કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર દાંતીવાડા

કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર, દાંતીવાડા એ ખેતીવાડીલક્ષી શિક્ષણ આપતી સંસ્થાઓનું વ્યવસ્થાપન કરતી વિદ્યાપીઠ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ગામમાં સરદારકૃષિનગર ખાતે એક વિશાળ સંકુલમાં આવેલી છે. નજીકનું શહેર પાલનપુર લગભગ ૩૦ કિમી. દૂર આવેલું છે.

કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર, દાંતીવાડા
પ્રકારજાહેર સંસ્થા
સ્થાપના૧૯૭૨
કુલપતિઓ. પી. કોહલી
ઉપકુલપતિઅશોક એ. પટેલ
સ્થાનદાંતીવાડા, ગુજરાત, ભારત, ભારત
કેમ્પસગ્રામ્ય વિસ્તાર
જોડાણોયુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (ભારત)
વેબસાઇટવેબસાઇટ

ગુજરાત કૃષિ યુનિવર્સિટીની સ્થાપના જુન, ઇ.સ. ૧૯૭૨માં કરવામાં આવી હતી, તે હેઠળ આ યુનિવર્સિટીનું સંચાલન મે, ૨૦૦૪ સુધી ગુજરાત કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતું હતું. ત્યારબાદ યુનિવર્સિટીના ચાર ભાગ પાડી દેવામાં આવ્યા અને જુનાગઢ, નવસારી અને આણંદના કેમ્પસ અલગ યુનિવર્સિટીઓ તરીકે જાહેર કરવામાં આવ્યા.[]

શૈક્ષેણીક વિભાગો

ફેરફાર કરો

આ સંકુલ કુલ છ કોલેજો ધરાવે છે. એમાં ડિપ્લોમા, સ્નાતક, અનુસ્નાતક અને પી.એચડી. સુધીનાં અભ્યાસની સુવિધાઓનો સમાવેશ થાય છે. ૧૯૯૬ સુધી લગભગ ૮૫૩૨ વિધ્યાર્થીઓ સ્નાતક, ૨૧૫૯ વિધ્યાર્થીઓ અનુસ્નાતક અને ૩૯૩ વિધ્યાર્થીઓ પી.એચડીની પદવી મેળવી ચૂક્યા છે.

  • સી.પી. કોલેજ ઓફ એગ્રીકલ્ચર
  • કોલેજ ઓફ વેટરનરી એન્ડ એનિમલ હસબન્ડરી
  • અસ્પી કોલેજ ઓફ હોમસાયન્સ
  • કોલેજ ઓફ એગ્રી-બિઝનેશ મેનેજમેન્ટ
  • કોલેજ ઓફ હોર્ટિકલ્ચર
  • કોલેજ ઓફ એન્વાર્યમેન્ટલ એન્જિનિયરીંગ

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  1. "Sardarkrushinagar Dantiwada University". www.sdau.edu.in. મેળવેલ 2019-03-22.[હંમેશ માટે મૃત કડી]