ઘાઘરા (ગોગરા અથવા કરનાલી) ઉત્તર ભારત ખાતે વહેતી એક નદી છે. આ ગંગા નદીની એક મુખ્ય ઉપનદી છે.

ઘાઘરા નદી (કરનાલી, ઘાઘરા નદી, સરયુ)
નદી
દેશો ભારત, નેપાળ, તિબેટ
Source માપચાચુંગો હિમનદી
 - location તિબેટ, ચીન
 - elevation ૩,૯૬૨ m (૧૨,૯૯૯ ft)
મુખપ્રદેશ ગંગા
 - સ્થાન ડોરીગંજ, ભારત
લંબાઇ ૧,૦૮૦ km (૬૭૧ mi)
Basin ૧,૨૭,૯૫૦ km2 (૪૯,૪૦૨ sq mi)
ઘાઘરા અને ગંડકી નદીનું માનચિત્ર

આ નદી દક્ષિણ તિબેટના ઊંચા પર્વત શિખરો (હિમાલય) પાસેથી નીકળે છે, જ્યાં તેનું નામ કરનાલી નદી છે. આ પછી આ નદી નેપાળ દેશમાંથી પસાર થાય છે અને ભારતના ઉત્તર પ્રદેશ અને બિહાર રાજ્યોમાં વહે છે. લગભગ ૯૭૦ કિ. મી. પછી આ નદી બલિયા અને છપરા વચ્ચે ગંગા નદીમાં મળી જાય છે[]. તે 'સરયુ નદી', સરજુ નદી, શારદા નદી વગેરે નામથી પણ ઓળખાય છે.

આ નદી બહેરાઇચ, સીતાપુર, ગોંડા, ફૈજાબાદ, અયોધ્યા, ટાન્ડા, રાજેસુલ્તાનપુર, દોહરી ઘાટ, બલિયા વગેરે વિસ્તારોમાંથી પસાર થાય છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. http://www.britannica.com/place/Ghaghara-River બ્રિટાનિકા એન્સાઇક્લોપિડિયા