ગટુભાઈ ગોપીલાલ ધ્રુ
(ગટુભાઈ ગો. ધ્રુવ થી અહીં વાળેલું)
ગટુભાઈ ગોપીલાલ ધ્રુ (૧૮૮૧-૧૯૬૮) ગુજરાત રાજ્યના એક કેળવણીકાર, સમાજસેવક, ચિંતક અને સાહિત્યકાર હતા. તેમનો જન્મ અમદાવાદ ખાતે ઈ.સ. ૧૮૮૧નાં વર્ષમાં મે મહિનાની દસમી તારીખે થયો હતો. તેઓએ ઉચ્ચ શિક્ષણ અમદાવાદની ગુજરાત કોલેજ ખાતે સફળતાપૂર્વક પૂર્ણ કર્યું હતું અને ત્યાર બાદ કેળવણી ખાતામાં જોડાયા હતા[૧]. તેઓ અમદાવાદ પ્રાર્થના સમાજના મુખ્ય કાર્યકર્તા, ગુજરાત સ્ત્રી કેળવણી મંડળના મંત્રી અને મહિપતરામ આશ્રમના મંત્રી તરીકે ઘણો લાંબો સમય રહ્યા હતા.
ગટુભાઈ ગોપીલાલ ધ્રુ | |
---|---|
જન્મની વિગત | ૧૦ મે ૧૮૮૧ અમદાવાદ |
મૃત્યુની વિગત | ૨૪ મે ૧૯૬૮ |
રાષ્ટ્રીયતા | ભારતીય |
નાગરીકતા | ભારતીય |
અભ્યાસ | સ્નાતક |
શિક્ષણ સંસ્થા | ગુજરાત કોલેજ, અમદાવાદ |
ક્ષેત્ર | શિક્ષણ |
વ્યવસાય | કેળવણીકાર |
ધર્મ | સનાતન ધર્મ |
માતા-પિતા | ગોપીલાલ ધ્રુ |
એમનું અવસાન ઈ. સ. ૧૯૬૮ના વર્ષમાં મે મહિનાની ચોવીસમી તારીખે થયું હતું.
સંદર્ભ
ફેરફાર કરોઆ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |