ગુજ્જુભાઈ ધ ગ્રેટ (ચલચિત્ર)
ગુજ્જુભાઈ ધ ગ્રેટ એ ઈશાન રાંદેરિયા દ્વારા નિર્દેશિત ૨૦૧૫ ની ગુજરાતી કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મ નક્ષત્ર મનોરંજન દ્વારા રજૂ કરવામાં આવી છે અને સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન્સના સહયોગમાં દેવેન્દ્ર એન. પટેલ દ્વારા નિર્મિત છે. ગુજ્જુભાઈ સ્ટેજ-નાટકોની સુપરહિટ ફ્રેન્ચાઇઝી પર આધારીત આ કૉમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ રાંદેરીયા, જીમિત ત્રિવેદી, સ્વાતિ શાહ, દિપના પટેલ, અલેખ સંગલ, સુનીલ વિશ્રાણી, ખાતેરા હકીમી અને ધર્મેશ વ્યાસ છે. આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરના ૨૦૧૫ના દિવસે પ્રદર્શિત થઈ હતી.[૪] [૫] [૬]
ગુજ્જુભાઈ ધ ગ્રેટ | |
---|---|
દિગ્દર્શક | ઈશાન રાંદેરીયા[૧] |
લેખક | ઈશાન રાંદેરીયા |
નિર્માતા | દેવેન્દ્ર એન પટેલ સિધાર્થ રાંદેરીયા સાથે સહ નિર્માતા |
કલાકારો | સિદ્ધાર્થ રાંદેરીયા જીમિત ત્રિવેદી સ્વાતિ શાહ દીપના પટેલ અલેખ સંગલ સુનિલ વિશ્રાણી અન્નપૂર્ણા શુક્લા ખાતેરા હાકીમી ધર્મેશ વ્યાસ[૨] |
છબીકલા | હિમાંશુ દુબે |
સંપાદન | તુશાર પારેખ |
સંગીત | પાર્થ ભરત ઠક્કર આદ્વૈત નેમલકર |
વિતરણ | પીવીઆર પીક્ચર્સ |
રજૂઆત તારીખ | ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૫ |
અવધિ | ૧૪૫ મિનિટ |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
બોક્સ ઓફિસ | ₹ 15 crore[૩] |
પાત્રો
ફેરફાર કરો- હસમુખ ગાંધી તરીકે સિદ્ધાર્થ રાંદેરીયા
- પ્રમિલા ગાંધી તરીકે સ્વાતિ શાહ
- તનીષા ગાંધી તરીકે દિપના પટેલ
- બકુલ બુચ તરીકે જીમિત ત્રિવેદી
- મોન્ટુ તરીકે અલેખ સંગલ
- લૈલા તરીકે ફાલ્ગુની રાજાણી
- ઈન્સપેક્ટર આકાશ ઝાલા તરીકે સુનિલ વિશ્રાણી
- સોનીયા કપૂર તરીકે ખાતેરા હકીમી
- બડે ભાઈ તરીકે ધર્મેશ વ્યાસ
પૃષ્ઠભૂમિ
ફેરફાર કરોપાત્રોના નામો રજૂ થાય તે પહેલાં ગાંધી રેસિડેન્સના પ્રારંભિક દ્રશ્યથી ફિલ્મની શરૂઆત થાય છે. હસમુખ ગાંધી મનમોજી (હેપી-ગો-લકી) વ્યક્તિ છે. પરંતુ જ્યારે તેની પુત્રી, તનિષા તેના બોયફ્રેન્ડ મોન્ટુ સાથે ઘરે આવે છે ત્યારે તેની તણાવમુક્ત જીવનમાં તણાવ પ્રવેશે છે. પરંતુ મોન્ટુ તો એક શરત જીતવા અમદાવાદ આવ્યો હતો કે તેને કોઈ પણ છોકરી મળી શકે. ગાંધી પરિવાર મોન્ટુના આકર્ષણથી વશીભૂત થઈ જાય છે, પણ હસમુખ તેને જે શંકિત નજરે જ જુવે છે. તેની પુત્રીને ફસાવા ન દેવાની ઈચ્છાથી, હસમુખ તેના માટે સર્વગુણ સંપન્ન છોકરો શોધી કાઢે છે; હસમુખનો મેનેજર બકુલ બુચ, તનિષાનો નાનપણનો મિત્ર હતો પણ બકુલ ખૂબ શરમાળ હોય છે. હસમુખ બકુલને ઠરેલ ગુજ્જુમાં પરિવર્તિત કરવા નિશ્વય કર્યો. જો કે કોઈએ તેની પસંદગીને મંજૂરી ન આપી.
હસમુખ શ્રેણીબદ્ધ ઘટનાઓનું આયોજન કરે છે પણ અકસ્માતે ટૂંક સમયમાં તે બધી જ નિયંત્રણથી બહાર થઈ જાય છે. બકુલ પાસે સાથે ભાગ ભજવ્યા સિવાય કોઈ વિકલ્પ નથી અને મોન્ટુ દરેક ઘટનાને ઊંધી વાળવા તૈયાર હોય છે. તે દરમિયાન પોલીસ હસમુખ અને બકુલને વોન્ટેડ આતંકવાદી હોવાનું માની તેમની દરેક ચાલ પર નજર રાખવા તેમનો પીછો કરે છે. હસમુખ નિર્ણય કરે છે કે તનિષાને બકુલ પ્રત્યે આકર્ષીત કરવા તેને ઈર્ષ્યા કરાવવી જરૂરી છે તેથી તે બકુલ અને પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી સોન્યા કપૂર સાથે મૈત્રી છે એવી ખોટી વાત ફેલાવે છે. બડેભાઈ નામના ટોળા જમા કરાવના ગુંડો આ અભિનેત્રીનો ખરો બોયફ્રેન્ડ હોય છે - તેને આ સંબંધ વિશે સાંભળવા મળે છે, અને તે વાસ્તવિક હોવાનું માની બકુલની હત્યા કરવા માટે ગાંધી રેસિડેન્સ આવે છે. જોકે પોલીસ ઘરનો ઘેરો લઈ બડેભાઇને પકડી પાડે છે, પરંતુ આ કાર્યવાહીમાં બકુલ ઘાયલ થઈ જાય છે અને તેને રુગ્ણવાહીકા(એમ્બ્યુલન્સ)માં લઈ જવામાં આવે છે. આ ફિલ્મ તનિષા અને બાકીના ગાંધી પરિવારની સભ્યોની હોસ્પિટલમાં બકુલની મુલાકાત, મોન્ટુની અમદાવાદમાંથી વિદાય, અને બડાભાઇના જેલમાંના દ્રશ્યો સાથે પૂરી થાય છે.[૭]
નિર્માણ
ફેરફાર કરોઆ ફિલ્મ સિદ્ધાર્થ રાંદેરીયા અભિનીત ગુજરાતી રંગમંચ નાટક શ્રેણી, ગુજ્જુભાઈ પર આધારિત છે. સિદ્ધાર્થ રાંદેરીયાના પુત્ર ઇશાન રાંદેરિયાએ આ ફિલ્મની પટકથા લખી હતી અને ફિલ્મનું નિર્દેશન કર્યું હતું, તેના નિર્માણમાં દોઢ વર્ષ લાગ્યો. ૨૦૧૪ માં આ ફિલ્મમાં ભૂમિકા માટે અપરા મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ વ્યસ્તતાને કારણે તેમણે ઇનકાર કર્યો હતો.[૮] આ ફિલ્મને અમદાવાદમાં ૪૦ દિવસ સુધી હેરિટેજ હાઉસ, સાબરમતી રીવરફ્રન્ટ અને કાંકરિયા તળાવ જેવા વિવિધ સ્થળોએ ચિત્રીકૃત કરવામાં આવી હતી.[૯]
ગીત-સંગીત
ફેરફાર કરોગુજ્જુભાઈ ધ ગ્રેટ ફિલ્મમાં દિવ્યા કુમાર, પાર્થ ઓઝા, અદ્વૈત નેમલેકર, વિભા સરાફ, કેતન સિંઘ, મનશીલ ગુજરાલ, શિખા જૈન દ્વારા ગીતો ગવાયા છે. ફિલ્મમાં સંગીત અને પાર્શ્વ સંગીત (બેકગ્રાઉન્ડ સ્કોર) પાર્થ ભરત ઠક્કર દ્વારા આપવામાં આવ્યું છે અને વધારાનું સંગીત અદ્વૈત નેમલેકરનું છે. સંગીતનું વિમોચન ૩૧ ઑગસ્ટના રોજ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું.[૧૦]
ક્રમ | શીર્ષક | ગીત | કલાકારો | અવધિ |
---|---|---|---|---|
1. | "ગુજ્જુભાઈ જુલે છે" | નિરેને ભટ્ટ | દિવ્યા કુમાર | ૩:૧૫ |
2. | "એક બિલાડી જાડી" | નિરેને ભટ્ટ | પાર્થ ઓઝા | ૨:૨૨ |
3. | "ફીલીંગ અવનવી" | નિરેને ભટ્ટ | અદ્વૈત નેમલેકર, વિભા સરાફ | ૪:૩૦ |
4. | "આઈ ડાન્સ બેબી" | ઈશાન રાંદેરીયા, જસવંત સિંઘ રાઠોડ. | અદ્વૈત નેમલેકર, કેતન સિંઘ, મનશીલ ગુજરાલ, શિખા જૈન | ૩:૧૮ |
કુલ અવધિ: | ૧૩:૨૫ |
પ્રદર્શન
ફેરફાર કરોઆ ફિલ્મ માટેનું ઑફિશિયલ પોસ્ટર ૧૮ ઑગસ્ટ ૨૦૧૫ના રોજ રજૂ થયું હતું.[૧૧] પહેલું ટ્રેલર ૨૫ ઑગસ્ટ ૨૦૧૫ ના રોજ ઓનલાઇન રિલીઝ થયું હતું અને પ્રેક્ષકો દ્વારા તેને આવકારાયું હતું. આ ફિલ્મ ૧૮ સપ્ટેમ્બરના રોજ ગુજરાત, મુંબઇ અને પુણેમાં રિલીઝ થઈ હતી.[૧૨] પ્રથમ સપ્તાહમાં સારો પ્રતિસાદ જોતાં, આ ફિલ્મ દિલ્હી, ગુરગાંવ, ઉદયપુર, હૈદરાબાદ, વિજયવાડા, ઇન્દોર, બેંગ્લોર, નાગપુર અને કોલકાતામાં રજૂ થઈ હતી.[૧૩]
પ્રતિસાદ
ફેરફાર કરોફિલ્મને સકારાત્મક સમીક્ષાઓ મળી. મિડ ડેએ કહ્યું, "આ ફિલ્મ તેના પ્રેક્ષકો આકર્ષીત કરે છે કારણ કે તેમાં ગુજ્જુભાઇ પાસેથી અપેક્ષિત બધી બાબતો છે, અને ગાંડપણ ભરેલી રમૂજ ભરેલા દ્રશ્યો છતાં કોઈ વધારે પડતો અભિનય કરતું નથી અને વેવલાઈ પણ ખૂબ ઓછી છે."[૧૪] દેશગુજરાતે કહ્યું, "સિદ્ધાર્થ રાંદેરિયાના ગુજ્જુભાઈ સંપૂર્ણ મનોરંજન પીરસતી શરૂથી અંત સુધી હસાવે છે."[૧૫]
બીજો ભાગ
ફેરફાર કરોસિદ્ધાર્થ રાંદેરીયા અને જીમિત ત્રિવેદી અભિનીત આ ફિલ્મનો અન્ય ભાગ (સિક્વલ) ગુજ્જુભાઈ - મોસ્ટ વોન્ટેડ ૨૩ ફેબ્રુઆરી, ૨૦૧૮ ના દિવસે રજૂ થયો. આ ફિલ્મનું નિર્દેશન ઈશાન રાંદેરીયાએ કર્યું હતું.
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "Gujjubhai The Great Movie 2015 - Super Comedy Gujarati Film Starring Siddharth Randeria". nri Gujarati.
- ↑ "First look of actor Siddharth Randeria's 'Gujjubhai- The Great' released". The City News. 19 August 2015. મૂળ માંથી 4 નવેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 4 નવેમ્બર 2019.
- ↑ "Gujarati Films to hit a century this year". 22 June 2016.
- ↑ "Siddharth Randeria planning a movie on Gujjubhai series". The Times of India. 30 July 2014.
- ↑ "'Gujjubhai- The Great' first look released". Chennai Patrika. 18 August 2015.
- ↑ "ગુજ્જુભાઈ ધ ગ્રેટ : નાટકની ધમાલ ફિલ્મના પડદા પર". Gujarat Samachar.
- ↑ BookMyShow. "Gujjubhai The Great (U)". BookMyShow. મેળવેલ 2015-09-16.
- ↑ Shruti JambhekarShruti Jambhekar, TNN (4 August 2014). "Apara Mehta offered an interesting role in Gujjubhai movie". The Times of India. મેળવેલ 17 September 2015.
- ↑ "It's showtime for Gujjubhai". Ahmedabad Mirror. 17 September 2015. મૂળ માંથી 15 ફેબ્રુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 17 September 2015.
- ↑ "GUJJUBHAI THE GREAT". Times Music. મૂળ માંથી 2019-11-04 પર સંગ્રહિત. મેળવેલ 2019-11-04.
- ↑ "'Gujjubhai – The Great' release date confirmed". Biz Asia. 8 September 2015. મૂળ માંથી 20 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 4 નવેમ્બર 2019.
- ↑ "Trailer of 'Gujjubhai – The Great' has been out". Bolly Vision. 27 August 2015. મૂળ માંથી 25 સપ્ટેમ્બર 2015 પર સંગ્રહિત. મેળવેલ 4 નવેમ્બર 2019.
- ↑ "Details". epaper.navgujaratsamay.com. મેળવેલ 2015-09-27.
- ↑ Deepa Gahlot (22 September 2015). "Gujju-Go-Round". Mid Day.
- ↑ Rupang Bhatt (18 September 2015). "Siddharth Randeria's Gujjubhai the Great entertains with lots of (LOL) moments". DeshGujarat.