જુલાઇ ૩૧
તારીખ
૩૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૨૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૫૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૪૯૮ – પશ્ચિમ ગોળાર્ધની ત્રીજી સફર દરમિયાન ક્રિસ્ટોફર કોલંબસ ત્રિનિદાદ ટાપુ શોધનાર પ્રથમ યુરોપિયન બન્યા.
- ૧૬૫૮ – ઔરંગઝેબ ભારતના મુઘલ સમ્રાટ ઘોષિત થયા.
- ૧૭૯૦ – પોટાશ પ્રક્રિયા માટે શોધક સેમ્યુઅલ હોપકિન્સને પ્રથમ યુ.એસ. પેટન્ટ અધિકાર બહાલ કરવામાં આવ્યા.
- ૧૮૬૫ – વિશ્વની પ્રથમ નેરોગેજ મેઇનલાઇન રેલ્વે ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના ગ્રાન્ડચેસ્ટર ખાતે ખુલ્લી મૂકાઈ.
- ૧૯૭૧ – એપોલો કાર્યક્રમ: 'એપોલો ૧૫'નાં અવકાશયાત્રીઓ, ચંદ્રની ધરતી પર, ચંદ્રવાહન (lunar rover)માં બેસી સફર કરનાર પ્રથમ યાત્રીઓ બન્યા.
- ૧૯૯૯ – ડિસ્કવરી પરિયોજના: ચંદ્ર પૂર્વેક્ષક: નાસાએ ચંદ્ર પરના અવકાશયાનને ઇરાદાપૂર્વક તોડી પાડી ચંદ્રની સપાટી પર થીજી ગયેલા પાણીને શોધવાનું તેનું મિશન સમાપ્ત કર્યું.
- ૨૦૦૬ – ફિડેલ કાસ્ત્રોએ તેમના ભાઈ રાઉલ કાસ્ત્રોને સત્તા સોંપી.
જન્મ
ફેરફાર કરો- ૧૮૮૦ – મુન્શી પ્રેમચંદ, હિન્દી સાહિત્યકાર (અ. ૧૯૩૬)
- ૧૮૯૩ – ફાતિમા ઝીણા, પાકિસ્તાની દંત ચિકિત્સક, ચરિત્રલેખક, રાજનેત્રી અને મહમદ અલી ઝીણાના નાના બહેન (અ. ૧૯૬૭)
- ૧૯૦૨ – કે. શંકર પિલ્લાઈ, ભારતીય વ્યંગચિત્ર (કાર્ટૂન) કળાના પિતામહ (અ. ૧૯૮૯)
- ૧૯૦૭ – ડી. ડી. કૌશામ્બી, ગણિતજ્ઞ, ઇતિહાસકાર તથા રાજનીતિક વિચારક (અ. ૧૯૬૬)
- ૧૯૨૭ – મધુસૂદન ઢાંકી, ગુજરાતના સ્થાપત્યવિદ અને કળા ઇતિહાસકાર (અ. ૨૦૧૬)
- ૧૯૪૧ – અમરસિંહ ચૌધરી, ગુજરાતના આઠમા મુખ્યમંત્રી (અ. ૨૦૦૪)
- ૧૯૪૭ – મુમતાઝ, ભારતીય અભિનેત્રી
- ૧૯૫૪ – હર્ષ બ્રહ્મભટ્ટ, ગુજરાતી કવિ, ગઝલકાર અને લેખક
અવસાન
ફેરફાર કરો- ૧૮૦૫ – ધીરન ચિન્નામલઈ, ભારતીય સૈનિક (જ. ૧૭૫૬)
- ૧૯૪૦ – ઉધમસિંહ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૮૯૯)
- ૧૯૬૮ – શ્રીપાદ દામોદર સાતવલેકર, (Shripad Damodar Satwalekar) લેખક, સૂર્ય નમસ્કાર અને વૈદિક મૂલ્યોના સમર્થક, વેદોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરનાર વિદ્વાન (જ. ૧૮૬૭)
- ૧૯૮૦ – મોહમ્મદ રફી, ભારતીય પાર્શ્વ ગાયક (જ. ૧૯૨૪)
- ૧૯૮૧ – અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ગુજરાતી સાહિત્યકાર (જ. ૧૯૩૫)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર July 31 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.