કમલેશ કુમારી
કમલેશ કુમારી ભારતના કેન્દ્રિય અનામત પોલીસ બળમાં નિયુક્ત એક કોન્સટેબલ હતા. તેણીને સંસદ પર ૨૦૦૧માં થયેલ આતંકવાદી હુમલામાં કરેલ કાર્યવાહી માટે મરણોત્તર અશોક ચક્ર એનાયત કરાયો હતો. તેણીએ હુમલા દરમિયાન એક આતંકવાદી અને એક આત્મઘાતી બોમ્બરને સંસદમાં પ્રવેશતાં રોક્યા હતા.[૧]
કમલેશ કુમારી | |
---|---|
પોલીસ કારકિર્દી | |
સંસ્થા | ભારત |
સેવાના વર્ષો | ૧૯૯૪-૨૦૦૧ |
કારકિર્દી
ફેરફાર કરોકોન્સ્ટેબલ યાદવએ ૧૯૯૪માં કેન્દ્રિય અનામત પોલીસ બળમાં નિયુક્તિ મેળવી અને તેમને અલ્હાબાદ, ઉત્તર પ્રદેશ ખાતે ૧૦૪મી રેપિડ એક્શન ફોર્સમાં ફરજ પર મુકવામાં આવ્યા. તેમને ત્યારબાદ બદલી કરી અને ૮૮મી મહિલા પલટણમાં નિયુક્ત કરાયા અને કાળક્રમે ૧૨ જુલાઈ ૨૦૦૧ના રોજ બ્રાવો કંપનીમાં તૈનાત કરાયાં. આ કંપનીનું મુખ્ય કાર્ય જ્યારે સંસદ ચાલુ હોય ત્યારે તેને સુરક્ષા આપવાનું હતું.
સંસદ હુમલો
ફેરફાર કરોકમલેશ યાદવને ૧૩ ડિસેમ્બર ૨૦૦૧ના રોજ સંસદના મુખ્ય બિલ્ડિંગ દ્વાર ક્રમાંક ૧૧ પાસેના દ્વાર ક્રમાંક ૧ પર ફરજ પર મૂકાયાં હતાં.[૧] એક ડીએલ ૩સીજે ૧૫૨૭ નોંધણી ધરાવતી એમ્બેસેડર ગાડી વિજય ચોક તરફથી દ્વાર તરફ આવી. યાદવ આ ગાડી તરફ આગળ વધનાર પ્રથમ સુરક્ષાકર્મી હતાં. તેમને કંઈક શંકાસ્પદ જણાતા તેઓ દ્વારને બંધ કરવા પોતાની ફરજના સ્થળ તરફ ધસ્યાં. કુમારીની આ કાર્યવાહીને કારણે આતંકવાદીઓ ખુલ્લા પડી ગયા અને આગળ ન વધી શકતાં તેમણે ગોળીબાર શરુ કરી દીધો. કમલેશને પેટના ભાગે ૧૧ ગોળીઓ વાગી. તેઓ આશરે સવારના ૧૧.૫૦ના સમયે શહીદ થયા.
કમલેશ યાદવની સતર્કતાને કારણે આત્મઘાતી બોમ્બ ધડાકો કરવાનો આતંકવાદીઓનો મનસૂબો નિષ્ફળ રહ્યો. તેણીની દ્વાર બંધ કરવાની કાર્યવાહીએ અન્ય સુરક્ષાકર્મીઓને સતર્ક થઈ વળતો જવાબ આપવા સમય આપ્યો.
પરિવાર
ફેરફાર કરોકમલેશના લગ્ન અવધેશ યાદવ સાથે થયાં હતાં અને તેમને બે પુત્રીઓ જ્યોતિ અને શ્વેતા હતી. તેમનો પરિવાર સિંકદરપુર, કન્નોજ, ઉત્તર પ્રદેશનો નિવાસી હતો અને તેઓ દિલ્હીના વિકાસપુરી ખાતે રહેતાં હતાં.
સન્માન
ફેરફાર કરોકોન્સટેબલ કમલેશ યાદવને તેમના સાહસ અને સમયસૂચકતા માટે દેશનો શાંતિકાળનો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર અશોક ચક્ર એનાયત કરાયો.[૧]
મોહમ્મદ અફઝલ ગુરુ પર તપાસ દરમિયાન મુખ્ય ષડયંત્રકર્તા હોવાનો આરોપ લાગ્યો અને જે ન્યાયાલયમાં સાબિત થયાં સર્વોચ્ચ ન્યાયાલયે તેને ફાંસીની સજા આપી. ગુરુએ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ અબ્દુલ કલામને દયા યાચના કરતી અરજી કરી. તેના જવાબમાં કમલેશના પરિવારે જાહેરાત કરી કે જો રાષ્ટ્રપતિ દયા યાચના સ્વીકારશે તો તેઓ વીરતા પુરસ્કાર સરકારને પરત કરશે. રાષ્ટ્રપતિએ અરજીને સ્વીકારી પણ નહિ નકારી પણ નહિ. આમ થતાં કુમારીના પરિવાર સહિત હુમલામાં સાહસ બતાવવા માટે સન્માનિત કરાયેલા તમામ આઠ સુરક્ષાકર્મીના પરિવારોએ તેમના વીરતા પુરસ્કાર ૧૩ ડિસેમ્બર ૨૦૦૬ના રોજ પરત કર્યા. તેમણે ગુરુને ફાંસી આપવામાં કરાયેલ વિલંબને કારણ બતાવ્યું.[૨]
૨૦૧૩ની શરુઆતમાં તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ગુરુની દયા યાચનાની અરજી નકારી. આમ થતાં ગુરુને તિહાર જેલ ખાતે ૯ ફેબ્રુઆરી ૨૦૧૩ ના રોજ સવારે ૮ વાગ્યે ફાંસી આપવામાં આવી. ૩૦ માર્ચ ૨૦૧૩ ના રોજ શહીદોના પરિવારોએ વીરતા પુરસ્કારો પાછા સ્વીકારવા સંમતિ દર્શાવી.[૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ ૧.૨ Dutta, Anshuman G (૧૧ ઓગસ્ટ ૨૦૦૯). "Armed only with a wireless set, Kumari rushed in to face the terrorists". Mid Day. મેળવેલ ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩.
- ↑ "Families give back bravery medals" (અંગ્રેજીમાં). ૧૩ ડિસેમ્બર ૨૦૦૬. મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૮.
- ↑ "Kin of Parliament attack martyrs take bravery medals back". India Today (અંગ્રેજીમાં). મેળવેલ ૧૮ માર્ચ ૨૦૧૮.