ક્વીન હરીશ
ક્વીન હરીશ તરીકે જાણીતા હરીશ કુમાર (૧૯૭૯ – ૨ જૂન ૨૦૧૯) ભારતના રાજસ્થાનના લોકનૃત્યાંગના હતા. રાજસ્થાની લોકનૃત્યના પુનરુત્થાન તરફ કામ કરનાર આ વ્યક્તિના પ્રદર્શનમાં રાજસ્થાનના વિવિધ લોકનૃત્ય સ્વરૂપોનો સમાવેશ થતો હતો.[૧]
ક્વીન હરીશ | |
---|---|
નૃત્ય કરતાં ક્વીન હરીશ | |
જન્મની વિગત | હરીશ કુમાર ૧૯૭૯ |
મૃત્યુ | 2 June 2019 જોધપુર, રાજસ્થાન | (ઉંમર 39–40)
વ્યવસાય | નૃત્યકાર |
પ્રખ્યાત કાર્ય | રાજસ્થાની લોકનૃત્યો |
સંતાનો | ૨ |
જીવનચરિત્ર
ફેરફાર કરોહરીશ કુમારનો જન્મ ૧૯૭૯માં રાજસ્થાનના જેસલમેરમાં એક સુથાર પરિવારમાં થયો હતો.[૨] તેમણે ૧૩ વર્ષની ઉંમરે નૃત્ય કરવાનું શરૂ કર્યું હતું.[૩] માતા-પિતા ગુમાવનાર હરીશે તેમની બહેનોની સંભાળ લેવા માટે સ્ત્રીવેશમાં નૃત્ય કરવાનું શરૂ કર્યું.[૩] જેસલમેર ક્ષેત્રના પ્રથમ સ્ત્રીવેશ નૃત્યકાર 'અન્નુ માસ્ટર'થી પ્રેરાઈ ને તેમણે તેમની પાસેથી સ્ત્રીવેશ નૃત્ય શીખવાનું શરૂ કર્યું.[૩] શરીરને તમામ સ્ત્રીતુલ્ય અંગભગી માટે વધુ સક્ષમ બનાવવા માટે તેમણે અમેરિકન આદિવાસી શૈલીના બેલી નૃત્યની તાલીમ લીધી.[૪]
હરીશે લગભગ ૬૦ દેશોમાં રાજસ્થાન રાજ્યના ઘૂમર, કાલબેલિયા, ચંગ, ભવાઇ, ચરી અને અન્ય લોકનૃત્યો રજૂ કર્યા હતા.[૨] તેમનું પ્રદર્શન વાર્ષિક જયપુર સાહિત્ય ઉત્સવની મુખ્ય પેશકશો પૈકીનું એક હતું.[૫] તેમણે બ્રસેલ્સમાં રેક્સ કોંગ્રી, સિઓલમાં બેલી ડાન્સિંગ ચેમ્પિયનશિપ અને ન્યૂ યોર્ક સિટીમાં ડિસિલિશિયસમાં ભાગ લીધો હતો.[૬] તે રિયાલિટી ટેલિવિઝન શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' અને 'અપ્પુપ્પુડુ' (૨૦૦૩), 'જય ગંગાજલ' (૨૦૧૬) અને 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર' (૨૦૧૯) સહિતની ઘણી બૉલીવુડ ફિલ્મોમાં દેખાયા હતા.[૭][૮] ૨૦૦૭માં તેમણે અમેરિકન ફિલ્મ નિર્માતા જાસ્મીન ડેલાલની ડોક્યુમેન્ટ્રી વ્હેન ધ રોડ બેન્ડ્સ… ટેલ્સ ઓફ અ જીપ્સી કેરાવાનમાં અભિનય કર્યો હતો.[૯][૧૦] રાજસ્થાન સરકારના સહયોગથી તેઓ જેસલમેર ખાતે ધ ક્વીન હરીશ શો નામનો સાંધ્ય દૈનિક કાર્યક્રમ ચલાવતા હતા.[૧૧] તેઓએ જાપાનમાં બે હજારથી વધુ વિદ્યાર્થીઓને નૃત્યની તાલીમ આપી હતી.[૨]
અંગત જીવન અને મૃત્યુ
ફેરફાર કરોહરીશ પરિણીત હતા અને તેમને બે પુત્રો હતા.[૧૨] ૨ જૂન ૨૦૧૯ના રોજ રાજસ્થાનના જોધપુર નજીક કપરડા ગામમાં હાઇવે પર એક માર્ગ અકસ્માતમાં ૩૯ વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.[૧૩]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Farewell, Queen Harish – India's most famous drag queen". Times of India Blog. 21 June 2019.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ Asnani, Rajesh (6 June 2019). "Jaipur diary: Rajasthan mourns folk dancer Queen Harish". The New Indian Express. મેળવેલ 16 May 2022.
- ↑ ૩.૦ ૩.૧ ૩.૨ "Obituary | Queen Harish, India's 'Dancing Desert Drag Queen'". The Wire.
- ↑ "Blush.me". Blush (અંગ્રેજીમાં). મૂળ માંથી 7 February 2022 પર સંગ્રહિત. મેળવેલ 7 February 2022.
- ↑ Swaminathan, Chitra (6 June 2019). "Dance like Queen Harish". The Hindu (અંગ્રેજીમાં).
- ↑ "Queen Harish of Jaisalmer, Traditional Dancers from Jaisalmer". www.jaisalmeronline.in (અંગ્રેજીમાં).
- ↑ "Who was Queen Harish Kumar?". DNA India (અંગ્રેજીમાં).
- ↑ "Harish". IMDb.
- ↑ Roy, Sandip (22 July 2008). "Queen Harish dances in drag". SFGATE.
- ↑ "Rajasthani folk dancer Queen Harish dies in road accident". The Indian Express (અંગ્રેજીમાં). 3 June 2019.
- ↑ "Queen Harish: The Man, The Woman, The Performer". eNewsroom India. 4 March 2018.
- ↑ Soparrkar, Sandip (10 June 2019). "Queen Harish: The man, the woman & the mystery will stay the same forever". The Asian Age.
- ↑ ഡെസ്ക്, വെബ് (2 June 2019). "നാടോടി നർത്തകൻ ക്വീൻ ഹാരിഷ് വാഹനാപകടത്തിൽ മരിച്ചു". www.madhyamam.com (મલયાલમમાં).