ગુજરાતના શક્તિપીઠો
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ગુજરાતના શક્તિપીઠોમાં ત્રણ સ્થાનોનો સમાવેશ થાય છે.
અંબાજી શક્તિપીઠ
ફેરફાર કરોગુજરાતના ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લામાં અંબાજીમાં ગબ્બર અથવા આરાસુરના શિખર પર આ શક્તિપીઠ આવેલી છે. એવું કહેવાય છેકે ભગવતી જગદંબાએ અહીંયા આરાસુરનો સંહાર કર્યો હતો. આરાસુર ઉપરાંત માએ મહીષાસુર, ધુમ્રલોચન અને શુંભ-નીશુંભનો નાશ પણ કર્યો હતો. ગબ્બર પર્વતના આરાસુર શિખર પર માતા સતીના હ્રદયનો ભાગ ખરીને પડ્યો હતો.[૧] એટલે આ શક્તિપીઠ સર્વે શક્તિપીઠો માં હ્રદય સ્થાન ધરાવે છે. આ મંદિરનો વિસ્તાર ચાચર ચોકના નામથી પણ ઓળખાય છે. આ શક્તિપીઠમાં બાળકૃષ્ણની બાબરી ઉતારવાની સંસ્કારવિધી થયેલી એવો પુરાણોમાં ઉલ્લેખ છે.
પાવાગઢ શક્તિપીઠ
ફેરફાર કરોપાવાગઢ શક્તિપીઠ પૂર્વ ગુજરાતમાં પાવાગઢ પર્વત પર આવેલી છે. શંકુ આકાર ધરાવતા આ પર્વત પર વિષ્ણુના સુદર્શન ચક્રથી સતિના જમણા પગની આંગળી અહીં પડી હતી. અહીંયા જગતજનની જગદંબા મહાકાળી સ્વરૂપે બીરાજમાન છે. મંદીરમાં ગર્ભગૃહમાં માતાજીની નેત્ર પ્રતીભા બિરાજમાન છે. બે ફુટ જેટલી આ નેત્રપ્રતિભા સ્વયંભુ હોવાનુ મનાય છે. આ મહાકાળી સ્વરૂપે રક્તબીજ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. રક્તબીજને એવુ વરદાન હતુ કે તેના લોહીના દરેક બિંદુમાંથી તેના જેવા જ શક્તિશાળી રાક્ષસ ઊત્પન્ન થાય. મહાકાળી માએ હાથમા ખપ્પર ધારણ કરી રક્તબીજ પર પ્રહાર કર્યો અને તેના લોહીનુ એકપણ ટીપુ પૃથ્વી પર ન પડવા દીધુ અને રક્તબીજનો સંહાર કર્યો. પાવાગઢમાંથી વિશ્વામિત્ર નામનુ ઝરણું નીકળે છે, જે આગળ જઈને વિશ્વામિત્રી નદી બને છે.
બહુચરાજી શક્તિપીઠ
ફેરફાર કરોઆ શક્તિપીઠ મધ્ય ગુજરાતમાં બહુચરાજીમાં આવેલી છે. અહીંના બોરુવનમાં શિવ પત્ની સતીના અંગનો ડાબો હાથ ખરી પડ્યો હતો. આથી આ સ્થળ બાળા (બહુલાનું ટૂકું રુપ) ત્રિપુરા સુંદરીનું પ્રસ્થાપન થયું. આજે આ સ્થળ બહુચરાજી નામે ઓળખાય છે. પુરાણોમાં પૌરષત્વ આપનારી શક્તિ તરીકે માતા બહુચરાનો ઉલ્લેખ છે.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "51 Shaktipeeth at Ambaji". www.51shaktipeethambaji.org. મૂળ માંથી 2017-07-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ ઓગસ્ટ ૨૦૧૭.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |