ખ્મેર સામ્રાજ્ય (ખ્મેર: ចក្រភពភព), દક્ષિણપૂર્વ એશિયામાં એક બૌદ્ધ સામ્રાજ્ય હતું.[] આ સામ્રાજ્ય ફુનાન અને ચેન્લાના ભૂતપૂર્વ સામ્રાજ્યોમાંથી ઉભરી આવ્યું હતું, આ સત્તાએ પોતાના શ્રેષ્ઠ સમયે દક્ષિણપૂર્વ એશિયાના મોટાભાગના ભુમિ પ્રદેશ અને ચીનના દક્ષિણ ભાગ પર શાસન કર્યું હતું જે છેક ચીનના ઉત્તરિય યુનાન પ્રાંત સુધી વિસ્તરતું હતું.[] પશ્ચિમ તરફ આ સામ્રાજ્ય મ્યાનમાર સુધી વિસ્તરેલું હતું.[]

ખ્મેર સામ્રાજ્ય
ចក្រភពខ្មែរ
Chakrphup Khmer
ख्मेर साम्राज्य
Kambujadesa
સામ્રાજ્ય
૮૦૨–૧૪૩૧
Flag
રાજધ્વજ
Location of ખ્મેર સામ્રાજ્ય
દક્ષિણ-પુર્વ એશિયાનું ૯મી શતાબ્દીનું માનચિત્ર, ખ્મેર સામ્રાજ્ય લાલ રંગમાં.
રાજધાની મહેન્દ્રપર્વત
હરિહરાલય
કોહ કેર
યશોધરાપુર (અંગકોર)
ભાષાઓ સંસ્કૃત
જુની ખ્મેર
ધર્મ હિંદુ
બૌદ્ધ
સત્તા પુર્ણ રાજાશાહી
મહારાજા
 •  ૮૦૨-૮૫૦ જયવર્મન દ્વિતીય
 •  ૧૧૧૩-૧૧૫૦ સૂર્યવર્મન દ્વિતીય
 •  ૧૧૮૧-૧૨૧૮ જયવર્મન સપ્તમ્ગ
 •  ૧૩૯૩-૧૪૬૩ પોંહિયા યાત
ઐતિહાસિક યુગ મધ્યયુગ
 •  જયવર્મન દ્વિતિયનો રાજ્યાભિષેક ૮૦૨
 •  સિયામી આક્રમણ ૧૪૩૧
વિસ્તાર
 •  ૧૨૯૦ [][] 1,000,000 km2 (390,000 sq mi)
વસ્તી
 •  ૧૧૫૦ est. ૨૦,૦૦,૦૦૦ 
પહેલાનું શાસન
પછીની સત્તા
ચેન્લા
કંબોડિયા
અયુથ્થયા રાજ્ય
લાન ઝાંગ

ખ્મેર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ વારસો અંગકોર છે, જે હાલના કમ્બોડિયામાં આવેલ છે, આ શહેર સામ્રાજ્યનું એક સમયનું રાજધાનીનું સ્થળ હતું. અંગકોર વાટ અને બેયોન જેવા અંગકોરના ભવ્ય સ્મારકો ખ્મેર સામ્રાજ્યની શક્તિ અને સંપત્તિ, પ્રભાવશાળી કલા અને સંસ્કૃતિ, સ્થાપત્ય કલા, સૌંદર્ય શાસ્ત્ર સિદ્ધિઓ અને સમયની સાથે રક્ષણ આપતી વિવિધ તકનીકોની સાક્ષી આપે છે. સેટેલાઇટ ઇમેજિંગ દ્વારા જાણવા મળ્યું છે કે ૧૧મી થી ૧૩મી શતાબ્દીઓ દરમિયાન પોતાના શિખર સમયે અંગકોર, પૂર્વ-ઔદ્યોગિકયુગનું વિશ્વનું સૌથી મોટું શહેર હતું.[]

ખ્મેર સામ્રાજ્યના યુગની શરૂઆત સતાવાર રીતે વર્ષ ઇ.સ.૮૦૨માં થઇ હતી, જ્યારે રાજા જયવર્મન દ્વિતીયે પોતાને ફ્નોમ કુલેનનો ચક્રવર્તી (રાજાઓનો રાજા) જાહેર કર્યો હતો. ૧૫મી સદીમાં આંગકોરના પતન સાથે ખ્મેર સામ્રાજ્ય પણ સમાપ્ત થયું.

ઇતિહાસલેખન

ફેરફાર કરો

કંબોજદેશના ઐતિહાસિક સામ્રાજ્યના કેન્દ્રિય વિસ્તાર તરીકેનો અંગકોરનો ૯મી થી ૧૩મી સદીઓનો ઇતિહાસ ખ્મેર સામ્રાજ્યનો ઇતિહાસ પણ છે.[]

કંબોજ અને આંગકોર પ્રદેશમાંથી મળેલાં શિલાલેખો સિવાય ખ્મેર સામ્રાજ્ય વિશે અન્ય કોઈ લેખિત માહિતી-અભિલેખો ઉપલબ્ધ નથી. તેથી, ઐતિહાસિક ખ્મેર સંસ્કૃતિનું વર્તમાન જ્ઞાન મુખ્યત્વે તે શિલાલેખો પરથી જ લેવામાં આવ્યું છે. આ સિવાય પુરાતત્વીય ખોદકામ, પુનર્નિર્માણ અને તપાસ પરથી કેટલીક માહિતી પ્રાપ્ત થઇ છે. આ સિવાય ખ્મેર રાજાઓએ બંધાવેલા મંદિરોની દિવાલો પરના અભિલેખો, જે રાજાઓના રાજકીય અને ધાર્મિક કાર્યો પર અહેવાલ આપે છે. લશ્કરી મંચના ચિત્રો, મહેલમાં જીવન, બજારના દ્રશ્યો, અને વસ્તીના દૈનિક જીવનની માહિતી મંદિરની દિવાલો પરથી મળે છે. ભારતીય અને ચીની રાજદ્વારીઓ, વેપારીઓ અને મુસાફરોની અહેવાલો પરથી ખ્મેરો વિશે માહિતી પ્રાપ્ત થાય છે.

ખ્મેર સામ્રાજ્યની સ્થાપના જયવર્મન દ્વિતીય નામના રાજાએ કરી હતી. સ્દોક કોક થોમના અભિલેખ અનુસાર જયવર્મનની રાજધાની 'ઇન્દ્રપુરમ્' હતી,[][] જે વર્તમાનના કોમપોંગ ચામ નજીક સ્થીત હતી. ત્યારબાદ, ચેન્લા રાજ્યમાં જઇ ત્યાં પોતાનો પ્રભાવ વધાર્યો અને "કંબોજ" તરીકે ઓળખાતા એ રાજ્યનો પોતાને રાજા જાહેર કર્યો અને પોતાની રાજધાની મહેન્દ્રપર્વત પાસે ખસેડી. જયવર્મનને કંબોડીયામાં અંગકોર યુગનો પાયો નાખનાર રાજા તરીકે ઓળખવામાં આવે છે.[૧૦]


સંદર્ભો

ફેરફાર કરો
  1. Turchin, Peter; Adams, Jonathan M.; Hall, Thomas D (December 2006). "East-West Orientation of Historical Empires". Journal of world-systems research. 12 (2): 223. ISSN 1076-156X. મેળવેલ 16 September 2016.
  2. Rein Taagepera (September 1997). "Expansion and Contraction Patterns of Large Polities: Context for Russia". International Studies Quarterly. 41 (3): 493. doi:10.1111/0020-8833.00053. JSTOR 2600793. મેળવેલ 7 September 2018. CS1 maint: discouraged parameter (link)
  3. Reynolds, Frank. "Angkor". Encyclopædia Britannica. Encyclopædia Britannica, Inc. મેળવેલ 17 August 2018.
  4. infopleace
  5. Plubins, Rodrigo. "Khmer Empire". Ancient History Encyclopedia. Ancient History Encyclopedia. મેળવેલ 17 August 2018.
  6. Damian Evans; et al. (9 April 2009). "A comprehensive archaeological map of the world's largest preindustrial settlement complex at Angkor, Cambodia". PNAS. 104 (36): 14277–82. doi:10.1073/pnas.0702525104. PMC 1964867. PMID 17717084. મૂળ માંથી 25 ડિસેમ્બર 2018 પર સંગ્રહિત. મેળવેલ 22 November 2009.CS1 maint: ref=harv (link)
  7. Thai websites web page
  8. Coedès, George (1968). Walter F. Vella (સંપાદક). The Indianized States of Southeast Asia. trans.Susan Brown Cowing. University of Hawaii Press. ISBN 978-0-8248-0368-1. CS1 maint: discouraged parameter (link)
  9. Higham, C. (2014). Early Mainland Southeast Asia. Bangkok: River Books Co., Ltd., ISBN 9786167339443.
  10. Higham, C. (2001). The Civilization of Angkor. London: Weidenfeld & Nicolson, ISBN 9781842125847