૧૦ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૧મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

ફેરફાર કરો
  • ૬૭૧ – જાપાનના સમ્રાટ તેન્જી દ્વારા રોકોકુ નામની પાણીની ઘડિયાળ (ક્લેપ્સીડ્રા) તેની રાજધાની ઓત્સુ (Ōtsu)માં મૂકવામાં આવી.
  • ૧૫૯૬ – વિલેમ બેરેન્ટ્સ અને જેકબ વાન હીમસ્કર્કે બેર આઇલેન્ડ (Bear Island (Norway)) શોધી કાઢ્યો.
  • ૧૭૭૦ – કેપ્ટન જેમ્સ કૂકે (James Cook) ગ્રેટ બેરિયર રીફ (Great Barrier Reef) આસપાસ ચક્કર લગાવ્યું.
  • ૧૮૨૯ – ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી વચ્ચે લંડનની થેમ્સ નદી પર પ્રથમ બોટ રેસ યોજાઈ.
  • ૧૯૮૦ – દક્ષિણ આફ્રિકામાં આફ્રિકન નેશનલ કોંગ્રેસે તેમના કેદ નેતા નેલ્સન મંડેલા તરફથી લડવાનું આહ્વાન પ્રકાશિત કર્યું.
  • ૨૦૦૧ – પોપ જ્હોન પોલ બીજાએ લેબેનોનની પ્રથમ મહિલા સંત સંત રક્કાને કેનોનાઇઝ (મૃત્યુ પામેલા વ્યક્તિને સત્તાવાર રીતે માન્યતા પ્રાપ્ત સંત તરીકે જાહેર કરવા તે) કર્યા.
  • ૨૦૦૨ – બે મનુષ્યોના ચેતાતંત્ર વચ્ચેનો પ્રથમ સીધો ઇલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર પ્રયોગ યુનાઇટેડ કિંગડમમાં કેવિન વોરવિક દ્વારા હાથ ધરવામાં આવ્યો.
  • ૨૦૦૩ – "સ્પિરીટ રોવર" નામનાં 'મંગળ અન્વેષક વાહન'નું પ્રક્ષેપણ કરાયું, આ સાથે નાસાનું 'મંગળ અન્વેષણ રોવર અભિયાન' શરૂ થયું.
  • ૧૯૧૫ – સૉલ બેલો, અમેરિકન નવલકથાકાર, નોબલ પુરસ્કાર વિજેતા (અ. ૨૦૦૫)
  • ૧૯૨૭ – ચંદ્રકાંત સાંઘાણી, ગુજરાતી ભાષાના દિગ્દર્શક, લેખક અને અભિનેતા
  • ૧૯૩૮ – રાહુલ બજાજ, ભારતીય ઉદ્યોગપતિ અને રાજકારણી (અ. ૨૦૨૨)
  • ૧૯૫૫ – પ્રકાશ પાદુકોણ, વર્લ્ડ નંબર ૧ બેડમિન્ટન રેન્કિંગ હાંસલ કરનારા પ્રથમ ભારતીય ટેનિસ ખેલાડી
  • ૧૯૬૦ – નંદમુરી બાલકૃષ્ણ, ભારતીય ફિલ્મ અભિનેતા અને રાજકારણી
  • ૧૯૭૭ – મીકા સિંહ, ભારતીય પોપ ગાયક અને રેપ-ગાયક
  • ૧૯૯૨ – કેટ અપટોન, અમેરિકન મોડેલ અને અભિનેત્રી
  • ૧૯૫૫ – માર્ગારેટ એબોટ, ઓલિમ્પિક ઈવેન્ટ જીતનારી પ્રથમ અમેરિકન (ગોલ્ફર) મહિલા (જ. ૧૮૭૮)
  • ૧૯૭૬ – એડોલ્ફ ઝુકોર, અમેરિકન ફિલ્મ નિર્માતા અને પેરામાઉન્ટ પિક્ચર્સના સહસ્થાપક (જ. ૧૮૭૩)
  • ૨૦૦૧ – ભોગીલાલ ગાંધી, સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર (જ. ૧૯૧૧)

તહેવારો અને ઉજવણીઓ

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો