કેદારેશ્વર મહાદેવ ધામોદ

કેદારેશ્વર મહાદેવ મંદિર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ધામોદ ખાતે આવેલ છે. અરવલ્લી જિલ્લાના બાયડની સરહદે ધોળીડુંગરીથી વીરપુર રોડ પર જોધપુર પાસે આવેલ કેદારેશ્વર મહાદેવ ડુંગરની હરોળમાં ગીચ જંગલોમાં આવેલ છે. જંગલમાં ધામોદ કેદારેશ્વર મંદિર પુરાતત્વ અને રમણીય સ્થળ આવેલ છે. ડુંગર પર પૌરાણિક કિલ્લાના અવશેષો મરેળ છે. આ મંદિરના ઇતિહાસ વિશે લુણાવાડા ની ઉત્તરે કલેશ્વરી થી લઇ કપડવંજ સુધીનો પ્રદેશ હીડમ્બા વન તરીકે ઓળખાય છે કેદારેશ્વર મંદિરની પાછળના ભાગે શેઢી નદીનું ઉદગમ સ્થાન છે. નદીમાં પાંડવો વસવાટ સમયે ભીમ નાહવા માટે ગયો હતો પરંતુ પાણી ઓછું હોવાથી નદીની વચ્ચે સુઈ ગયો હતો જેથી પાણી વધારે માત્રામાં ભરાઈ જતા પાણી મંદિરમાં ભરાયું હતું તેવી માન્યતા છે.[]

આ ઉપરાંત બીજી એક લોકવાયકા પ્રમાણે લાલિયો લુહાર શિવભક્ત હતો તેના પર ભગવાન શિવજી પ્રસન્ન થઈ અદ્રક સંપત્તિનો ધોધ વરસાવ્યો હતો અને તેને પારસમણિ મળ્યો હતો જે સરકારને જાણ થતા સરકાર લાલિયા લવાની પાછળ હતી જેથી તેની પારસમણિ ઊંડા ધરામાં નાખી દીધો હતો આ મંદિર બનાવ્યું હતું. મંદિરની પશ્ચિમે એક સિધ્ધ ગુફા આવેલ છે જેમાં અનેક મહાપુરુષો આ ગુફામાં તપસ્યા કરવા આવતા હતા રઘુરામ નામના સંતે બાલ સિદ્ધિઓ માની એક સીધી આ ગુફામાં બેસીને મેળવી હતી અત્યારે પણ આ ગુફા જીવંતશિલ હાલતમાં છે શિવરાત્રી અને જન્માષ્ટમીના દિવસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે.[][]

  1. https://www.divyabhaskar.co.in/news/MGUJ-MAT-latest-virpur-news-041549-2452031-NOR.html
  2. "ઘરે બેઠા કરો પૌરાણિક શિવ મંદિરના દર્શન". ETV Bharat News. મેળવેલ 2023-08-10.
  3. "પ્રકૃતિની ગોદમાં સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ એટલે ધામોદનું શ્રીકેદારેશ્વર મહાદેવ - વિચારોનું વિશ્લેષણ". www.parthprajapati.com. મૂળ માંથી 2023-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-10.