ગંગેશ્વર મહાદેવ, ઝાંઝરી

ગંગેશ્વર મહાદેવ, ઝાંઝરીભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના બાયક તાલુકામાં આવેલા ડાભા ગામની ન઼જીકમાં જંગલ વિસ્તારમાં આવેલું છે. ડાભા ગામ થી આશરે ૪ (ચાર) કિલોમીટર જેટલા અંતરે આવેલા આ મંદિર થી તાલુકા મથક બાયડનું અંતર આશરે ૧૬ કિલોમીટર અને દહેગામનું અંતર આશરે ૩૨ કિલોમીટર જેટલું થાય છે. દહેગામ થી બાયડ જતો રાજ્ય ધોરી માર્ગ અહીંથી ૫ (પાંચ) કિલોમીટર જેટલો દૂર છે.

આ મંદિરનું બાંધકામ ઈ.સ.૧૯૬પ (સંવત-ર૦રર)માં કરવામાં આવ્યું છે. આ સ્થળ ધાર્મિક રીતે મહત્વનું ગણાય છે. આ ઉપરાંત આ કુદરતી રમણિયતા ધરાવતું સ્થળ છે. અહીં આવેલી ઝાંઝરી નદીના ઉપરના ભાગેથી આવતો પાણીનો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દૃશ્યો સર્જે છે, જે પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આર્કષણનું કેન્દ્ર છે[]. આ સ્થળ પર અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ સ્થળો પરથી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. જો કે અહિં સ્નાન કરવું ખૂબ જ જોખમી છે, છતાં કેટલાય પર્યટકો અહિં સ્નાન કરી મઝા માણતા હોય છે[].

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો