ગળવાવ

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

"ગળવાવ" ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લા ના માણાવદર તાલુકાનું એક ગામ છે. ગળવાવ જુનાગઢ-પોરબંદર રાજ્ય માર્ગ નં.૩૨ પર આવેલ છે.તે માણાવદર થી આશરે ૬ કિલોમીટર ના અંતરે આવેલું છે. ગળવાવ ગામની વસ્તી આશરે ૧૨૦૦ની છે.

ગળવાવ
—  ગામ  —
ગળવાવનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°29′30″N 70°11′52″E / 21.491548°N 70.197852°E / 21.491548; 70.197852
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

ગળવાવ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી અને ગ્રામપંચાયત જેવી સગવડો ઉપલબ્ધ છે. ઉપરાંત ગામમાં રામ મંદિર,શિવ મંદિર,હનુમાન મંદિર, દૂધ ઉત્પાદક મંડળી, ચબુતરો, ગ્રામ વાટિકા, ગૌશાળા અને સ્મશાન પણ છે. ગળવાવ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ગામમાં મુખ્યત્વે મગફળી, કપાસ, જીરું, ચણા અને ઘઉંનું વાવેતર થાય છે.