દહેગામ

ભારતના ગુજરાત રાજ્યનું એક નગર

દહેગામ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું શહેર અને મુખ્ય મથક છે.

દહેગામ
—  નગર  —
દહેગામનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°10′N 72°49′E / 23.17°N 72.82°E / 23.17; 72.82
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ગાંધીનગર
વસ્તી ૪૨,૬૩૨ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 73 metres (240 ft)

ગાયકવાડ સરકાર ના સમયગાળામાં દેસાઈઓ (રબારીઓ) દ્વારા આ ગામ વસાવવામાં આવેલુ. જેમના નામ પરથી બનેલુ દેસાઈગામ અપભ્રંશ થતા થતા દહેગામ કે દેહગામ બન્યુ

દહેગામનો ઇતિહાસ ૮૦૦ વર્ષ જૂનો છે. ઇસ ૧૨૫૭ દરમિયાન ગુજરાતનો આ વિસ્તાર ખિલજી વંશના શાસન હેઠળ હતો. તઘલખ વંશના જફર ખાને ઇડરના રામ રાય રાઠોડને ગાદી પરથી ઉથલાવ્યો અને આ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તાનો કબ્જો મુઘલો પાસે આવ્યો. મરાઠાઓએ ૧૭૫૩ દરમિયાન વિસ્તાર પર શાસન કર્યું જેમાં દામજી ગાયકવાડ શક્તિશાળી શાસક હતા. દહેગામ તાલુકાની સ્થાપના ગાયકવાડ શાસન દરમિયાન ૧૮૭૫માં થઇ હતી અને તુરંત તે વિસ્તારની રાજકીય ગતિવિધીઓનું કેન્દ્ર બન્યો. ૧૯૮૭માં દહેગામ નગરપાલિકાની સ્થાપના થઇ અને તે અમદાવાદ જિલ્લામાં સમાવેશ થયો. જ્યારે ૧૯૯૮માં અમદાવાદ જિલ્લાની પુન:રચના થઇ ત્યારે દહેગામ ગાંધીનગર જિલ્લામાં આવ્યું.[]

દહેગામ 23°10′N 72°49′E / 23.17°N 72.82°E / 23.17; 72.82 પર સ્થિત છે.[] સમુદ્ર સપાટીથી તેની સરરેરાશ ઉંચાઇ ૭૩ મીટર (૨૩૯ ફીટ) છે.

૨૦૧૧ ભારત જનગણના[] પ્રમાણે, દહેગામ નગરમાં ૪૨,૬૩૨ લોકોની વસ્તી હતી.

જેમાં પુરુષોની જનસંખ્યા ૨૧, ૯૬૮ અને મહિલાઓની જનસંખ્યા ૨૦,૬૬૪ છે. દહેગામ નગરનો સાક્ષરતા દર ૮૧.૮૫% છે, જે રાજ્યના સાક્ષરતા દર ૭૮.૦૩% કરતાં વધારે છે. આ પૈકી પુરુષ સાક્ષરતા દર ૮૮.૭૪% અને મહિલા સાક્ષરતા દર ૭૪.૬૪% છે. દહેગામ નગરની જનસંખ્યાના ૧૨.૭૭% વસ્તીની ઉંમર ૬ વર્ષથી ઓછી છે.

  1. "Dahegam City History" (અંગ્રેજીમાં). HopAroundIndia.com. મૂળ માંથી 2015-09-24 પર સંગ્રહિત. મેળવેલ ૯ માર્ચ ૨૦૧૫.
  2. Falling Rain Genomics, Inc - Dahegam
  3. "Dehgam City Population Census 2011 - Gujarat". www.census2011.co.in. મેળવેલ ૧૦ નવેમ્બર ૨૦૧૭.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો