પંજાબી ભાષા (پنجابی શાહમુખી લિપિમાં, ਪੰਜਾਬੀ ગુરમુખી લિપિમાં) એ ઔતિહાસિક પંજાબ ક્ષેત્ર (જે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિભાજીત છે)નાં નિવાસીઓ દ્વારા બોલાતી ઇન્ડો-આર્યન ભાષા છે. જેમાં ઇસ્લામ, શીખ ધર્મ, હિંદુ ધર્મ નાં માનવા વાળાઓ સામેલ છે. આ ભાષા લગભગ ૧૨ કરોડ લોકો દ્વારા બોલવામાં આવે છે, જે તેને લગભગ દુનિયાની ૧૦મી સૌથી વધુ બોલાતી ભાષા બનાવે છે. બ્રિટનમાં લગભગ ૧૩ લાખ લોકો પંજાબી ભાષી છે,અને કેનેડામાં ૨૦૦૧ની વસ્તી ગણતરી મુજબ પંજાબી ભાષા ૬ઠા ક્રમાંકે આવતી ભાષા છે. [].[][]

શાહમુખી અને ગુરમુખી લિપિઓમાં શબ્દ "પંજાબી"

પંજાબી ભાષાના લખાણનો માપદંડ લગભગ ૧૦૦૦ વર્ષથી માઝી બોલી પર આધારીત છે,જે ઔતિહાસીક માઝા વિસ્તારની બોલી છે.[] જેની અવધી પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતના લાહોર, શૈખપુરા, કાસુર, ગુજરાનવાલા, શિયાલકોટ, પશ્ચિમી કોટલી લોહારન અને નારોવાલ જિલ્લાઓ અને ભારતનાં પંજાબરાજ્યનાં અમૃતસર અને ગુરદાસપુર જિલ્લામાં પથરાયેલ છે.[]

આ પણ જુઓ

ફેરફાર કરો

ભારતની ભાષાઓની સૂચી

  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2009-05-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-02-04.
  2. ગુરુમુખી
  3. Phonemic Inventory of Punjabi
  4. "માઝી" એ ઉતરભારતનાં અન્ય ઘણાં વિસ્તારો અને બોલીમાં વપરાતો શબ્દ છે;જેને પંજાબીની 'માઝી બોલી' સાથે કશો સંબંધ નથી
  5. Shackle 1970:240

બાહ્ય કડીઓ

ફેરફાર કરો