કલ્લરા-પાંગોડ ચળવળભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા ૩૯ આંદોલનોમાંનું એક છે જેમણે આંદોલન તરીકે દેશને બ્રિટીશ શાસનથી સ્વતંત્રતા પ્રાપ્ત કરવામાં નિર્ણાયક ભાગ ભજવ્યો.[૧] [૨] [૩] [૪] ભારતની આઝાદીની કેટલાક સૌથી મહત્વપૂર્ણ આંદોલનો જેમ કે ભારત છોડો આંદોલન, ખિલાફત આંદોલન, મલબાર વિદ્રોહ, ગદર પાર્ટી આંદોલન અને નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા ચલાવેલ હોલવેલ આંદોલનની શ્રેણીમાં આ આંદોલન પણ સૂચિબદ્ધ છે.[૫] ઉપર જણાવેલા [૬] ભારતીય સ્વતંત્રતા ચળવળના મહત્વપૂર્ણ એવા ૩૯ આંદોલનોમાં આ આંદોઅન ૨૬ મા ક્રમાંકે આવે છે જેમને પરિણામે ૧૯૪૭ માં ભારતીય પ્રદેશો પરના બ્રિટિશ શાસનનો અંત આવ્યો.[૭]

૧૯૩૯ની પાંગોડ પોલીસ ચોકીનો ડ્રોઇંગ

કલ્લરા-પાંગોડ ફેરફાર કરો

પાંગોડ અને કલ્લરા, કેરળની રાજધાની, તિરુવનંતપુરમ્ ની નજીક ૪૫ કિ. મી. ઉત્તરપૂર્વમાં આવેલા ગામો છે. પહેલા આ ગામ ત્રાવણકોર રાજ કુટુંબનું કેન્દ્ર હતા અને પાછળથી આ વિસ્તાર કાળા મરી, આદુ, એરેકા નટ અને સોપારી જેવા મસાલા માટે જાણીતો હોવાથી બ્રિટીશ રાજના પ્રતિનિધિઓનું કેન્દ્ર હતો.

ચળવળ ફેરફાર કરો

મહાત્મા ગાંધી ના નેતૃત્વ હેઠળની સવિનય કાનૂન ભંગ ચળવળના ભાગ રૂપે કલ્લરા-પાંગોડ સંઘર્ષ થયો. આ બે ગામના શિક્ષણ અને વેપાર માટે તિરુવનંતપુરમ્ અને અન્ય શહેરોમાં ગયેલા અને સૈન્યના સૈનિકો જેવા વતનીઓએ ઈ. સ. ૧૯૩૦ ના દાયકામાં આ ગામમાં ગાંધીજીના સંદેશા લાવ્યા. આનાથી લોકોમાં સ્વશાસનની ઇચ્છા અને બ્રિટીશ રાજમાંથી મુક્તિ મેળવવાની ઇચ્છા જાગૃત થઈ. આ ઉપરાંત, વાઇસરોય ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિ, દિવાન સી.પી. રામાસ્વામી ઐય્યરના દમનકારી શાસને પરિસ્થિતિને વેગ આપ્યો. ઈ.સ. ૧૯૩૬ માં દિવાન તરીકે તેમની નિમણૂક થયા પછી તરત જ સી.પી. રામાસ્વામી ઐયરના અધિકારીઓ અને ગુપ્ત પોલીસે કડક નિયમો લાગુ કરવાનું શરૂ કર્યું.   [ સંદર્ભ આપો ] જ્યારે મહેસૂલ અધિકારીઓએ કલ્લરા અને પાંગોડની બજારોમાં કૃષિ ચીજવસ્તુઓ વેચવા માટે વધુ વેરા વસૂલવાનો નિયમ લાગુ કર્યો ત્યારે ખેડૂતોએ તેનો વિરોધ શરૂ કર્યો. શરૂઆતમાં, મહેસૂલ અધિકારીઓએ પોલીસની મદદથી નવી પ્રવેશ કર પ્રણાલી લાગુ કરી, પરંતુ ટૂંક સમયમાં તેમને તેનું સંચાલન કરવામાં મુશ્કેલી પડી. દિવાનના જુલમી શાસનથી વ્યથિત લોકો આંદોલન કરનારા ખેડૂતો સાથે જોડાયા અને તે તુરંત એક વિશાળ જન આંદોલનમાં ફેરવાયો. દરેક ધર્મો અને વર્ગના ખેડૂતોએ બજારોમાં કૃષિ પેદાશોના વેચાણ માટે વધારાનો પ્રવેશ કર નહીં ભરવાનું નક્કી કર્યું.[૮]

ચેલ્લપ્પન વૈદ્યન, કોચપ્પી પિલ્લઇ, પ્લાનકીળીલ કૃષ્ણ પિલ્લઇ, ચેરુવલમ કોચુ નારાયણન આચારી અને કેટલાક અન્ય લોકોની આગેવાની હેઠળના ખેડૂતોએ ૩૦ સપ્ટેમ્બર ૧૯૩૮ ના રોજ કલ્લરા માર્કેટમાં ખુલ્લેઆમ મહેસૂલ અધિકારીઓ અને પોલીસને ઠપકો આપ્યો હતો. આને પગલે પેંગોડે પોલીસ ચોકીમાં આંદોલનન નેતા કોચપ્પી પિલ્લઇની અટકાયત કરવામાં આવી અને તેમને કરાવાસમાં ત્રાસ આપવામાં આવ્યો. તેનાથી નારાજ, આંદોલનકારીઓએ જૂથબંધી કરી અને પોલીસનો સામનો કરવા માટે શસ્ત્રો અને દારૂગોળો એકત્રિત કરવાનું શરૂ કર્યું. વધારાનો રસાલો લઈ આવતા પોલીસ ટુકડીઓને અટકાવવા માટે, તેમણે રસ્તાઓમાં ઝાડ કાપીને ત્રિવંદ્રમથી પેંગોડેની સડકને પણ અવરોધિત કરી હતી. [૯]

મુકાબલો ફેરફાર કરો

સેનાના નિવૃત્ત સેવક પટ્ટલમ કૃષ્ણન દ્વારા અસરકારક મધ્યસ્થી બાદ બીજા દિવસે કોચપ્પી પિલ્લઇને છૂટા કરવામાં આવ્યા હતા. આ જ દિવસે, આંદોલનકારીઓ દ્વારા રસ્તા પર ઉભા કરવામાં આવેલા અવરોધોને દૂર કરવા કલ્લરામાં નીકળેલા પોલીસ કર્મચારીને ઉશ્કેરાયેલા ટોળા દ્વારા મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. બપોરે આંદોલનકારીઓએ રાઇફલ સહિતના હથિયારો સાથે પાંગોડ પોલીસ ચોકી તરફ કૂચ કરી હતી. લોકોએ પોલીસ ચોકી પર ગોળીઓ છોડતાં પોલીસે જવાબમાં ગોળીઓ છોડી હતી.[૯] આ ગોળીબારીમાં બે આંદોલનકારીઓ - પ્લાનકીળીલ કૃષ્ણ પિલ્લઇ અને ચેરૂવલમ કોચુ નારાયણન આચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બીજા દિવસે પોલીસ બંદોબસ્ત પાંગોડ પહોંચ્યો અને આંદોલનના નેતાઓને શોધવા ઘર-ઘરની શોધખોળ શરૂ કરવામાં આવી. પોલીસે આંદોલનમાં ભાગ લેનારા તમામ લોકોની ધરપકડ કરી હતી. આ કેસની તપાસ કરી અને કેસ ચલાવવામાં આવ્યો; એક વર્ષની અંદર સજા સંભળાવવામાં આવી.

ચુકાદો ફેરફાર કરો

કેસના પ્રથમ અને ૧૩ મા આરોપી - કોચ્ચપી પિલ્લઇ અને પટ્ટલમ કૃષ્ણનને ૧૭ અને ૧૮ ડિસેમ્બર, ૧૯૪૦ ના દિવસે હાઈકોર્ટે સેશન્સ કોર્ટે આપેલી સજાઓને પુષ્ટિ આપ્યા બાદ ફાંસી આપી હતી. કેટલાક આરોપીઓને છૂટા કરવામાં આવ્યા હતા અને બાકીના આરોપીઓને બેથી નવ વર્ષ સુધીની સખત કેદની સજા આપવામાં આવી હતી. [૧૦] પોલીસે તેમના ઘરને ઘેરી લીધા હતા ત્યારે એક આરોપી રામેલીક્કોનમ પદ્મનાભને આત્મહત્યા કરી હતી. [૯]

આંદોલનકારીઓ ફેરફાર કરો

લડતમાં માર્યા ગયેલા અથવા ફાંસી લગાવી દેવાયેલા આંદોલનકારીઓ ઉપરાંત કલ્લરાા-પાંગોડ સંઘર્ષના કેસ રેકોર્ડમાં જેમના નામ આવે છે તેવા આંદોલનકારીઓની સૂચિ નીચે આપેલ છે. [૯]

  1. પલુવલ્લી અબ્બાસ ચટ્ટમ્બી
  2. અબ્દુલ લતિફ
  3. મદાથુવાથુક્કલ શંકર મુથલઈ
  4. માનાકોડ હનીફા લબ્બા
  5. ડ્રાઈવર વસુ
  6. ખાટકન ગોપલાન
  7. પનાચક્કોડુ જમાલ લબ્બા
  8. કલ્લરા પદ્મનાભ પિલાઈ
  9. માધવ કુરૂપ
  10. કોચલમ્મૂડુ અલિયારુ કુંજુ
  11. મોહમ્મદલી
  12. વાવકુટ્ટી
  13. કુંજન પિલ્લઇ
  14. પારા નાનન
  15. કોઈક્કલ. જી.નારાયણન

(સૂચિ અધૂરી)

સ્મારકો ફેરફાર કરો

આ આંદોલનમાં તેની ભૂમિકાને કારણે ઐતિહાસિક મહત્વ ધરાવતું પાંગોડ પોલીસ ચોકીનું મકાન હેરિટેજ બિલ્ડિંગ તરીકે અકબંધ રાખવામાં આવ્યું છે, હાલમાં અહીં પોલીસ ચોકી કાર્યરત છે. કલ્લરાના કેન્દ્રમાં એક શહીદનું સ્મારક છે, જ્યાં રાષ્ટ્રીય મહત્વના દિવસોમાં તમામ રાજકીય માન્યતાઓના લોકો શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે. ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૩ ના દિવસે કલ્લરા-પેંગોડ સંઘર્ષની ૭૨ મી વર્ષગાંઠ ગ્રામજનો દ્વારા ઉજવવામાં આવી હતી અને તેનું ઉદ્ઘાટન કેરળના મુખ્યમંત્રી ઓમન ચાંદીએ કર્યું હતું. [૧૧]

સંદર્ભ ફેરફાર કરો

  1. List of Movements, India's Freedom Struggle. "List of movements and struggles of India's Freedom Struggle" (PDF). Ministry of Home Affairs, Government of India. મૂળ (PDF) માંથી 2 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2014.
  2. Pensioners Portal. "List of movements as part of India's Freedom Struggles". Government of India. મૂળ માંથી 19 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2014.
  3. Income Tax Department. "List of Agitations of India's Freedom Struggle". Income Tax Department, Government of India. મૂળ માંથી 2 જુલાઈ 2012 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2014. Check date values in: |archive-date= (મદદ)
  4. Kerala, Government. "List of Kerala's Freedom Struggle Movements". Government of Kerala. મેળવેલ 25 January 2014.
  5. India's Freedom Struggle, Agitations. "List of Agitations of India's Freedom Struggle" (PDF). Ministry of Home Affairs, Government of India. મૂળ (PDF) માંથી 2 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2014.
  6. India's Freedom Struggle, Agitations. "List of Agitations of India's Freedom Struggle" (PDF). Ministry of Home Affairs, Government of India. મૂળ (PDF) માંથી 2 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2014.
  7. India's Freedom Struggle, Agitations. "List of Agitations of India's Freedom Struggle" (PDF). Ministry of Home Affairs, Government of India. મૂળ (PDF) માંથી 2 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2014.
  8. Kilimanoor, Chandran (2004). Chorappookkal viriyicha Kallara - Pangode - Freedom Struggle. Trivandrum: Chintha Publishers.
  9. ૯.૦ ૯.૧ ૯.૨ ૯.૩ Kilimanoor Chandran
  10. Kallara-Pangode Struggle. "Hanging of Fighters of Kallara-Pangode Struggle". The Hindu. મૂળ માંથી 4 ફેબ્રુઆરી 2014 પર સંગ્રહિત. મેળવેલ 25 January 2014.
  11. Kallara-Pangode, Struggle. "75the Anniversary Celebrations". The Hindu. મેળવેલ 25 January 2014.