જ્યોર્જ ગુર્જિયેફ

(ગુર્જીય્ફ થી અહીં વાળેલું)

જ્યોર્જ ઈવાનોવિચ ગુર્જિયેફ એ પશ્ચિમના દેશોના જાણીતા વિચારક અને ચિંતક હતા. તેમના અનુજનું નામ ઓસપેનસકી હતું. આ લોકો એ પશ્ચિમના દેશોમાં ધ્યાનની વિધીઓનો ફેલાવો કર્યો હતો, ગુર્જિયેફ આ વિધીઓ મીસ્ર (મીસર) દેશમાંથી લાવ્યા હતા. તેઓ એ પશ્ચિમના લોકોને આત્માને પામવાનો માર્ગ બતાવ્યો. ધ્યાનની રીતનો ઉલ્લેખ કર્યો હતો. વિપશ્યના જેવી ધ્યાનની વિધીઓનો ફેલાવો કર્યો હતો, જે મુખ્યત: સુફી વિધીઓ હતી.

જ્યોર્જ ગુર્જિયેફ
જન્મગ્યુમરી Edit this on Wikidata
મૃત્યુ૨૯ ઓક્ટોબર ૧૯૪૯ Edit this on Wikidata
વેબસાઇટhttps://www.institut-gurdjieff.com/ Edit this on Wikidata

ગુર્જિયેફનો જન્મ 1877માં આર્મેનિયાના એલેક્સાન્ડ્રોલમાં થયો હતો. તેમના પિતા ગ્રીક અને માતા આર્મેનિયન હતા. તેમના બાળપણ વિષેની માહિતી બહુ ઓછી મળે છે. તેમનું બાળપણ કાર્સમાં વીત્યું હતું. તેમણે તેમની યુવાનીમાં કરેલા પૂર્વ અને પશ્ચિમના પ્રવાસો જે ‘સત્યશોધક’(Seekers of truth)થી જણાવ્યા જે જૂથના લોકો સાથે મળી કરેલા. તેઓ યુવાવસ્થામાં યુરોપ અને એશિયાના મઠોમાં ઘૂમયા હતા. તેમના જીવન પર જિપ્સીઓની પધ્ધતિઓ તથા સૂફીવાદીઓની ગાઢ અસર થયેલી.[]

ગૂઢ વિદ્યાભ્યાસ

ફેરફાર કરો

ગુર્જિયેફ જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધના સમયમાં રશિયાથી પાછા ફર્યા ત્યારે તેમણે મોસ્કો અને સેંટ પીટર્સબર્ગ (લેનીનગ્રાડ)માં તેમની આગવી વિકસવેલી પધ્ધતિ-ગૂઢ વિદ્યા શીખવાનો પ્રારંભ કર્યો. રશિયામાં ક્રાંતિ થઈ ત્યારે તેમણે તેમના અનુયાયીઓ સાથે રશિયા છોડયું. અને ઇ.સ ૧૯૨૨માં ફ્રાંસના પેરિસ નજીક ફોન્ટબ્લો ખાતે માનવ જાતિના સંવાદલક્ષી વિકાસ માટે ઇન્સ્ટિટયૂટ ફોર હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઓફ મેન નામના અભ્યાસ કેન્દ્રની સ્થાપના કરી. યુરોપમાં પણ ઠેર ઠેર તેમણે તેમની 'સિસ્ટમ' માટેના પ્રવચન-પ્રવાસ કર્યા. જ્યારે ઇ.સ. ૧૯૪૨માં તેઓ યુ.એસ.એ ગયા ત્યારે તેમના પ્રચારથી ઘણા લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષાયું હતું. પેરિસમાં તેમણે અંત સુધી શિક્ષણ ચાલુ રાખ્યું હતું.[]

ગુર્જિયેફની સિસ્ટમ

ફેરફાર કરો

ગુર્જિયેફની સિસ્ટમનો વિસ્તાર એ વિચારને કેન્દ્રમાં રાખીને થયો હતો કે માનવ પૂર્ણપણે સભાન નથી. પરંતુ અમુક વાર આકસ્મિકપણે સૂક્ષ્મદ્ર્ષ્ટિના ઝબકરા તેને પોતાના અસ્તિત્વથી સભાન કરાવે છે. વાસ્તવમાં આપણે સૂઈ જ રહ્યા છીએ અને સંજોગો આપણને એકથી બીજા પ્રસંગ પર ફંગોળે છે.[]

ગુર્જિયેફ પોતાના અનુયાયીઓને જાગૃત કરવા કેટલીક અંગ કસરતો , ચોક્કસ વિધિપૂર્વક વિકસાવેલા નૃત્ય વગેરે દ્વારા અનુયાયીઓની સુષુપ્તશક્તિને સક્રિય કરતા. જેના લીધે જાગરૂકતાના ઉચ્ચ સ્તર સુધી પહોચી તેમના ચેતાતંત્રમાં વિશિષ્ટ પ્રકારનું સંતુલન તથા સામંજસ્ય લાવી શકતા.[] વિશ્વના અનેક દેશોમાં તેમની સિસ્ટમ અંગેના અભ્યાસ કેન્દ્ર આવેલા છે. ગુજરાત રાજ્યના અમદાવાદમાં પણ આવું એક કેન્દ્ર પાલડી વિસ્તારમાં સ્થાપવામાં આવેલું છે. ભારતમાં તેમણે ખ્યાતિ અપાવવામાં ઓશો રાજનીસનો મુખ્ય ફાળો છે.[]

ગુર્જિયેફનો સાધનામાર્ગ

ફેરફાર કરો

ગુર્જિયેફના મત અનુસાર માણસ એક મશીન છે. તે કારણ કે તે સ્વ-પ્રયત્નથી વિચારી શકતો નથી. તે કઠપૂતળીની જેમ માત્ર નાચતો હોય છે. તે માર્ગો તથા પ્રયત્નોથી તેના યાંત્રિકપણાનો અંત આણી શકે છે. આ માટે પ્રથમ તેણે સ્વચેતનાનો અર્થ સમજવો જરૂરી છે પછી તેના પર ક્રમશ અંકુશ મેળવવાનું હોય છે.[]

ગુર્જિયેફના મતે ચેતનાની ચાર સ્થિતિઓ છે.

  • ઊંઘમાં ચેતનાની સ્થિતિ(સ્વપ્ન)
  • જાગૃત નીંદ્રને દિવસભરની જાગૃત સ્થિતિ
  • સ્વસ્મૃતિમય ચેતના
  • ચેતનાની સંપૂર્ણ સહજ જાગૃતિ એટ્લે બ્રાહ્મીસ્થિતિ- તુરીયાવસ્થા

વ્યક્તિ પ્રથમ બે સ્થિતિથી જ સામાન્ય રીતે પરિચિત હોય છે.[]

ગુર્જિયેફ મનુષ્યની સાત શ્રેણી દ્વારા માનવવિકાસના તબક્કાને સમજાવ્યા છે.

A. શારીરિક મનુષ્ય, B. સંવેદનશીલ મનુષ્ય, C. બૌદ્ધિક મનુષ્ય, D. સ્વ નિરીક્ષણની આવશ્યકતા માટે પોતાના વિકાસ અંગેનો ખ્યાલ હોય તેવો મનુષ્ય, E. અહમ સાથે સ્વચેતનાનું અદ્વૈત સાધ્યું હોય તેવો મનુષ્ય, F. વસ્તુલક્ષી ચેતના પ્રાપ્ત કરેલો મનુષ્ય અને G. પૂર્ણ ચૈત્નયરૂપ પુરુષ.

વ્યક્તિની આત્મજાગૃતિ માટે ખાસ ત્રણ સોપાનોની જરૂરિયાત હોય છે. 1) માનવ લગભગ નિંદ્રામાં જ જીવન ગાળી રહ્યો છે. તેનું ભાન થવું. 2) તેમાથી જાગૃત થવાની ઝંખના અને 3) તે માટે આત્મનિરીક્ષણનો સંઘર્ષમય માર્ગ []

પુસ્તકો

ફેરફાર કરો
  • ઓલ એન્ડ એવરીથિંગ’(૧૯૫૦)
  • મિટિંગ વિથ રિમાર્કેબલ મેન’(૧૯૬૩)
  • લાઈફ ઈઝ રિયલ ઓન્લી ધેન વેન 'આઇ એમ'(૧૯૭૫).[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. Who's Who in the Twentieth Century. Oxford University Press. 1999. doi:10.1093/acref/9780192800916.001.0001. ISBN 9780199754670Oxford Reference વડે.
  2. Taylor, Bron, સંપાદક (2006). The Encyclopedia of Religion and Nature. Oxford University Press. ISBN 9780199754670Oxford Reference વડે.
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ ૩.૪ ૩.૫ ૩.૬ ત્રિવેદી, જે.પી. (૧૯૯૪). ગુજરાતી વિશ્વકોશ. ખંડ ૬ (ગ - ઘો) (1st આવૃત્તિ). અમદાવાદ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. પૃષ્ઠ ૫૪૪.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો