કનરા બુલબુલ
કનરા બુલબુલ (અંગ્રેજી: Himalayan Bulbul), (Pycnonotus leucogenys) એ ગાયકપક્ષી છે. જો તેના બચ્ચાને હેળવવામાં આવે તો તે સહેલાઈથી માણસનું હેવાયું થઈ જાય છે. તે ભારતીય ઉપખંડના ઉત્તરીય વિસ્તારમાં અને તે સાથે જોડાયેલા કેટલાંક પ્રદેશોમાં જોવા મળે છે. તે અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ, પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં પણ જોવા મળે છે. આ પક્ષી બહેરીનનું રાષ્ટ્રીય પક્ષી છે.[૨]
કનરા બુલબુલ | |
---|---|
પંગોત - નૈનિતાલ - ઉત્તરાખંડ, ભારત. | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Pycnonotidae |
Genus: | 'Pycnonotus' |
Species: | ''P. leucogenys'' |
દ્વિનામી નામ | |
Pycnonotus leucogenys (Gray, 1835)
|
વર્ણન
ફેરફાર કરોઆ પક્ષી ૧૮ સે.મી. લાંબુ, ૨૫.૫ થી ૨૮ સે.મી. પાંખોનો વ્યાપ અને સરેરાશ ૩૦ ગ્રામ વજનનું હોય છે. પક્ષીનું માથું, ગળું અને કલગીનો ભાગ કાળો અને ધોળો હોય છે. પીઠ અને લાંબી પૂંછડી કથ્થાઈ રંગની તથા પેટનો ભાગ પીળાશ પડતો હોય છે. નર અને માદા બંન્ને સમાનરંગી હોય છે. તે સિસોટી વાગતી હોય તેવું મધુર ગાયન કરે છે.
ચિત્રગેલેરી
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ BirdLife International (2012). "Pycnonotus leucogenys". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-11-17 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-06.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |