કેપ્ટન ગુરબચ્ચન સિંહ સલારીઆ ભારતીય ભૂમિસેનાના અધિકારી હતા. તેઓ ભારતનું સર્વોચ્ચ લશ્કરી સન્માન પરમવીર ચક્ર એનાયત થયું હતું. ૧૯૮૮માં ચેતન આનંદ નિર્મિત ધારાવાહિક પરમ વીર ચક્રમાં તેમના પાત્રનો અભિનય અભિનેતા બ્રાન્ડો બક્ષીએ કર્યો હતો.

કેપ્ટન
ગુરબચ્ચન સિંહ સલારીઆ
PVC
પરમ યોદ્ધા સ્થળ, નેશનલ વોર મ્યુઝિયમ, નવી દિલ્હી ખાતે ગુરબચ્ચન સિંહ સલારીઆની અર્ધપ્રતિમા
જન્મ(1935-11-29)29 November 1935
શકરગઢ, પંજાબ પ્રાંત, બ્રિટીશ ભારત
મૃત્યુ5 December 1961(1961-12-05) (ઉંમર 26)
લુબુમ્બાશી, કાતંગા પ્રાંત, રિપબ્લીક ઓફ કોંગો
દેશ/જોડાણ India
સેવા/શાખા ભારતીય ભૂમિસેના
સેવાના વર્ષો૧૯૫૭–૧૯૬૧
હોદ્દો કેપ્ટન
સેવા ક્રમાંકIC-8497[]
દળ૩/૧ ગુરખા રાઇફલ્સ
યુદ્ધોકોંગો સંકટ
  • કોંગોમાં સંયુક્ત રાષ્ટ્રનું ઓપરેશન
    • ઓપરેશન ઉનોકટ  
પુરસ્કારો પરમવીર ચક્ર

શરૂઆતનું જીવન

ફેરફાર કરો

તેઓ પંજાબ, ભારત રાજ્યના એક રાજપૂત કુટુંબમાં જન્મ્યા હતા. તેઓએ વિખ્યાત ચૈલ સૈનિક સ્કુલ, શિમલા ખાતે ભણતરની શરૂઆત કરી હતી. તેઓ ભારતીય સુરક્ષા અકાદમી, ખડકવાસલાની આઠમી બેચમાં જોડાયા હતા. તેમનો કેડેટ નંબર ૧૩૧૭ હતો અને તેઓ બ્રાવો ટુકડીમાં હતા.

લશ્કરી કારકિર્દી

ફેરફાર કરો

તેઓ ૯ જૂન ૧૯૫૭ના રોજ ૧ ગુરખા રાયફલ્સમાં જોડાયા,[] તેઓ રેજિમેન્ટની ત્રીજી પલટણમાં જોડાયા. ૧૯૬૧માં તેઓ પોતાની પલટણ સાથે વિદેશમાં કટાન્ગા ખાતે નિયુક્ત થયા.[]

બેલ્જીયમ જ્યારે કોંગો છોડતું હતું ત્યારે તે દેશમાં ગૃહયુદ્ધની શરૂઆત થઈ. જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા લશ્કરી પગલાં લેવાનું નક્કી કરાયું ત્યારે ભારતે ૩૦૦૦ સૈનિકોની બ્રિગેડનું યોગદાન આપ્યું. ૧૯૬૧માં સંયુક્ત રાષ્ટ્રસંઘે કટાંગાના લોકો દ્વારા કરાતી હિંસા રોકવાનું નક્કી કર્યું તેના કારણે ટાંગાના વિભાજનવાદી નેતા ત્સોમ્બે ખૂબ રોષે ભરાયા અને તેમનું 'સંયુક્ત રાષ્ટ્રસંઘને ધિક્કારો' અભિયાન તેજ બનાવ્યું જે વધુ હિંસામાં પરિણમ્યું.[]

૫ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ ૩/૧ ગુરખાના સૈનિકોએ કટાંગા મુખ્યાલય અને ઍલિઝાબેથવિલે વિમાનમથકના માર્ગ પર આવેલી કાટાંગાના સૈનિકોની ચોકી પર હુમલો કર્યો. તે ચોકીનો નાશ કરી અને સંયુક્ત રાષ્ટ્રસંઘની ચોકી ગુરખાઓએ સ્થાપી. જ્યારે કેપ્ટન સલારીઆ પોતાની ટુકડીની મદદથી ચોકી મજબૂત કરવા આગળ વધ્યા ત્યારે તેમને જૂના વિમાનમથક વિસ્તારમાં મોટા પ્રમાણમાં વિરોધનો સામનો કરવો પડ્યો. દુશ્મનો બે બખ્તરબંધ ગાડી અને ૯૦ સૈનિકોની મદદથી જમણી તરફથી હુમલો કરી રહ્યા હતા. લક્ષ્ય પૂરું પાડવા માટે દુશ્મનોની સાંખ્યિક બાહુબળને ગણકાર્યા સિવાય લડાઈ શરૂ કરી. ત્યારબાદ ગુરખાઓ સંગીન, ખુકરી અને હાથગોળાઓના ઉપયોગ વડે દુશ્મન તરફ ધસ્યા. તેઓની મદદમાં એક રોકેટ લોન્ચર પણ હતું. કેપ્ટન સલારીઆ અને તેમની ટુકડીએ ૪૦ દુશ્મનોનો ખાત્મો બોલાવ્યો અને બંને ગાડીને નકામી બનાવી દીધી. સાંખ્યિક બાહુબળ પક્ષમાં હોવા છતાં દુશ્મનો ભાગી છૂટ્યા. તેમને ગળાના ભાગે ગોળી વાગી અને તેમાંથી મોટા પ્રમાણમાં રક્ત વહેવા લાગ્યું. પરંતુ પોતાની ઈજાને ગણકાર્યા વગર તેઓ લડતા રહ્યા અને અંતે મોટા પ્રમાણમાં લોહી વહી જવાથી પડી ગયા અને બાદમાં પોતાની ઈજાને કારણે શહીદ થયા.[][]

કેપ્ટન સલારીઆની કાર્યવાહીને કારણે કટાંગાના સૈનિકો ઍલિઝાબેથવિલે ખાતે આવેલ સંયુક્ત રાષ્ટ્રસંઘના મુખ્યાલયને ઘેરવામાં નિષ્ફળ રહ્યા. તેમના નેતૃત્વ, વીરતા, ફરજ તરફની અડગ નિષ્ઠા અને તેમની પોતાની સુરક્ષાને આખરી ગણવાની ભારતીય ભૂમિસેનાની સર્વોચ્ચ પરંપરાને જાળવવા માટે મરણોપરાંત પરમવીર ચક્રથી સન્માનિત કરાયા.[][]

આ પણ જુઓ

ફેરફાર કરો
  1. Chakravorty 1995, p. 69.
  2. ૨.૦ ૨.૧ ૨.૨ ૨.૩ ૨.૪ "Param Vir Chakra Winners Since 1950". The Times of India. Bennett, Coleman & Co. Ltd. ૨૫ જાન્યુઆરી ૨૦૦૮. મૂળ સંગ્રહિત માંથી ૧૫ નવેમ્બર ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૯ નવેમ્બર ૨૦૧૭.
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-04-26 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-04.
  4. http://www.indianarmy.gov.in/PVC/photo_2.htm

બાહ્ય કડીઓ

ફેરફાર કરો