકના, અસત્યભર્યા અને ઇરાદાપૂર્વક"ની બદનક્ષીભરી ઝુંબેશ બદલ પક્ષોએ બીજેપી પર આરોપ મુક્યો હતો.[૪૯][૫૦][૫૧] વડા પ્રધાન મનમોહન સિંઘે પ્રતિભા પાટિલનો બચાવ કરતા આક્ષેપોને "કાદવ ઉછાળવા" સમાન ગણાવ્યા હતા.[૫૨] 2 જૂલાઇ, 2007 અને સોમવારના રોજ પોતાનું લાંબુ મૌન તોડતા પ્રતિભા પાટિલે પોતાની વિરૂદ્ધના આરોપોને "ખોટા, દ્વેષપૂર્વકના અને પાયા વિના"ના ગણાવ્યા.[૫૩]

ખૂનના આરોપી તેમના ભાઈને રક્ષણ આપવાના આક્ષેપોફેરફાર કરો

22 જૂન, 2007ના રોજ, જલગાવ કોલેજમાં મરાઠીના અધ્યાપક, અને ખૂન થયું હતું તેવા જલગાવના કોંગ્રેસ પક્ષના વિશ્રામ જી. પાટિલની વિધવા, રજની પાટિલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પ્રતિભા પાટિલના ભાઈ જી.એન. પાટિલે તેમના પતિનું ખૂન કર્યું હતું. તેણીએ પ્રતિભા પાટિલ વિરૂદ્ધ તેમના ભાઈને રક્ષણ આપવાનો આરોપ મુક્યો હતો. તેણીએ વધુમાં જણાવ્યું હતું કે તેણીએ આ આરોપોની વિગતો સાથે સોનિયા ગાંધી અને રાષ્ટ્રપતિ ડો એ.પી.જે. અબ્દુલ કલામને પત્ર લખ્યો હતો. આ મુદ્દે રાષ્ટ્રપતિને લખવામાં આવેલા અનૌપચારિક પત્રના નકલો વિરોધ પક્ષના નેતા એલ.કે. અડવાણીના નજીકના વ્યક્તિ સુધીન્દ્ર કુલકર્ણીએ પ્રેસમાં વહેંચણી કરી હતી.[૫૪][૫૫]


13 જૂલાઇ, 2007ના રોજ રજની પાટિલ બોમ્બે હાઇ કોર્ટમાં એવી માગ કરી હતી કે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પહેલા યુપીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રતિભા પાટિલ તથા તેમના ભાઈ વિરૂદ્ધ સીબીઆઇ દ્વારા "તપાસ" કરવામાં આવે. રજની પાટિલની અરજીના એવું જણાવવામાં આવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠ દ્વારા જેને કેસની તપાસ કરવાનો આદેશ અપાયો હતો તેવી સીબીઆઇએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીની તારીખ, 19 જૂલાઇ પહેલા પ્રતિભાની પૂછપરછ કરવી જોઇએ, નહીં તો તેઓ જો ચૂંટણી જીતી જશે તો તેઓ "પ્રેસિડન્શીયલ ઇમ્યુનિટી" બની જશે.[૫૬] વકીલ મહેશ જેઠમલાણીએ જણાવ્યું હતું કે બે સીડીઓ શોધી કાઢવામાં આવી છે જેમાં પાટિલના ભાઈ વિરૂદ્ધ દોષપાત્ર સામગ્રી છે. આ સીડીઓ જલગાવના કોંગ્રેસના જિલ્લના વડા બનવા માટેની ચૂંટણીઓની ફૂટેજ ધરાવે છે. જેઠમલણીએ એવું કહેતા બંને સીડીઓને રેકોર્ડ પર મુકવાની ઓફર આપી કે "તે મોત પાછળની રાજકીય કડીઓ દર્શાવતી મહત્ત્વની માહિતીઓ ધરાવે છે." [૧]

પ્રતિભા વિમેન કોઓપરેટીવ બેન્કફેરફાર કરો

મહિલાઓના સશક્તિકરણ માટે વર્ષ 1973માં પોતાના નામે પ્રતિભા પાટિલ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રતિભા મહિલા સહકારી બેન્કનો પરવાનો નાણાકીય અનિયમિતતાઓના કારણોસર ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા રદ કરવામાં આવ્યું હતું. પરવાનો રદ કરવાના આરબીઆઇએ દર્શાવેલા કારણોમાં બેન્કની નાદારી લોનની નીતિ અને પ્રતિભા પાટિલ સહિતના સંબંધીઓ સહિતના અન્ય લોકોને લોનના વ્યાજમાં આપવામાં આવેલી મુક્તિનો સમાવેશ થતો હતો.[૫૭] પ્રતિભા પાટિલ આ બેન્કના અધ્યક્ષ હતા અને તેમના સંખ્યાબંધ સંબંધીઓની સાથે તેના ડિરેક્ટર હતા. તેઓ બેન્કના મેનેજિંગ ડિરેક્ટરો દ્વારા બેન્કના અયોગ્ય સંચાલન અને ભંડોળમાં ગોટાળાને કારણે બોમ્બે હાઇ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠમાં હાલમાં ચાલી રહેલા કેસમાં 34માના એક ઉત્તરદાતા છે.[૫૮][૫૯]


તેના બચાવમાં, તેમના સમર્થકોએ જણાવ્યું કે તેઓ બેન્કના સ્થાપક અધ્યક્ષ[૬૦] નથી અને તેઓ અધ્યક્ષા તરીકે ફક્ત એક મહિનો અને આઠ દિવસ સુધી જ રહ્યા હતા.[૬૧] તેમણે એમ પણ જણાવ્યું કે આરબીઆઇએ ક્યારેય અહેવાલમાં પાટિલના નામનો ઉલ્લેખ કર્યો નથી,[૬૦] અને કોર્ટે તેમને ચાર્જ-શીટ પણ આપી નથી.[૬૨] સામ્યવાદી નેતા એ.બી. બર્ધને બેન્કના સત્તાવાર કર્મચારી મંડળની વિશ્વસનિયતા સામે પ્રશ્નાર્થ કર્યો હતો, જેઓ 2002થી બેન્કના અયોગ્ય સંચાલનના મુદ્દા સામે પ્રકાશ પાડતું હતું. તેમણે વાસ્તવિકતા દર્શાવતા જણાવ્યું હતું કે તે બીજેપી દ્વારા ચલાવવામાં આવતા બીએમએસ સાથે સંકળાયેલું છે.[૬૨]

સંત મુક્તાબાઇ કોઓપરેટીવ સુગર ફેક્ટરીફેરફાર કરો

પ્રતિભા પાટિલ જેના સ્થાપક સભ્ય હતા તે સહકારી ખાંડની ફેક્ટરી - સંત મુક્તાબાઇ સહકારી સાકર કારખાના દવાઓની હેરફેરની પ્રવૃત્તિ કરતી હોવાનું જાણમાં આવ્યું હતું, તેમજ બેન્ક લોનના રૂ. 17.5 કરોડ ચૂકવવામાં નિષ્ફળતા બદલ નાદાર જાહેર કરવામાં આવી હતી.[૬૩] પ્રતિભા પાટિલ જ્યાં સુધી રાજસ્થાનના ગવર્નર બન્યા સુધી તેઓ તેના અધ્યક્ષા અને ડિરેક્ટર હતા.[૬૪] પ્રતિભા 1994માં જ્યારે તેના અધ્યક્ષા હતા ત્યારે આ લોન લેવામાં આવી હતી, પરંતુ ફેક્ટરી પૂર્ણ રકમ ભરવામાં નિષ્ફળ નિવડી હતી. બેન્કે ઉઘરાણી માટે ઘણા કાગળ મોકલાવ્યા બાદ 23 જાન્યુઆરી, 2007ના રોજ ફેક્ટરી સીલ કરી દીધી હતી. મિલને સીલ કરવામાં આવી હોય તેવો આ બીજો બનાવ હતો. શરૂઆતમાં, તે જાન્યુઆરી 2006માં સીલ કરવામાં આવી હતી, પરંતુ પ્રતિભા પાટિલના નાના ભાઈ જી.એન. પાટિલની અધ્યક્ષતા હેઠળના બોર્ડ ઓફ ડિરેક્ટરોએ મિલની કામગીરીમાં સુધારો કરવાની તક આપવાની વિનંતી કરતા તે ફરી શરૂ થઇ હતી.[૬૫]


2002માં પૂનાના સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમ્સના વડા કમિશનરે નિકાસ માટેની ખાંડને ફેક્ટરી દ્વારા સ્થાનિક બજારમાં આપાઇ હોવાના કારણે એક્સાઇઝ ડ્યૂટીને અવગણવા બદલ નોટિસ ફટકારી હતી. આ આરોપોને "દ્વેષપૂર્ણ ઝુંબેશ" ગણાવતા, કેન્દ્રીય કૃષિ પ્રધાન શરદ પવારે પ્રતિભાનું સમર્થન કર્યું હતું અને જણાવ્યું હતું કે પાટિલ વિરૂદ્ધ મહારાષ્ટ્ર કોઓપરેટીવ સોસાઇટીઝ એક્ટ હેઠળ ક્યારેય કોઇ તપાસ થઇ નથી. તેમણે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2006માં 74 મિલોને નોટિસ પાઠવવામાં આવી હતી, અને "માધ્યમોમાં ફક્ત એક ચોક્કસ કેસને ચગાવવામાં આવ્યો છે તે બાબત દુર્ભાગ્યપૂર્ણ છે". પવારે જણાવ્યું કે લાંબા દુકાળને કારણે શેરડીના ઉત્પાદન પર અસર થતા આ મિલો માંદી પડી અને આથી મોટા ભાગની મિલો લોન પરત ચૂકવવામાં નિષ્ફળ નિવડી હતી.[૬૬] ઉપરાંત 2007માં, એક સ્વતંત્ર વકીલ, મનોહર લાલા શર્માએ એવો આરોપ મુકતા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી કે શ્રીમતિ પ્રતિભા પાટિલ સંત મુક્તાબાઇ સુગર ફેક્ટરી સંબંધિત બેજવાબદાર નાદાર છે અને આથી તેમને રાષ્ટ્રપતિના કાર્યાલયમાં રહેવાથી દૂર કરવા જોઇએ.[૬૭]

શ્રમ સાધના ટ્રસ્ટફેરફાર કરો

એમપીએલએડીએસ (MPLADS)ફેરફાર કરો

પ્રતિભા પાટિલે 1991 અને 1996 દરમિયાન અમરાવતી તરફથી સંસદ સભ્ય તરીકે એમપીએલએડીએસ (MPLADS)માંથી રૂ. 36 લાખની રકમ તેમના પતિ દેવીસિંઘ શેખાવત દ્વારા સંચાલિત એક ટ્રસ્ટમાં તબદીલ કરી હતી. આ સરકારના કાયદાનાનું ઉલ્લંઘન હતું, જે સાંસદોને તેમના સંબંધીઓ દ્વારા ચલાવવામાં આવતા ટ્રસ્ટમાં ભંડોળ તબદીલ કરતા રોકે છે.[૬૮][૬૯]

વંધ્યત્વ અંગેના મતફેરફાર કરો

10 ડિસેમ્બર, 1975ના રોજ, જ્યારે તેઓ મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન હતા ત્યારે પ્રતિભા પાટિલે મહારાષ્ટ્ર વિધાન સભા વારસાગત રોગો ધરાવતા લોકોને ફરજિયાતપણે વંધ્ય બનાવવા જોઇએ.[૭૦]

પડદા અંગે ટીકાફેરફાર કરો

17 જૂન, 2007ના રોજ, પ્રતિભા પાટિલે ઉદયપુરમાં રાજપુત લોકોના સમુદાયને સંબોધતા પડદા પદ્ધતિની ટીકા કરી હતી:[૭૧]

Women have always been respected in the Indian culture. The purdah system was introduced to protect them from the Muslim invaders. However, times have changed. India is now independent and hence, the systems should also change. Now that women are progressing in every field, we should morally support and encourage them by leaving such practices behind.[૭૨]

દૈવી સંકેતફેરફાર કરો

પાટિલે એવો દાવો કર્યો હતો કે તેમણે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે મૃત્યુ પામેલા નેતા (બાબા લેખરાજ[૭૩])ની આત્મા સાથે વાત કરી હતી.[૭૩]

"દાદાજી કે શરીરમેં બાબા આયે ... મૈને ઉનસે બાત કી (બાબાએ દેવીના શરીરમાં પ્રવેશ કર્યો અને તેમના દ્વારા તેમણે મારી સાથે વાત કરી)," તેમ ટીવી કેમેરા સામે જણાવ્યું હતું.[૭૪] પત્રકારોએ તેમના માર્ગમાં આવેલી મોટી જવાબદારીના "દૈવી સંકેત" તરીકે અહેવાલ આપવાનું ચાલુ કર્યું.[૭૫]

નિભાવેલા પદફેરફાર કરો

સમયગાળો પદ
1967-72 નાયબ પ્રધાન,N.H.E.A.,એસસીએવી, જાહેર આરોગ્ય, દારૂબંધી, પ્રવાસ, હાઉસિંગ અને સંસદીય બાબતો, મહારાષ્ટ્ર સરકાર
1972-74 કેબિનેટ પ્રધાન, સમાજ કલ્યાણ, મહારાષ્ટ્ર સરકાર
1974-75 કેબિનેટ પ્રધાન, જાહેર આરોગ્ય અને સમાજ કલ્યાણ, મહારાષ્ટ્ર સરકાર
1975-76 કેબિનેટ પ્રધાન, દારૂબંધી, પુનર્વસન અને સાંસ્કૃતિક બાબતો, મહારાષ્ટ્ર સરકાર
1977-78 કેબિનેટ પ્રધાન, શિક્ષણ, મહારાષ્ટ્ર સરકાર
જૂલાઇ 1979 થી ફેબ્રુઆરી 1980 વિરોધ પક્ષના નેતા, સીડીપી (આઇ), મહારાષ્ટ્ર વિધાન સભા
1982-85 કેબિનેટ પ્રધાન, શહેરી વિકાસ અને હાઉસિંગ, મહારાષ્ટ્ર સરકાર
1983-85 કેબિનેટ પ્રધાન, નાગરિક પુરવઠો અને સમાજ કલ્યાણ, મહારાષ્ટ્ર સરકાર
18 નવેમ્બર, 1986 થી 5 નવેમ્બર, 1988 ડેપ્યુટી ચેરમેન, રાજ્ય સભા
1986-88 અધ્યક્ષ, હકોની સમિતી, રાજ્ય સભા; સભ્ય, ઔદ્યોગિક સલાહકાર સમિતી, રાજ્ય સભા
1991-96 અધ્યક્ષ, હાઉસ કમિટી, લોક સભા
8 નવેમ્બર, 2004-જૂન 2007 રાજસ્થાનના ગવર્નર
25 જૂલાઇ, 2007 - ૨૫ જૂલાઈ ૨૦૧૨ ભારતના રાષ્ટ્રપતિ

વધુ જુઓફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

 1. Bibhudatta Pradhan (2007-07-19). "Patil Poised to Become India's First Female President". Bloomberg.com. 2007-07-20 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 2. Anita Joshua (2007-07-20). "High turnout in Presidential poll". The Hindu. 2007-07-20 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 3. "Voting for Presidential poll ends". NDTV. 2007-07-19. 2007-07-20 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 4. Biographical Sketch Member of Parliament X Lok Sabha
 5. Tare, Kiran (2007-06-15). "From college "queen" hahaha to future President". Mid-Day, Mumbai. 2007-06-15 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 6. "Biography of Mrs Pratibha Patil". indiastudychannel.com. 2007-06-16 મેળવેલ. Check date values in: |accessdate= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 7. ૭.૦ ૭.૧ પ્રતિભા પાટિલનો રેઝ્યૂમે. ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા 29 જુલાઈ, 2007
 8. Ravish Tiwari / Mahesh Mhatre (2007-06-15). "Pratibha's CV says it all: She backed Indira 'n was backed by Rajiv". Indian Express. 2007-06-15 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 9. ૯.૦ ૯.૧ Rediff.com (2007-06-14). "Profile: UPA President nominee Pratibha Patil". Tabrez Khan in Mumbai. 2007-06-15 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 10. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 19મી જૂલાઇ, 2007
 11. મિડ ડે - મુંબઇ ન્યૂઝ, મુંબઇ સિટી ન્યૂઝ: શેર એન્ડ ગેટ ઇન્વોલ્વ્ડ વીથ ન્યૂઝ ફ્રોમ મુંબઇ એઝ ઇટ હેપ્પન્સ
 12. "Rajasthan gets its first woman Governor". The Hindu. 2004-11-29. 2007-06-15 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 13. સરકારે ધાર્મિક વિધેયકને પસાર ન કરવાની વિનંતી કરી, ધી હિન્દુ, 2006-04-14
 14. ૧૪.૦ ૧૪.૧ રાજસ્થાનનું ધર્માંતરણ વિરોધી વિધેયક ગવર્નરને પાછું મોકલાયું
 15. સસ્પેન્સ ઓવર ધી ફેટ ઓફ રિલીજીયસ ફ્રિડમ બિલ, ઘી હિન્દુ, 2006-06-20.
 16. પ્રતિભા ગીવ્ઝ રિલીજીયસ બિલ ટુ પ્રેસિડેન્ટ, નાગાલેન્ડ પોસ્ટ , 2007-06-20, 2007-07-09ના રોજ પ્રવેશ
 17. "મેચ ઓવર, નાઉ: લેફ્ટ રિજેક્ટ્સ સેકન્ડ ટર્મ ફોર કલામ", સેન્ટ્રલ ક્રોનીકલ , 21 જૂન, 2007.
 18. પ્રેઝ પોલ્સ: સોનિયા એનાઉન્સીસ પ્રતિભા પાટીલ્સ નેમ, એનડીટીવી
 19. ૧૯.૦ ૧૯.૧ ડીએનએ - ઇન્ડિયા - આઇ વીલ નોટ બી એ રબર સ્ટેમ્પ પ્રેસિડેન્ટ: પ્રતિભા પાટિલ - ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ
 20. આઇ એમ ગ્રેટફૂલ ટુ સોનિયા: પ્રતિભા પાટિલ
 21. ધી હિન્દુ ન્યૂઝ અપડેટ સર્વિસ
 22. ધી હિન્દુ : ફ્રન્ટ પેજ : શિવ સેના બેક્સ પ્રતિભા પાટિલ
 23. એ.પી.જે. અબ્દુલ કલામ - ધી પ્રેસિડેન્ટ ઓફ ધી માસિસ http://living.oneindia.in/celebrity/other-celebrities/kalam-indian-president.html
 24. વ્હાય એ પ્રિસેડન્ટ વીથ ક્રિમીનલ એન્ટેસીડેન્ટ્સ? http://newstodaynet.com/2007sud/jun07/290607.htm
 25. નોટ માય પ્રેસિડેન્ટ, 27 જૂન, 2007 http://www.ipatrix.com/pratibha-patil-not-my-president/
 26. મોર ઓન ધી જલગાવ કેસ એન્ડ પ્રતિભા પાટિલ, 14 ઓક્ટોબર, 2008 http://offstumped.nationalinterest.in/2008/10/14/more-on-the-jalgaon-case-and-pratibha-patil/
 27. પ્રતિભા પાટિલની પ્રોફાઇલ http://www.nilacharal.com/enter/celeb/PratibhaPatil.asp
 28. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ઇન્સલ્ટ્સ ધી નેશનલ ફ્લેગ, 18 એપ્રિલ, 2008 http://nitinalabur.blogspot.com/2008/04/president-of-india-insults-indian-flag.html
 29. પ્રતિભા પાટિલ ઇન ગોડમેન કોન્ટ્રોવર્સી, NDTV.com, 26 જૂન, 2007 http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20070016795
 30. પ્રતિભા પાટિલ ઓન સ્પીકીંગ ટુ ઘોસ્ટ http://in.youtube.com/watch?v=YlbHh404-Xg
 31. પ્રતિભા પાટિલ ઓન સ્પીકીંગ ટુ ઘોસ્ટ http://in.youtube.com/watch?v=YlbHh404-Xg
 32. ટ્રીઝ ફેલ્ડ ફોર પ્રેસિડેન્શીયલ વિઝીટ, માય ઇન્ડિયા રિપોર્ટ, 26 ડિસેમ્બર, 2007 http://www.myindiareport.in/2007/12/26/trees-felled-for-presidential-visit/#more-351
 33. આઇ વોન્ટ બી એ રબર સ્ટેમ્પ પ્રેસિડેન્ટ: પ્રતિભા પાટિલ, NDTV. Com, 16 જૂન, 2007 http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20070015681
 34. આઇ એમ નો રબર સ્ટેમ્પ: પાટિલ, IBN Live, 16 જૂન, 2007 http://ibnlive.in.com/news/i-am-no-rubber-stamp-patil/43042-3.html?from=search-relatedstories
 35. પ્રતિભા પાટિલ - રોંગ કેન્ડીડેટ ફોર રોંગ રીઝન, મ્યુટિની, 23 જૂન, 2007 http://mutiny.in/2007/06/23/pratibha-patil-wrong-candidate-for-wrong-reasons/
 36. સેલીબ્રેટિંગ પ્રતિભા પાટિલ, 19 જૂલાઇ, 2007, India Uncut http://www.indiauncut.com/iublog/article/celebrating-pratibha-patil/
 37. Jerath, Arati R (2007-07-04). "Pratibha Patil fails to impress Arun Shourie". DNA. 2007-07-21 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 38. Benedict, Kay and Sanjay Singh (2007-07-10). "War against Patil becomes public". DNA. 2007-07-21 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 39. Sanjay Singh (2007-07-02). "NDA's legal ploy fails, aims moral fire at Pratibha". DNA. 2007-07-21 મેળવેલ. Check date values in: |accessdate= and |date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
 40. ધી હિન્દુ ન્યૂઝ અપડેટ સર્વિસ
 41. પાટિલ ફેસીસ લિગલ હર્ડલ્સ બિફોર પ્રેસિડેન્શીયલ ઇલેક્શન (NIGHT LEAD) | ન્યૂઝ પોસ્ટ ઇન્ડિયા
 42. અનધર પીઆઇએલ ફાઇલ્ડ અગેઇન્સ્ટ પ્રતિભા ધી હિન્દુ - 13મી, જૂલાઇ 2007
 43. એસસી રિજેક્ટ્સ એન્ટી-પ્રતિભા પીઆઇએલ; યુપીએ-લેફ્ટ નાઉ રેરીંગ ટુ ગો ધી ફાઇનાન્સિયલ એક્સપ્રેસ - 04 જૂલાઇ, 2007
 44. ૪૪.૦ ૪૪.૧ સુપ્રીમ કોર્ટ ડીસમીસીસ પીઆઇએલ અગેઇન્સ્ટ પ્રતિભા પાટિલ સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "rediffpil" defined multiple times with different content
 45. Election Commission quote
 46. અન્ય પીઆઇએલ
 47. પિટીશન્સ બિફોર એસસી એન્ડ એચસી અગેઇન્સ્ટ પ્રતિભા પાટિલ. ધી હિન્દુ
 48. ધી રનઅવે પ્રેસિડેન્શીયલ કેમ્પેઇન ધી હિન્દુ - 14 જૂલાઇ, 2007
 49. આરએસએસ, બીજેપી ડેસ્પરેટ: સીપીઆઇ (એમ) ધી હિન્દુ - 25 જૂન, 2007
 50. એનસીપી બ્લાસ્ટ્સ બીજેપી ફોર એન્ટી-પ્રતિભા કેમ્પેઇન ન્યૂ કેરેલા. 28 જૂન, 2007
 51. યુપીએ ક્રિટીસાઇઝીસ બીજેપી-આરએસએસ કેમ્પેઇન અગેઇન્સ્ટ પ્રતિભા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા - 28 જૂન, 2007
 52. મક રિફ્યુસીઝ ટુ મુવ ફ્રોમ પ્રતિભા પાથ-ઇન્ડિયા-ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
 53. પાટિલ: ચાર્જીસ ફોલ્સ, બેઝલેસ-ઇન્ડિયા-ધી ટાઇમ્સ ઓફ ઇન્ડિયા
 54. કોંગમેન્સ વાઇફ ડ્રેગ્સ પ્રતિભા નેમ ઇન્ટુ એલિગેશન, એનડીએ ડિસ્ટન્સીસ ઇટસેલ્ફ
 55. વુમન ક્લેઇમ્સ હસબન્ડ કિલ્ડ બાય પ્રતિભા પાટિલ્સ બ્રધર ટાઇમ્સ ઓફ ઇન્ડિયા- 22 જૂન, 2007
 56. ધી હિન્દુસ્તાન ટાઇમ્સ
 57. અરૂણ શૌરી. લિફ્ટીંગ ધી વીલ ઓવર પ્રતિભા પાટિલ
 58. પ્રતિભા પાટિલ ઇન ધી લાઇન ઓફ ફાયર NDTV - 25 જૂન, 2007
 59. પ્રતિભા બેન્ક વેઇવ્ડ લોન્સ ફોર કિન બિફોર આરબીઆઇ શટ ઇટ ડાઉન
 60. ૬૦.૦ ૬૦.૧ કોંગ્રેસ રિબટ્સ બીજેપી ચાર્જીસ ઓન પ્રતિભા પાટિલ ડેઇલીઇન્ડિયા - 29 જૂન, 2007 સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "bnkdefence" defined multiple times with different content
 61. શુડ પ્રતિભા પાટિલ બી પ્રેસિડેન્ટ?હિન્દુસ્તાન ટાઇમ્સ - 07 જૂલાઇ, 2007
 62. ૬૨.૦ ૬૨.૧ CNN - IBN Interview CNN - IBN - July 01, 2007 સંદર્ભ ત્રુટિ: Invalid <ref> tag; name "karanthapar" defined multiple times with different content
 63. રિટર્ન રૂ 17 કરોડ લોન, બેન્ક ટેલ્સ પ્રતિભાસ ફેમિલી CNN-IBN - 22 જૂન, 2007
 64. Pawar defenhd ass ds Pratibha - The Hindu - June 2jenndjme d nfm vmd fdmks dkld rkme tmxosm 3m vlls ne fme d dmmv,,s e nvm4, 2007
 65. યુપીએ નોમિનીઝ કો-ઓપ ફર્મ લોન ડિફોલ્ટર, ગેટ્સ નોટિસ ધી પાયોનિયર - 23 જૂન, 2007
 66. એલિગેશન્સ અગેઇન્સ્ટ પ્રતિભા પાટિલ અનફોર્ચ્યુનેટ: યુપીએ - ધી હિન્દુ - 23 જૂન, 2007
 67. સ્પેશિયલ સ્ટોરી
 68. IndianExpress.com :: ફોર ફેમિલી અગેઇન: પાટિલ્સ એમપી ફન્ડ્ઝ ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઓન લેન્ડ લિઝ્ડ ટુ હસબન્ડ સોસાયટી
 69. ડીએનએ - મુંબઇ - નાઉ, એ લેન્ડ ગ્રેબ હોન્ટ્સ પાટિલ - ડેઇલી ન્યૂઝ એન્ડ એનાલિસીસ
 70. શુડ પ્રતિભા પાટિલ બી પ્રેસિડેન્ટ?
 71. પ્રતિભા પાટિલ અનવિલ્સ એ કોન્ટ્રોવર્સી યાહૂ ન્યૂઝ - 18 જૂન, 2007
 72. Fury as presidential hopeful urges women to throw off 'veil of invader'.
 73. ૭૩.૦ ૭૩.૧ આઇબીએન લાઇવ, રેસ ફોર રેઇસેના: શેખાવત વિ. પાટિલ - પ્રતિભા પાટિલ સ્પીકીંગ ટુ એ ઘોસ્ટ (વિડીઓ)
 74. ખલીજટાઇમ્સ, 28મી જૂન, 2007, પાટિલ કિક અપ અનધર રો
 75. ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, 27 જૂન, 2007, પ્રતિભા બિલીવ્ઝ ઇન સ્પિરીટ્સ?

બાહ્ય કડીઓફેરફાર કરો

Unrecognised parameter
Preceded by
Unknown
Member for Maharashtra
1985 – 1990
Succeeded by
Unknown
Unrecognised parameter
Preceded by
Sudam Deshmukh
Member for Amravati
1991 – 1996
Succeeded by
Anant Gudhe
Political offices
Preceded by
Madan Lal Khurana
Governor of Rajasthan
2004 – 2007
Succeeded by
Akhlaqur Rahman Kidwai
Preceded by
Avul Pakir Jainulabdeen Abdul Kalam
President of India
2007 – present
Incumbent
વ્યક્તિગત માહિતી
નામ
અન્ય નામો
ટુંકમાં વર્ણન
જન્મ
જન્મ સ્થળ
મૃત્યુ
મૃત્યુ સ્થળ