કુમાવત
કુમાવત એ ભારતમાં હિન્દુ ક્ષત્રિય જાતિ છે.
કુમાવત મૂળ રાજસ્થાનના કુંભલગઢના વંશજ છે, જેમનું પરંપરાગત કાર્ય વાસ્તુનિર્માણ (સ્થાપત્ય) છે. કિલ્લાઓ, મંદિરો વગેરેનું નિર્માણ, હસ્તકલા અને ચિત્રોની જાળવણી, વગેરે જેવા કાર્યો કુમાવત સમુદાયના લોકો દ્વારા જ કરવામાં આવતાં હતાં. ઘણી વખત કુમાવત અને કુમ્હારને એક જ માનવામાં આવે છે, પરંતુ બંને અલગ-અલગ જાતિ છે.
કુમાવત ક્ષત્રિય જૂથ બનાવવાનો દાવો કરે છે અને તેમાંથી મોટાભાગના મારવાડ પ્રદેશમાં કેન્દ્રિત છે. તેઓ મારુ કુમાવત, મેવાડી કુમાવત, ગુજરાતી કુમાવત, કચ્છ કુમાવત, ચેજારા કુમાવત, વગેરે જેવા જુદાજુદા નામોથી ઓળખાય છે. કુમાવતને નાયક અને હુણપંચ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સમુદાય માટે નૃવંશશાસ્ત્રીય પુરાવા રાણી લક્ષ્મી ચંદબત દ્વારા લખાયેલ બગોરા બેટન્સની ગાથા અને કર્નલ ટોડ દ્વારા લખાયેલ એનલ્સ અને પ્રાચીન વસ્તુઓમાં ઉપલબ્ધ છે. શેરિંગ (૧૮૮૨) કહે છે કે કુમાવત એ જયપુરના કચવાહા કુળમાંથી એક છે. કુમાવત પોતાને સૂર્યવંશી માને છે. આ સમાજ જયપુરથી હિન્દીમાં તેનું ત્રિમાસિક પ્રકાશન કુમાવત ક્ષત્રિય પણ બહાર પાડે છે.[૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ Mandal, S. K. (1998). "Kumawat". માં Singh, Kumar Suresh (સંપાદક). People of India: Rajasthan. Popular Prakashan. પૃષ્ઠ 562–564. ISBN 978-8-17154-769-2. મૂળ માંથી 14 જુલાઈ 2015 પર સંગ્રહિત. મેળવેલ 13 જુલાઈ 2015. Check date values in:
|access-date=
and|archive-date=
(મદદ)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |