મે ૨૪
તારીખ
૨૪ મેનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૪૪મો (લિપ વર્ષ દરમ્યાન ૧૪૫મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૨૧ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
ફેરફાર કરો- ૧૮૪૪ – સેમ્યુઅલ મોર્સે અમેરિકાની જુની સર્વોચ્ચ ન્યાયાલયની કેબીનમાંથી પોતાના મિત્ર 'આલ્ફ્રેડ વેઇલ'ને, બાલ્ટિમોરમાં, તાર (મોર્સકોડ) દ્વારા પ્રથમ સંદેશો મોકલ્યો. જેનાં શબ્દો હતા: "What hath God wrought" (બાઇબલ ઉદ્ધરણ ૨૩:૨૩).
- ૧૮૮૩ – ૧૪ વર્ષનાં બાંધકામ પછી, ન્યુયોર્ક શહેરમાં 'બ્રુકલિન બ્રિજ' જાહેર આવાગમન માટે ખુલ્લો મુકાયો.
- ૧૯૪૦ – ઇગોર સિર્કોસ્કી (Igor Sikorsky)એ સફળતા પૂર્વક એક રોટર વાળા હેલિકોપ્ટર (Helicopter)નું ઉડાન કર્યું.
- ૧૯૭૦ – સોવિયેત યુનિયને, કોલા હોલ (Kola Superdeep Borehole)તરીકે ઓળખાતા સૌથી ઉંડા બોરનું શારકામ શરૂ કર્યું.
- ૧૯૯૧ – ઈઝરાયલે ઓપરેશન સોલોમન અંતર્ગત ઇથોપિયન યહૂદીઓને ઇઝરાયલમાંથી હાંકી કાઢ્યા.
- ૧૯૯૩ – ઇરિટ્રિયાને ઇથોપિયાથી સ્વતંત્રત થયું.
- ૨૦૦૦ – ઈઝરાયલનું સૈન્ય ૨૨ વર્ષના કબજા પછી દક્ષિણ લેબેનોનમાંથી ખસી ગયું.
- ૨૦૦૧ – ૧૫ વર્ષની ઉંમરનો શેરપા 'તેમ્બા ત્શેરી'એ સૌથી નાની વયે એવરેસ્ટ પર પહોંચવાનો કિર્તિમાન સ્થાપિત કર્યો.
- ૨૦૦૨ – રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાએ| મોસ્કો સંધિ પર હસ્તાક્ષર કર્યા.
- ૨૦૦૪ –ઉત્તર કોરિયા (North Korea)એ મોબાઇલ ફોન પર પ્રતિબંધ લાગુ કર્યો.
- ૨૦૧૯ – સુરત (ગુજરાત)માં આગ લાગવાથી ૨૨ વિદ્યાર્થીઓના મોત.
જન્મ
ફેરફાર કરો- ૧૬૮૬ – ગેબ્રિએલ ફેરનહાઇટ (Gabriel Fahrenheit), થર્મોમીટર(Thermometer)નો શોધક. (અ. ૧૭૩૬)
- ૧૮૧૯ – રાણી વિક્ટોરીયા, યુનાઇટેડ કિંગડમ ઓફ ગ્રેટ બ્રિટન અને આયર્લેન્ડની રાણી. (અ. ૧૯૦૧)
- ૧૮૯૬ – કરતારસિંઘ સરાભા, ભારતીય ક્રાંતિકારી. (અ. ૧૯૧૫)
- ૧૮૯૯ – કાઝી નઝરુલ ઇસ્લામ, ભારતીય બંગાળી કવિ, લેખક, સંગીતકાર અને બાંગ્લાદેશના રાષ્ટ્રીય કવિ. (અ. ૧૯૭૬)
- ૧૯૦૫ – મિખાઈલ શોલોખોવ, રશિયન નવલકથાકાર અને સાહિત્યમાં ૧૯૬૫ના નોબેલ પુરસ્કારના વિજેતા. (અ. ૧૯૮૪)
- ૧૯૪૦ – જોસેફ બ્રોડ્સ્કી, રશિયન-અમેરિકન કવિ અને નિબંધકાર. સાહિત્યમાં ૧૯૮૭ના નોબેલ પુરસ્કારના વિજેતા. (અ. ૧૯૯૬)
- ૧૯૫૪ – બચેન્દ્રી પાલ, ભારતીય પર્વતારોહક, માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા.
- ૧૯૫૫ – રાજેશ રોશન, હિન્દી સિનેમાના સંગીત દિગ્દર્શક અને સંગીતકાર.
અવસાન
ફેરફાર કરો- ૨૦૦૦ – મજરુહ સુલતાનપુરી, ઉર્દૂ કવિ અને હિન્દી સિનેમાના ગીતકાર. (જ. ૧૯૧૯)
તહેવારો અને ઉજવણીઓ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર મે ૨૪ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.