ગાંધીનગર જિલ્લો
ગાંધીનગર જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો એક જિલ્લો છે. ગાંધીનગર જિલ્લાનું મુખ્ય મથક ગાંધીનગર શહેરમાં આવેલું છે.
ગાંધીનગર જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
સ્થાપના | ૧૯૬૪ |
નામકરણ | મહાત્મા ગાંધી |
મુખ્ય મથક | ગાંધીનગર |
વિસ્તાર | |
• કુલ | ૬૪૯ km2 (૨૫૧ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૧૩,૯૧,૭૫૩ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વાહન નોંધણી | GJ-18 |
વેબસાઇટ | gandhinagar |
તાલુકાઓ
ફેરફાર કરોગાંધીનગર જિલ્લામાં ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે.
વસ્તી
ફેરફાર કરો૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ગાંધીનગર જિલ્લાની વસ્તી ૧૩,૮૭,૪૭૮ છે,[૨] જે સ્વાઝીલેન્ડ દેશની વસ્તી[૩] અથવા યુ.એસ.ના હવાઇ રાજ્ય જેટલી છે.[૨][૪] જિલ્લાની વસ્તી ગીચતા 660 inhabitants per square kilometre (1,700/sq mi) છે.[૨] ૨૦૦૧-૨૦૧૧ના દાયકામાં વસ્તી વધારાનો દર ૧૨.૧૫% રહ્યો હતો.[૨] જિલ્લામાં સાક્ષરતા દર ૨૦૦૧માં ૭૬.૫% હતો જે ૨૦૧૧માં ૧૦ ટકા જેટલો વધીને ૮૫.૭૮% થયો હતો.[૨]
પ્રવાસન
ફેરફાર કરોગાંધીનગરમાં વિવિધ ઐતહાસિક, ધાર્મિક તેમજ સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો આવેલા છે.[૫]
- અક્ષરધામ
- ઈંદ્રોડા પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય
- મહાત્મા મંદિર
- સરિતા ઉદ્યાન
- ચિલ્ડ્રન્સ પાર્ક
રાજકારણ
ફેરફાર કરોવિધાનસભા બેઠકો
ફેરફાર કરોગાંધીનગર જિલ્લામાં ૪ (ચાર) વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૩૪ | દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | ભાજપ | ||
૩૫ | ગાંધીનગર દક્ષિણ | અલ્પેશ ઠાકોર | ભાજપ | ||
૩૬ | ગાંધીનગર ઉત્તર | રીટાબેન પટેલ | ભાજપ | ||
૩૭ | માણસા | જયંતભાઇ પટેલ | ભાજપ | ||
૩૮ | કલોલ | લક્ષ્મણજી ઠાકોર | ભાજપ |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gandhinagar District : Census 2011 data". મેળવેલ ૧૮ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". મૂળ માંથી 2011-09-27 પર સંગ્રહિત. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૧.
Swaziland 1,370,424
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. મૂળ માંથી ૧ જાન્યુઆરી ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
Hawaii 1,360,301
- ↑ "Gandhinagar Travel Guide, Gujarat". Tour My India.
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર ગાંધીનગર જિલ્લો સંબંધિત માધ્યમો છે.
- ગાંધીનગર જિલ્લા પંચાયતની વેબસાઇટ[હંમેશ માટે મૃત કડી]
- ગાંધીનગર જિલ્લા સમાહર્તા કાર્યાલયનું અધિકૃત વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૯-૦૮-૨૭ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |