ઐશ્વર્યા મજુમદાર (જન્મ 5 ઓક્ટોબર 1993) એક ભારતીય ગાયિકા છે. તેણીએ 2007-2008ના મ્યુઝિકલ રિયાલિટી શો સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા - છોટે ઉસ્તાદમાં 15 વર્ષની ઉંમરે જીત મેળવીને લોકપ્રિયતા મેળવી હતી. સમગ્ર શોમાં જજ દ્વારા તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, જેમાં તેણીએ અન્વેષા દત્તા ગુપ્તા સાથેની સ્પર્ધા જીતી હતી. તેણીએ હિમેશ રેશમીયાની ટીમ ‘હિમેશ વોરિયર્સ’માં મ્યુઝિક કા મહા મુકાબલામાં પણ ભાગ લીધો હતો. તેણે ગુજરાતી અને હિન્દી ફિલ્મો માટે અનેક ગીતો ગાયા છે. તેણી અંતાક્ષરી - ધ ગ્રેટ ચેલેન્જમાં પણ જોવા મળી હતી.

ઐશ્વર્યા મજમુદાર
જન્મ (1993-10-05) 5 October 1993 (ઉંમર 31)[]
મૂળઅમદાવાદ,ગુજરાત,ભારત
શૈલીબોલીવુડ , [ભારતીય શાસ્ત્રીય સંગીત]]
વ્યવસાયોગાયિકા
સક્રિય વર્ષો૨૦૦૮થી સંકળાયેલ
વેબસાઇટhttp://www.aishwaryamajmudar.com/

ઐશ્વર્યાના માતાપિતા બંને ગાયકો છે અને તેણીએ ૩ વર્ષની ઉંમરે શ્રીમતી મોનિકા શાહ પાસેથી ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ શરૂ કરી હતી. તેણીએ પુરુષોત્તમ ઉપાધ્યાય અને અનિકેત ખંડેકર પાસેથી સૂરનો પાઠ લીધો. તેણીએ સાત વર્ષની ઉંમરે સા રે ગા મા પા માં ભાગ લીધો હતો. છોટે ઉસ્તાદ સ્પર્ધામાં પ્રવેશતા પહેલા, તેણીને ગુજરાતી સંગીત દ્વારા તેમની પ્રતિભા માટે માન્યતા આપવામાં આવી હતી. ઐશ્વર્યા એ 11 વર્ષની ઉંમરે નાગપુર ખાતે પહેલી સોલો કોન્સર્ટ પહોંચાડી, અને ભારત અને વિદેશમાં અનેક સોલો કોન્સર્ટ કર્યા. તેણીને ઇન્ડિયન આઇડોલ સીઝન 5 માટે પસંદ કરવામાં આવી હતી, પરંતુ જજો દ્વારા તેને દૂર કરવામાં આવી હતી.

રેકોર્ડિંગ્સ

ફેરફાર કરો

ગૌરાંગ વ્યાસના સંગીત નિર્દેશનમાં, ઐશ્વર્યા એ પોતાનો પહેલો સોલો આલ્બમ તથા ગુજરાતી ભક્તિ ગીતો રેકોર્ડ કર્યા. ફેબ્રુઆરી ૨૦૦૩માં ઐશ્વર્યા એ ગુજરાતી ફિલ્મ ઘર મારૂ મંદિર માટે તેનું પ્રથમ પ્લેબેક ગીત રેકોર્ડ કર્યું હતું. આ ઉપરાંત તેણીએ અન્ય આલ્બમ્સ જેવા કે સાત સૂરોના સરનામ, પાલવ, સ્વરાભિષેક, વિદેશિની, નિરાલો મુકામ, ઐશ્વર્યાની નર્સરી માટેની કવિતા, સપના સાથે ઐશ્વર્યા અને અલ્લક મલ્લક શામેલ છે. તેણીએ ૨૦૦૮માં હિન્દી ટીવી સિરિયલ "દિલ મીલ ગયે" માટે થીમ ગીત "આસ્માની રંગ હું" રેકોર્ડ કર્યું હતું. તેણીનું પહેલું બોલીવુડ પ્લેબેક ગીત "હરિ પુત્તર -એક ડ્યુદ" જુલાઈ, ૨૦૧૧ માં હરિ પુત્તર: કોમેડી ઓફ ટેરિયર્સ ફિલ્મમાં રિલીઝ થયું હતું. તેણીએ ચાર હિન્દી ફિલ્મોમાં પોતાનો અવાજ આપેલ અને 2012 માં કન્નડ મૂવી ક્રેઝી લોકા માટે "એલે ઇલેજે"નું રેકોર્ડિંગ પણ કરેલું. 2015 માં, તેણીએ ફ્રોઝન (2013), ફ્રોઝન ફીવર (2015) અને 2017 માં ઓલાફની ફ્રોઝન એડવેન્ચર (2017) ફિલ્મના હિન્દી ડબિંગમાં અન્નાના પાત્ર તરીકે પોતાનો અવાજ આપ્યો હતો અને તેણીએ આ ફિલ્મોમાં અવાજ ઉપરાંત ગાયન પણ કર્યું હતું.

એન્કરિંગ

ફેરફાર કરો

ઐશ્વર્યા એ નચ બલીયેની ચોથી સીઝનમાં બે અઠવાડિયા માટે, મમી કે સુપર સ્ટાર્સ - સ્ટાર ટીવી, NDTV-Imagine- પર ખાસ હમ યંગ હિન્દુસ્તાની, લિટલ સ્ટાર એવોર્ડ 2008, અને હાર્મોની સિલ્વર એવોર્ડ્સ 2008 માટે એન્કરિંગ કરેલું છે.

યુ ટ્યુબ

ફેરફાર કરો

2012 માં, ઐશ્વર્યાએ તેની યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેમાં હાલ 4,70,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 55 મિલિયનથી વધુ વ્યૂઝ છે.

ઐશ્વર્યાને 5 એપ્રિલ, 2008 ના રોજ અમુલ સ્ટાર વોઇસ ઓફ ઈન્ડિયા સ્પર્ધામાં અમિતાભ બચ્ચનના વરદ હસ્તે "છોટે ઉસ્તાદ" એવોર્ડ મળ્યો હતો. 2006 માં તેણીને "શાહુ મોદક એવોર્ડ", 2008 માં "પાવર -100" અને 2009 માં "સંગીત રત્ન" પણ એનાયત કરાયો હતો. "આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ડે" પર તેમની સિધ્ધિઓ બદલ ગુજરાતના ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. 2008 માં ભારતીય ફેડરેશન ઓફ એસોસિએશન દ્વારા પણ તેણીની પ્રશંસા કરવામાં આવી હતી. ઐશ્વર્યાને ન્યૂયોર્કના ભારતીય સમુદાયે અમેરિકન રાષ્ટ્રગીત ગાવવા માટે આમંત્રણ આપ્યું હતું, ત્યારબાદ ઐશ્વર્યાએ 19મી ઓગસ્ટ, 2009 ના રોજ ભારત પરેડ દિવસ માટે ભારતીય રાષ્ટ્રગીત ગાયું હતું. કન્નડ કદરી એવોર્ડ્સ- 2011 મેંગ્લોરમાં ઉત્કૃષ્ટ યુવા પ્રતિભા બદલ તેણીને સન્માનિત કરાઇ હતી. તેણીને ટેડ ટોક આપવા માટે ગુજરાતની સૌથી પ્રાચીન અને ખૂબ જ પ્રતિષ્ઠિત ઇજનેરી સંસ્થા લાલભાઇ દલપતભાઇ કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે આમંત્રણ અપાયું હતું જે કાર્યક્રમ 15 એપ્રિલ 2018 ના રોજ યોજાયો હતો.

ડિસ્કોગ્રાફી

ફેરફાર કરો
Year Songs Movie Music Director Co-singer(s) Language
2008
હરિ પુત્તર ઈઝ અ ડ્યુડ
હરિ પુત્તર: કોમેડી ઓફ ટેરરર્સ A Comedy of Terrors આદેશ શ્રીવાસ્તવ , ગુરુ શર્મા સમીર હિન્દી
2012 એલે એલેગે ક્રેજી લોકા મણિકાંત કાદરી સોલો કન્નડ
ડોન્ટ વરી મણિકાંત કાદરી, હેમંથ
એલે એલેગે રાજેશ કૃષ્ણન Rajesh Krishnan
ઊસરાવલ્લી શિવા ગુરુકીરન વિજય પ્રકાશ
આ સફર કેવી રીતે જઈશ મેહુલ સુરતી પાર્થિવ ગોહિલ ગુજરાતી
ભીની ભીની કેવી રીતે જઈશ મેહુલ સુરતી સોલો
2014 મેં મુશતાંદા કાંચી : ધી અનબ્રેકેબલ સુભાષ ઘાઈ મીકા સિંહ હિન્દી
કંબલ કે નીચે ઈસ્માઈલ દરબાર નીતિ મોહન , અમાન ત્રિખા , સંચિતા
અરજીયા જીગરીયા અગ્નેલ ફૈઝાન, રાજ પ્રકાશ વિક્રાંત ભારતીય
ફુર ફુર Phurr મંજીરા ગાંગુલી, અગ્નેલ રોમન
2015 લાગી રે લગન Bas Ek Chance પ્રણવ નિખિલ શૈલેશ જાવેદ અલી ગુજરાતી
આઈ એમ ઇન લવ સુબ્રમણ્યમ ફોર સેલ મિકી જે મેયર આદિત્ય તેલુગુ
તેરે બિન નહીં લાગે

(ફીમેલ)

એક પહેલી લીલા ઊઝાઈર જસવાલ

(Recreated by અમાલ મલ્લિક )
તુલસી કુમાર , આલમ khan હિન્દી
આજ ઉન્સે કહના હૈ પ્રેમ રતન ધન પાયો હિમેશ રેશમિયા પલક મુછાલ, શાન
2016 ઈશ્ક રંગ રોમાન્સ કોમ્પ્લિકેટેડ જતિન પ્રતિક સોનુ નિગમ ગુજરાતી
ઠુમકો દિલ્લી નો જાવેદ અલી
મનગમતું દાવ થઈ ગયો યાર પાર્થ ભારત ઠક્કર અરમાન મલિક
ખ્વાહિશ ફોડી લઈશું યાર મનીષ ભાનુશાળી પાર્થિવ ગોહિલ
તારે આજે મરવાનું છે જે પણ કહીશ એ સાચુંજ કહીશ મેહુલ સુરતી સોલો
2017 વ્હાલમ આવો ને (ફીમેલ ) લવ ની ભવાઇ સચિન- જિગર સોલો
2018 ઓઢણી ગુજ્જુભાઇ- મોસ્ટ વોન્ટેડ ડૌજીક, અદ્વૈત નેમ્લેકર વિકાસ અંબોરે
સાથી સત્તી પર સત્તો અંબિકા પ્રતીક સોલો
પ્રથમ શ્રી ગણેશ શરતો લાગુ પાર્થ ભરત ઠક્કર સિદ્ધાર્થ અમિત ભાવસાર
2019 અસ્વાર હેલ્લારો મેહુલ સુરતી મૂરાલાલા મારવાડા

વિડિઓગ્રાફી

ફેરફાર કરો
Year Songs Album Co-Singer Mashups Language
2012 આઈ એમ ગોન્ના શાઇન સોલો - હિન્દી
2015 પહલે કભી દેખી ના જુગલબંધી Pankaj Kumar હિન્દી
2016 પરવરદિગાર સોલો - હિન્દી
2016 થારે જૈસા ના કોઈ સોલો જગ ઘૂમેયા હિન્દી
2016 શીદ્દત સોલો Iઆઇ વોના ગ્રો ઓલ્ડ વિથ યુ સોચ ના સકે તેરે બિન નૈ લગતા દિલ મેરા તેરે બિના જીયા જાયે ના અંગ્રેજી હિન્દી
2017 તેરી મેરી કહાની હૈ સોલો એક પ્યાર કા નગ્મા હૈ હિન્દી
2017 કિત્ના પ્યારા સોલો ઇન્ના સોણા કિન્ના સોણા હિન્દી પંજાબી
2017 વેલકમ ટુ સેલ્ફિસ્તાન સોલો - હિન્દી
2017 મુર્શિદા સોલો મુર્શિદા હિન્દી
2017 તારી આંખનો અફીણી સોલો આંખનો અફીણી ગુજરાતી
2017 આજા પીયા રીપ્રાઈઝ સોલો આજા પીયા હિન્દી
2017 <i id="mwAcM">મોને પોરે રૂબી રોય / લેટ મી લવ યુ</i> સોલો મોને પોરે રૂબી રોય / લેટ મી લવ યુ અંગ્રેજી બંગાળી
2017 <i id="mwAc8">એક અજનબી</i> સોલો એક અજનબી હિન્દી
2017 સામના પ્યાર કા સોલો સામના પ્યાર કા હિન્દી

સ્પેનિશ

2018 કલ કી કીસ્કો ખબર ઇશ્કિયા યે નયન ડરે ડરે હિન્દી
2018 આઇ વિલ અલ્વેઝ લવ યુ ઇશ્કિયા આઇ વિલ અલ્વેઝ લવ યુ અંગ્રેજી
2018 <i id="mwAfk">જાને કી જીદ</i> ઇશ્કિયા આજ જાને કી જીદ ના કરો હિન્દી
2018 મોગલ માડી સીંગલ 2018 ચુનાર મધર્સ ડે સ્પેશ્યલ ચુનાર - ABCD 2 હિન્દી
2018 દિલ દીયા ગલ્લાં રેન્ડિશન દિલ દીયા ગલ્લાં ક્યાં હુઆ તેરા વાદા Kya Hua Tera Wada સાંઝવાન હિન્દી
2018 આંધી ઇશ્કિયા ઇસ મોડ સે જાતે હૈ હિન્દી
2018 ધડક રેન્ડિશન ધડક હિન્દી
2018 મારુ મન રેન્ડિશન મારુ મન મોહી ગયું
2018 પંખીડા રેન્ડિશન

21 મી સદીનું ડિજિટલ સંસ્કરણn

પંખીડા ઓ પંખીડા હેમંત ચૌહાણ
2018 દિલ કે ચેન ઓ મેરે દિલ કે ચેન મેરે જીવન સાથી (1972 film) હિન્દી
2019 નજર કવર વર્ઝન નજર ના જામ છલકાવીને by મુકેશ (singer)
2019 <i id="mwAl8">કભી કભી</i> મ્યુઝિક રૂમ કભી કભી મેરે દિલ મેં હિન્દી
2019 ગલી મેં આજ ચાંદ નીકલા મ્યુઝિક રૂમ ગલી મેં આજ ચાંદ નીકલા ઝખ્મ હિન્દી
2019 ફિર પ્યાર કર સીંગલ ઓરિજનલ હિન્દી
2019 સાથ હો - સાનુ એક પલ મેશઅપ તુમ સાથ હો તમાશા (2015 film) સાનુ એક પલરેડ (2018 film) હિન્દી
2019 દિલ હૈ કે માનતા નહીં મ્યુઝિક રૂમ દિલ હૈ કે માનતા નહીં ટાઇટલ સોંગ હિન્દી
2019 કુડીયે ની રીપ્રાઈઝ કુડીયે ની અપરાશક્તિ ખુરાના પંજાબી
2021 વ્હાલો લાગે જુગલબંધી દિવ્યા કુમાર ગુજરાતી
વર્ષ આલ્બમ ભાષા
2015 ડીજે રોક દાંડિયા ગુજરાતી
2017 રંગતાલી ગુજરાતી
2018 ઇશ્કિયા હિન્દી
2019 મ્યુઝિક રૂમ ટીબીસી હિન્દી
તારીખ ઇવેન્ટ નામ પ્રકાર સ્થાન
18 મે 2018 ઐશ્વર્યા અનલોક્ડ ફેન ઇવેન્ટ અમદાવાદ
01-સપ્ટેમ્બર-2018 ઓસ્ટ્રેલિયા ટૂર નવરાત્રી ઉજવણી સિડની
08-સપ્ટેમ્બર-2018 ઓસ્ટ્રેલિયા ટૂર નવરાત્રી ઉજવણી પર્થ
15-સપ્ટેમ્બર-2018 ઓસ્ટ્રેલિયા ટૂર નવરાત્રી ઉજવણી મેલબોર્ન
29-સપ્ટેમ્બર-2018 હોંગ-કોંગ ટૂર લાઇવ કોન્સર્ટ ડિઝનીલેન્ડ
  1. "Aishwarya Majmudaar =vBiography, Aishwarya Majmudar Profile". Filmibeat.com. મેળવેલ 19 June 2015.