ખીચડી એ એક ભારતીય વાનગી છે જે ચોખા અને દાળ વાપરીને બનાવવામાં આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખીચડી પ્રસિદ્ધ છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે. તે કેજરી (ખીચડીનું અપભ્રંશ) નામના એક એંગ્લો ઈંડિયન વ્યંજનની પ્રેરણા પણ છે.

ખીચડી
ખીચડી
વાનગીમોટે ભાગે વાળુ કે રાત્રિ ભોજન
ઉદ્ભવભારત પાકિસ્તાન
વિસ્તાર અથવા રાજ્યપશ્ચિમ બંગાળ, ગુજરાત, પંજાબ
મુખ્ય સામગ્રીચોખા, દાળ, મસાલા
  • Cookbook: ખીચડી
  •   Media: ખીચડી સંબંધિત દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો વિકિમીડિયા કૉમન્સ પર દેવગઢ બારિયા રાજા રજવાડા વખતનું સ્થાપત્ય અને ટાઉન પ્લાનિંગથી સુસજ્જ નગર છે.
ખીચડી
શાકભાજી સાથેની મસાલા ખીચડી

૧૫મી સદીમાં ભારતના પ્રવાસે આવેલા અફાનાસી નિકિતીન નામના એક રશિયન પ્રવાસીએ પોતાના પ્રવાસ વર્ણનમાં ખીચડીનો ઉલ્લેખ કર્યો છે. મોગલોમાં ખાસ કરીને જહાંગીરને ખીચડી બહુ પ્રિય હતી. મોગલ સમ્રાટ અકબરના વજીર અબુલ ફઝલ દ્વારા રચિત આઈને અકબરી નામના ગ્રંથમાં પણ ખીચડીનો ઉલ્લેખ છે અને તેના સાત વિવિધ પ્રકાર બતાવ્યાં છે.[].

ક્ષેત્રીય વિવિધરૂપ

ફેરફાર કરો

ખીચડી મોટે ભાગે કઢી સાથે પીરસાય છે. તે સિવાય ખીચડી સાથે પાપડ, બેગુની, ઘી, અથાણાં અને દહીં પણ ખવાય છે. ખીચડી પાકિસ્તાન ઉત્તર ભારત અને બાંગ્લાદેશમાં પ્રચલિત છે. ભારતના ઘણાં રાજ્યો જેમકે ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં આ વાનગી વિશેષ પ્રચલિત છે. બંગાળમાં આને ખીચુરી કહે છે અને તેમાં ફ્લાવર, બટેટા અને વટાણા પણ ઉમેરાય છે. તટવર્તી મહારાષ્ટ્ર ક્ષેત્રમાં જીંગા વાપરીને એક વિશિષ્ઠ ખીચડી બનાવાય છે.

બંગાળમાં વરસતા વરસાદના સમયે ખીચુરી રાંધીને ખાવાની પ્રથા છે. ફેબ્રુઆરીમાં આવતી સરસ્વતી પુજા અને દુર્ગા પુજા ના સમયે બપોરના સમયે ખીચુરી ભોજનમાં ખવાય છે.

ખીચડીને બંગાળમાં એક વૈભવી અને લોકપ્રિય ખાદ્ય પદાર્થ તરીકે જોવાય છે તેથી વિપરીત ઉત્તર ભારતમાં એક અત્યંત સાદો ખોરાક ગનાય છે અને ખાસ કરીને બિમાર માણસોને ખાવા અપાય છે. નવજાત બાળકોને પણ પ્રથમ ઠોસ આહાર તરીકે ખીચડી જ અપાય છે. ચોખા અને દાળને મીઠું અને હળદર નાખીને તે એકરસ થાય ત્યાઁ સુધી પકવીને નાના બાળકોને વયસ્કોના ખોરાક સાથે પરિચય કરાવાય છે. પાકિસ્તાનમાં આને હળવો ખોરાક માનીને બિમાર માણસોને ખાવા અપાય છે. નાના બાળકો અને નબળી પાચન શક્તિ ધરાવતા લોકોને તે અપાય છે કે મકે પાકિસ્તાનની વાનગીઓમાં માંસ અને મસાલાનું પ્રમાણ વધુ હોય છે. ખીચડા નામની એક વાનગીને ખીચડી સાથે થાપ ખાઇને સમાનમાની લેવાય છે પણ ખીચડા એ હલીમનો એક પ્રકાર છે

એકજ વાસણમાં સરળતા થી રંધાઇ જતી હોવાથી કેમ્પફાયરનું ખીચડી એ એક દેખીતી પસંદ છે.

થોડાં તેલ કે ઘી નાખીને રાંધેલી ખીચડી પૌષ્ટિક મનાય છે તે પચવામાં હલકી હોય છે અને આયુર્વેદિક પદ્ધતિના ભોજન પ્રણાલીમાં અને પ્રાકૃતિક ચિકિત્સા પ્રણાલી માં ખૂબ મહત્વની છે

સાંસ્કૃતિક ઉલ્લેખ

ફેરફાર કરો

ભારતમાં ખીચડી શબ્દનો ઉપયોગ એક બીજામાં અત્યંત મિશ્ર થઈ ગયેલ એક એક રસ થઇ ગયેલ અને ગોટાળા તેમજ અસ્તવ્યસ્તતા દર્શાવવા માટે પણ થાય છે. દા.ત. એક વેબ સાઇટનું નામ ખીચડી.કોમ છે કેમકે તેમાં દરેક પ્રકારની જાહેરાતોનું મિશ્રણ છે.

સુરત ક્ષેત્રના સુરતી લોકોમાં ખીચડી ઘણી પ્રિય છે. આને ખાસ પ્રકારની કઢી અને અન્ય વાનગી જેમકે સુરતી ઉંધયું અને વેંગણના રવૈયાં સાથે ખવાય છે.

ભારતમાં આવતી એક ટેલિવિઝન ધારાવાહિકનું નામ પણ ખીચડી હતું.

  1. Recipes for Dishes સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૭ ના રોજ વેબેક મશિન Ain-i-Akbari, by Abu'l-Fazl ibn Mubarak. English tr. by H. Blochmann and Colonel H. S. Jarrett, 1873 – 1907. The Asiatic Society of Bengal, Calcutta, Volume I, Chapt, 24, page 59. “3. K'hichri. Rice, split dal, and ghee 5 s. of each; ⅓ s. salt: this gives seven dishes.”