ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨
ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૧૨ ભારત દેશના ગુજરાત રાજ્યમાં બે તબક્કામાં યોજાઈ ગઈ: ૧૩ અને ૧૭ ડિસેમ્બર, ૨૦૧૨. મતોની ગણતરી ૨૦ ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ થઈ હતી.
| |||||||||||||||||||
ગુજરાત વિધાનસભામાં ૧૮૨ બેઠકો ૯૨ બેઠકો જીતવા માટે જરુરી | |||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||
આ ચૂંટણીમાં ગુજરાતના લોકોએ ગુજરાત વિધાનસભાના ૧૮૨ સભ્યો ચૂંટયા.[૧]
આ ચૂંટણીમાં ભાજપના નેતા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે ચૂંટાઈ આવ્યા.[૨][૩] વિપક્ષ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હતા.
ગુજરાતની ચૂંટણીની તબક્કાવાર સ્થિતિ
ફેરફાર કરોપહેલો તબક્કો
ફેરફાર કરોપહેલા તબક્કાની ચૂંટણી ૧૩ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજવામા આવી હતી. જેમાં ભૂતકાળ કરતાં સૌંથી વધુ ૭૦.૭૫% મતદાન કરવામાં આવ્યું હતું. સવારના ત્રણ ક્લાક સુધીમાં ૧૮% જેટલુ અને બપોરના ૧ વાગ્યાં સુધીમા ૩૮% જેટલુ મતદાન થઈ ગયું હતું. બપોરના ૩ વાગ્યે ટકાવારી ૫૩% સુધી પહોચી ગઇ હતી અને તે અંતે ૭૦.૭૫% એ પહોચી હતી.[૪][૫]
વિષય | આંકડાકીય માહિતી |
---|---|
મતદાનની ટકાવારી | ૭૦.૭૫% |
મતવિસ્તારો | ૮૭ |
જિલ્લાવાર | સૌરાષ્ટ્ર : ૭ જિલ્લા : ૪૮ બેઠકો દક્ષિણ ગુજરાત : ૭ જિલ્લા : ૩૫ બેઠકો |
કુલ મતદારો | ૧,૮૧,૮૬,૦૪૫ |
ઉમેદવારો | ૪૭ મહિલાઓ સહીત ૮૪૬ ઉમેદવારો |
મતદાન મથકની સંખ્યા | ૨૧,૨૬૮ |
આઇડી કાર્ડનું વહેચણી | ૯૯.૬૫% મતદારો |
ફોટોવાળી મતદાન પાવતીની વહેચણી | ૯૯.૫૩% મતદારો |
ઉપયોગમાં લેવાયેલ ઈવીએમ મશીનની સંખ્યા | ૨૫,૦૦૦ |
ઈવીએમમાં ભૂલની ટકાવારી | ૦.૦૧% |
નોંધ | શાંતિપૂર્ણ મતદાન. જૂનાગઢ અને સુરેન્દ્રનગરના બે ગામ દ્વારા મતદાનનો બહિષ્કાર |
જિલ્લા અનુસાર મતદાનની વિગતો
ફેરફાર કરોસૌરાષ્ટ્ર
ફેરફાર કરોજિલ્લો | ટકાવારી |
---|---|
પોરબંદર | ૬૬.૩૯% |
અમરેલી | ૬૭.૨૧% |
જામનગર | ૬૮.૪૮% |
ભાવનગર | ૬૯.૧૧% |
જુનાગઢ | ૬૯.૭૧ |
સુરેન્દ્રનગર | ૬૯.૭૯% |
રાજકોટ | ૭૧.૦૧% |
ગ્રામ્ય અમદાવાદ
ફેરફાર કરોજિલ્લો | ટકાવારી |
---|---|
અમદાવાદ ગ્રામ્ય સાણંદ વિરમગામ ધોળકા ધંધુકા |
૬૮.૪૧% |
દક્ષિણ ગુજરાત
ફેરફાર કરોજિલ્લો | ટકાવારી |
---|---|
ડાંગ | ૬૮.૭૬% |
સુરત | ૬૯.૫૮% |
વલસાડ | ૭૩.૫૯% |
ભરૂચ | ૭૫.૧૧% |
નવસારી | ૭૫.૫૯% |
તાપી | ૮૦.૪૩% |
નર્મદા | ૮૨.૨૧% |
ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લી ચાર ચૂંટણીથી(૧૯૯૫, ૧૯૯૮, ૨૦૦૨, ૨૦૦૭) સરેરાશ મતદાન ૬૪.૩૯%(૧૯૯૫ માં) થી નીચે આવીને ૫૯.૭૭%(૨૦૦૭ માં) રહ્યું હતું .[૬] [૭]
બીજો તબક્કો
ફેરફાર કરોગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨નો બીજો તબક્કામાં પણ મોટા પ્રમાણમાં મતદાનનું વલણ ચાલુ રહ્યું અને મતદાન ૭૧.૮૫% જેટલું થયું. પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના વિક્રમિ મતદાન બાદ, ૧૭ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ યોજાયેલ બીજા તબક્કામાં અનેક મહત્ત્વનાં વલણો દેખાયાં, યુવાનો, મહિલાઓ, વૃદ્ધો અને કેટલાક ખરાબ સ્વાસ્થ્ય ધરાવતા મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહ અને રસપૂર્વક મતદાન કર્યું.
પ્રથમ તબક્કામાં મતદાન દિવસના અંતિમ કલાકોમાં મોટા પ્રમાણમાં મતદારો મતદાન કરવા આવ્યા હતા આ ચલણ બીજા તબક્કામાં થોડું બદલાયું હતું અને બપોરે એક વાગ્યા સુધીમાં જ મોટા પ્રમાણમાં મતદાન નોંધાયું હતું.
બીજા તબક્કામાં જિલ્લાવાર મતદાનની વિગતો
ફેરફાર કરોઅમદાવાદ
ફેરફાર કરોજિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
અમદાવાદ | ૭૦.૧૦% |
કચ્છ
ફેરફાર કરોજિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
કચ્છ | ૬૭.૭૭% |
મધ્ય ગુજરાત
ફેરફાર કરોજિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
આણંદ | ૭૪.૮૯% |
ખેડા | ૭૨.૧૭% |
વડોદરા | ૭૨.૨૭% |
પંચમહાલ | ૭૧.૪૮% |
દાહોદ | ૬૮.૪૮% |
ઉત્તર ગુજરાત
ફેરફાર કરોજિલ્લો | મતદાનની ટકાવારી |
---|---|
ગાંધીનગર | ૭૪.૪૫% |
બનાસકાંઠા | ૭૪.૮૯% |
સાબરકાંઠા | ૭૫.૫૬% |
મહેસાણા | ૭૩.૬૪% |
પાટણ | ૭૦.૯૨% |
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૨૦૧૨માં બીજા તબક્કાના ૭૧.૮૫%ના મતદાન અને પ્રથમ તબક્કાના ૭૦.૭૫%ના મતદાન સાથે કુલ આખરી મતદાન ૭૧.૩૨% થયું હતું.[૮]
૧૯૮૦થી ૨૦૧૨ દરમ્યાનની ગુજરાત વિધાનસભા ચૂંટણીના આંકડાઓ
ફેરફાર કરોવર્ષ | ૧૯૮૦ | ૧૯૯૦ | ૧૯૯૫ | ૧૯૯૮ | ૨૦૦૨ | ૨૦૦૭ | ૨૦૧૨ |
---|---|---|---|---|---|---|---|
મતાધિકાર ધરાવનારા | ૧૬,૫૦૧,૩૨૮ | ૨૪,૮૨૦,૩૭૯ | ૨૯,૦૩૧,૧૮૪ | ૨૮,૭૭૪,૪૪૩ | ૩૩,૨૩૮,૧૯૬ | ૩૬,૫૯૩,૦૯૦ | ૩૮,૦૭૭,૪૫૪ |
મતદાતાઓ | ૭,૯૮૧,૯૯૫ | ૧૨,૯૫૫,૨૨૧ | ૧૮,૬૮૬,૭૫૭ | ૧૭,૦૬૩,૧૬૦ | ૨૦,૪૫૫,૧૬૬ | ૨૧,૮૭૩,૩૭૭ | ૨૭,૧૫૮,૬૨૬ |
ટકાવારી | ૪૮.૩૭% | ૫૨.૨૦% | ૬૪.૩૯% | ૫૯.૩૦% | ૬૧.૫૪ | ૫૯.૭૭% | ૭૧.૩૨% |
તેથી, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨માં ૭૧.૩૨% મતદાન થયું અને ૧૯૮૦થી શરૂ કરીને પાછલી છ વિધાનસભાની ચૂંટણીની આંકડાકીય માહિતી જોતાં જણાય છે કે તેમાં મોટા પ્રમાણમાં ફેરફારો નોંધાયા. એકંદરે ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૧૨ એ ચૂંટણી પંચ અને જવાબદાર સરકારી એકમો, કર્મચારીઓ અને તંત્ર દ્વારા ખૂબ જ સફળ રીતે પૂર્ણ કરવામાં આવી.
ચૂંટણી પંચ દ્વારા ચલાવાયેલ મતદાન હક્ક અંગેના જાગૃતિ અભિયાન અને તેમના દ્વારા મતદારોને અપાયેલ ફોટો ઓળખ કાર્ડે વધુ પ્રમાણમાં મતદાન થવામાં સારી ભૂમિકા ભજવી. એ નોંધવાલાયક છે કે દેશની અન્ય ચૂંટણીઓ કે જેમાં ઉમેદવાર અથવા રાજકીય પક્ષો મતદારોને મતદાન કરવા સક્રિય રહેતા હોય છે જ્યારે ગુજરાત રાજ્યમાં મતદારો પોતાની જાતે જ મતદાન કરવા આવી રહ્યા હોવાનું વલણ કેટલીક ભૂતકાળની ચૂંટણીથી જોવા મળી રહ્યું છે.
પરિણામ
ફેરફાર કરોમતગણતરી સમગ્ર ગુજરાતમાં એકસાથે દરેક જિલ્લાનાં ચોક્કસ સ્થળોએ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ના રોજ સવારે આઠ વાગ્યે શરૂ થઈ અને સાંજ પહેલાં પૂર્ણ કરવામાં આવી. પરિણામો નીચે મુજબ છે.
રાજકીય દળ | જીતેલી બેઠકો |
---|---|
ભાજપ (ભારતીય જનતા પાર્ટી) | ૧૧૫ |
કોંગ્રેસ (ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ) | ૬૧ |
જીપીપી (ગુજરાત પરિવર્તન પાર્ટી) | ૨ |
એનસીપી (નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) | ૨ |
જેડી (યુ) (જનતા દળ (યુનાઈટેડ)) | ૧ |
અપક્ષ | ૧ |
ભાજપ ૧૬ બેઠકો પર ૨% કરતાં ઓછા અંતરથી હારી.[૧૧] કોંગ્રેસ ૪૬% બેઠકો પર ૫% કરતાં ઓછા અંતરથી જીત્યું.[૧૨]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ "Two-phase Assembly polls in Gujarat". The Hindu. New Delhi. Press Trust of India. 3 October 2012. મેળવેલ 3 October 2012.
- ↑ હિમાંશુ દરજી / કેયૂર ધનદેવ (ડિસેમ્બર ૨૬, ૨૦૧૨). "મોદી આજે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેશે". સમાચાર. ઇકોનોમિક ટાઇમ્સ, ગુજરાતી. મેળવેલ 2013-06-03.
- ↑ Singh, Manisha (૩ ઓક્ટોબર ૨૦૧૨). "Gujarat Assembly Elections 2012: The countdown begins". Zee News. મૂળ માંથી ઑક્ટોબર 5, 2012 પર સંગ્રહિત. મેળવેલ October 4, 2012. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "Historically high polling". Desh Gujarat, Regional Portal. 13 December 2012. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Record voting turnout". Sandesh, Newspaper. 13 December 2012. મૂળ માંથી 16 ડિસેમ્બર 2012 પર સંગ્રહિત. મેળવેલ ૧૩ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Analysis of Compulsory Voting in Gujarat" (PDF). Research Foundation for Governance in India. મૂળ (PDF) માંથી 17 જૂન 2012 પર સંગ્રહિત. મેળવેલ 13 December 2012.
- ↑ "70.75% turnout in first phase of Gujarat polls". The Economic Times. મેળવેલ 15 December 2012.
- ↑ "Record voter turnout in Gujarat - 71.32%". Zee News. મેળવેલ 18 December 2012.
- ↑ "Gujarat Assembly Election 2012, Live poll Results update". Aaj Tak. મૂળ માંથી 2012-12-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Partywise Results". Election Commission of India. મૂળ માંથી 2013-12-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨.
- ↑ "Lowest Margin". Election Commission of India. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨..
- ↑ "Close Contest". Election Commission of India. મેળવેલ ૨૦ ડિસેમ્બર ૨૦૧૨.