તેહરી બંધ
તેહરી બંધ તેહરી વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત, એક પ્રાથમિક બંધ છે, જે ઉત્તરાખંડ રાજ્યના તેહરીમાં સ્થિત છે. આ બંધ ગંગા નદીની મુખ્ય સાથી નદી ભગિરથી પર બાંધવામાં આવેલ છે. તેહરી બંધની ઊંચાઇ ૨૬૧ મીટર છે, જે વિશ્વમાં પાંચમા ક્રમની સૌથી વધુ ઊંચાઈ ધરાવે છે. આ બંધ પરિયોજના દ્વારા ૨૪૦૦ મેગા વૉટ વીજળીનું ઉત્પાદન, ૨,૭૦,૦૦૦ હેકટર ક્ષેત્રમાં સિંચાઇ અને દૈનિક ૧૦૨.૨૦ કરોડ લીટર પીવાનું પાણી દિલ્હી, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડને ઉપલબ્ધ કરાવવાનું પ્રસ્તાવિત છે.
તેહરી બંધ | |
---|---|
તેહરી બંધ, ૨૦૦૮ | |
દેશ | ભારત |
સ્થળ | ઉત્તરાખંડ |
અક્ષાંશ-રેખાંશ | 30°22′40″N 78°28′50″E / 30.37778°N 78.48056°E |
સ્થિતિ | સક્રિય |
બાંધકામ શરુઆત | ૧૯૭૮ |
ઉદ્ઘાટન તારીખ | ૨૦૦૬ |
બાંધકામ ખર્ચ | US $૨.૫ બિલિયન |
માલિકો | THDC ઇન્ડિયા લિમિટેડ |
બંધ અને સ્પિલવે | |
બંધનો પ્રકાર | Embankment, earth અને rock-fill |
નદી | ભાગીરથી નદી |
ઊંચાઇ | 260.5 m (855 ft) |
લંબાઈ | 575 m (1,886 ft) |
પહોળાઈ (મુખથી) | 20 m (66 ft) |
પહોળાઈ (પાયો) | 1,128 m (3,701 ft) |
સ્પિલવે | 2 |
સ્પિલવે પ્રકાર | નિયંત્રિત દરવાજા |
સ્પિલવે ક્ષમતા | 15,540 m3/s (549,000 cu ft/s) |
સરોવર | |
કુલ ક્ષમતા | 4.0 km3 (3,200,000 acre⋅ft) |
સપાટી વિસ્તાર | 52 km2 (20 sq mi) |
ઊર્જા મથક | |
શરૂઆત તારીખ | ૨૦૦૬ |
જળઊર્જા પ્રકાર | Pumped-storage |
ટર્બાઇન | ફ્રેન્કિસ પંપ ટર્બાઇન |
સ્થાપિત ક્ષમતા | 1,000 MW (1,300,000 hp) મહત્તમ: ૨,૪૦૦ MW |
ઇતિહાસ
ફેરફાર કરોતેહરી ડેમ પરિયોજના માટે પ્રાથમિક તપાસનું કામ ૧૯૬૧ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ, આ યોજનાની રૂપરેખા ૧૯૭૨ના વર્ષમાં પૂર્ણ થઈ. તે માટે ૬૦૦ મેગા વૉટના પાવર પ્લાન્ટનું બાંધકામ ૧૯૭૮ના વર્ષમાં શરૂ કર્યું, પરંતુ આર્થિક, પર્યાવરણીય અસર[૧][૨]ના કારણે આ યોજના પૂર્ણ કરવામાં વિલંબ થયો હતો. તેની પરિયોજના ૨૦૦૬ના વર્ષમાં પૂર્ણ કરવામાં આવી હતી.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Protectors of Nature". The Hindu (અંગ્રેજીમાં). ૨૩ જૂન ૨૦૧૬. ISSN 0971-751X. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૬.
- ↑ Dutta, Ratnajyoti (૮ માર્ચ ૨૦૧૬). "Save earth for next generation: Chipko legend". BigWire. મેળવેલ ૩ જુલાઇ ૨૦૧૬.
બાહ્ય કડીઓ
ફેરફાર કરો- તેહરી ડેમ સંગ્રહિત ૨૦૧૦-૦૫-૨૬ ના રોજ વેબેક મશિન (અંગ્રેજી)
- ઉત્તરાખંડ હાઇલાઇટ - તેહરી ડેમ સંગ્રહિત ૨૦૧૦-૦૯-૨૪ ના રોજ વેબેક મશિન (અંગ્રેજી)