કુતિયાણા

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

કુતિયાણા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

કુતિયાણા
—  નગર  —
કુતિયાણાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°38′N 69°59′E / 21.63°N 69.98°E / 21.63; 69.98
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો પોરબંદર
વસ્તી ૧૬,૫૮૧[૧] (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 30 metres (98 ft)

ભૂગોળ ફેરફાર કરો

કુતિયાણા રાજકોટ-પોરબંદર હાઇવે પર આવેલું છે. તેનું ભૌગોલીક સ્થાન ૨૧.૬૩ ઉ. ૬૯.૯૮ પૂ.[૨] છે અને તે સમુદ્ર સપાટીથી ઉંચાઇ ૩૦ મીટર (૯૮ ફીટ) પર આવેલું છે.

વસ્તી ફેરફાર કરો

કુતિયાણાની વસ્તી ૧૬,૫૮૧ (૨૦૧૧) છે, જેમાંથી ૮,૪૫૧ પુરુષો અને ૮,૪૫૧ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. કુતિયાણામાં ૬ વર્ષથી નીચેના બાળકો ૧૧% છે. નગરનો સાક્ષરતા દર ૭૭.૮% છે, જે પોરબંદર જિલ્લાના સરેરાશ સાક્ષરતા દર ૭૫.૮% કરતા ઉંચો છે.[૧]

જોવાલાયક સ્થળો ફેરફાર કરો

  • શ્રી બાલા હનુમાન મંદિર
  • પૂજારી વાવ
  • નજીકમાં પુરાણ પ્રસિધ્ધ ગોકરણ ગામ આવેલું છે, જ્યાં પિતૃકાર્ય માટે લોકો આવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ "Kutiyana Population, Caste Data Porbandar Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2019-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2019-04-13.
  2. "Falling Rain Genomics, Inc - Kutiyana". મૂળ માંથી 2007-03-11 પર સંગ્રહિત. મેળવેલ 2008-11-02.