કનાતલ
કનાતલ ઉત્તરાખંડ રાજ્ય, ભારત ખાતે આવેલ એક નાનું ગામ છે. કનાતલ દહેરાદૂન (ઉત્તરાખંડ રાજ્યનું પાટનગર) ખાતેથી ૭૮ કિ. મી., મસૂરી ખાતેથી ૩૮ કિ. મી. અને ચંબા ખાતેથી ૧૨ કિ. મી. જેટલા અંતરે આવેલ છે. તે ચંબા-મસૂરી રોડ પર અને દિલ્હી થી લગભગ ૩૦૦ કિ. મી. જેટલા અંતરે આવેલ છે.[૧]
કનાતલ | |
---|---|
પર્વતીય નાનું ગામ | |
અક્ષાંશ-રેખાંશ: 30°25′11″N 78°15′05″E / 30.4196273°N 78.2512548°E | |
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તરાખંડ |
જિલ્લો | તેહરી |
ઊંચાઇ | ૨,૫૯૦ m (૮૫૦૦ ft) |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | UK 07, UK 09 |
વેબસાઇટ | uk |
ઇતિહાસ
ફેરફાર કરોથોડા દાયકાઓ પહેલા ત્યાં એક તળાવ હતું, જેનું નામ કાણાતાલ હતું; હવે તેનું અપભ્રંશ થવાને કારણે તેનું નામ કનાતલ છે, કે જેનો હિન્દી ભાષામાં શાબ્દિક અર્થ થાય છે "એક આંખવાળું તળાવ". તેની યાદગીરીમાં આ સ્થળને કનાતલ નામ આપવામાં આવ્યું હતું.
કનાતલ ખાતે સુરખંડા દેવીનું મંદિર છે, જે સતી માતાને સમર્પિત છે. હરિદ્વાર ખાતે સતી માતાએ પોતાની જાતને ત્રિશૂળ પર બાળી, પછી શિવ દ્વારા તેમના પત્ની સતી માતાજીનું મસ્તક કનાતલ ખાતે લાવવામાં આવ્યું હતું. આ સ્થળ પર્વતની ટોચ પર ૯૯૯૫ ફીટ જેટલી ઊંચાઇ પર આવેલ છે, જ્યાંથી ૩૬૦ ડિગ્રીનું દૃશ્ય દેખાય છે. આ મંદિર ખાતે મસૂરી જતા રોડ પર ૮ કિ. મી અંતરે આવેલ કદ્દુખલ સુધી વાહનમાં મુસાફરી કરી, ત્યાંથી એક પગપાળા ૨ કિ. મી. ચાલીને મંદિર ખાતે પહોંચી શકાય છે. અહીં ટટ્ટુ પણ ઉપલબ્ધ છે.
આબોહવા
ફેરફાર કરોઉનાળા દરમિયાન અહીંનું તાપમાન ૧૦-૨૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે અને શિયાળા દરમિયાન અહીંનું તાપમાન ૫-૧૦ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહે છે. શિયાળા દરમિયાન અહીં ભારે બરફવર્ષા થાય છે, જેને કારણે રસ્તાઓ પણ અવરોધિત થાય છે. ઉચ્ચ ઊંચાઇને કારણે કનાતલ ખાતે અણધાર્યો ભારે પવન પણ અનુભવાય છે.
ભૂગોળ
ફેરફાર કરોકનાતલની સરેરાશ ઊંચાઈ લગભગ ૮૫૦૦ ફુટ (૨૫૯૦ મીટર) જેટલી છે. સૌથી વધુ ઊંચાઈ પર સુરખંડા દેવી મંદિર (૯૯૯૫ ફીટ) આવેલ છે. આ પ્રદેશમાં જળ દુર્લભ છે.
ઉપલ્બધતા
ફેરફાર કરોકનાતલ સડક માર્ગ દ્વારા દિલ્હી અને મુખ્ય શહેરો સાથે સરળ રીતે જોડાયેલ છે. નજીકનું રેલ્વે સ્ટેશન અને વિમાનમથક દહેરાદૂન ખાતે છે, જ્યાંથી કનાતલ માટે ટેક્સીઓ સરળતાથી ઉપલબ્ધ છે.
જોવાલાયક સ્થળો
ફેરફાર કરોસંદર્ભો
ફેરફાર કરો- ↑ Abhik Das (૮ જુલાઈ ૨૦૧૫). "Road trip: In search of snow". India Today. મેળવેલ 2016-05-10. Check date values in:
|date=
(મદદ)