ચર્ચા:ઓઝતવીયર (શાપુર)

છેલ્લી ટીપ્પણી: ઓઝતવીયર (શાપુર) વિષય પર Ashok modhvadia વડે ૧૨ વર્ષ પહેલાં

સહમતી/અસહમતી

ફેરફાર કરો
સહમત..---- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૧૯:૩૪, ૧ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

યોગ્યતા

ફેરફાર કરો

ફરી અનધિકાર સંવાદ કરવા આવ્યો ! જો કે મિત્રોને થશે કે ભ‘ઇએ પોતે લેખ ચાલુ કર્યો એટલે પેટમાં દુઃખે છે !! પણ આવા લેખ દેખીતા જ "મારી ધ્યાનસૂચિ"માં હોય એટલે ત્યાં વધુ ધ્યાન પડે !!! બાકી મને મારું-તારું એવો મોહ હવે આ તબક્કે રહ્યો નથી ! (માત્ર "આપણું" રહ્યું છે !) ફરી એક વખત નમ્ર પ્રશ્ન કે આપણે અપૂરતી માહિતી શાને કહીશું ? કોઈ અજાણ્યો માણસ "ઓઝતવીયર જળબંધ" ક્યાં આવ્યો, ભૌગોલિક સ્થાન, જિલ્લો, ગામ, કઈ નદી પર આવ્યો છે, જેવી પ્રાથમિક માહિતીઓ શોધવા નીકળે તો આટલી માહિતી તો તેને મળી જ રહેશે ! (બંધની તકનિકી માહિતીઓ, ઊંચાઈ, ક્ષમતા, ક્યારે બંધાયો, (કેટલી વખત ભંગાયો !!), વ. હોય તો વળી અતિઉત્તમ-પણ એ શોધવાનું ભવિષ્યનાં વિકિમિત્રો માટે જ બાકી રાખ્યું છે, એમને પણ કંઈક મહેનત તો પડવી જોઈએ ને ? (સં:ધવલભાઈ)) બાકી આપ કહેશો તો હું "નવલકથા" પણ લખી કાઢીશ !! (મને તો એ પણ ફાવે જ છે :-) ) પણ જ્ઞાનકોશને નવલકથાઓ માત્રની નહિ, સાચી (ચકાસી શકાય તેવી), ખપ પૂરતી, કશુંક નવું/અને સાચું જાણવા મળે તેવી, માહિતીની જરૂર હોય છે એમ હું સમજ્યો છું ! બાકી આપ સૌની સહમતીની વાત છે. એમાં મને જરાપણ વિરોધ નથી જ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૨૮, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

અશોકભાઈ, તમારી સાથે સહમત. મેં તો અન્ય રાજ્યોના જિલ્લાઓ અને જિલ્લા મથક વિષે પણ આવું કહ્યું હતું પણ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકાયું નહિ. એક વાત કહો, આ આમાં મારું નામ કેમ ઘાલ્યું?--ધવલચર્ચા/યોગદાન ૦૧:૫૮, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
Sorry !! હમણાં અહીં કેરીની સીઝન છે, કો તો મોકલી આલુ, પણ બદામની નથી !! આપ ભૂલી ગયા પણ બે-ત્રણ વર્ષ પૂર્વની આપણી એક ચર્ચામાં આપે જ "આ" (મારા અંદાજ પ્રમાણે લાલકડી વાળા શબ્દ પાસે મૂળ અંગ્રેજી લેખની કડી આપતા હતા તે બંધ કરવાની સાચી સમજણ આપતી વખતે-ક્યાં તે હું ભૂલી ગયો !! હવે ત્યાંથી બદામ આપ મોકલશો :-) ) સલાહ આપેલી. અને સૌને ખાંખાખોળા કરી પોતાનાં મગજની શક્તિ વધારવાનો અવસર પણ મળવો જોઈએ એ આપની ઉત્તમ સલાહ હતી (જે મને તો બહુ ફાયદાકારક રહી) એમ માનું છું. આપની સલાહ ટાંકી તેથી નિયમાનૂસાર સંદર્ભમાં આપને જોડવા જ પડે ! ખરું ને ? ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૩૯, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
આપણે આ કાર્યને સબસ્ટબ દૂર કરવાની દ્રષ્ટિથી નહિં પણ સબસ્ટબને સ્ટબ બનાવવાની દ્રષ્ટિથી જ જોવું જોઇયે... થોડિ પણ સચોટ માહિતી અધૂરી તો છે પણ તે સાવ નકામી નથી... સુશાંત ભાઇનો કોષ્ટક નો સુજાવ અમુક જીલ્લાઓ માટે યોગ્ય છે પણ બધા સબસ્ટબને દૂર કરવા કંઇ યોગ્ય નથી. મારું માનવું છે કે સુશાંતભાઇનો પણ આજ મત છે.... અન્ય મિત્રો પણ ખુલીને ચર્ચા કરે તો આપણા બધાના સંશય દૂર થાય.. અને બધા એકમત થઈ શકીયે (વધુ માં વધુ). અને આ કામ માં આટલી બધી ઉતાવળ શા માટે? આપણે થોડા વર્ષોથી આ લેખો જોતા જ આવ્ય છીએ... ફરી મને એવું લાગે છે કે "ક્વોરન્ટાઇન" જેવું રાખી એકાદ વર્ષમાં સબસ્ટબને સ્ટબ બનાવવાનું જ કાર્ય કરવું... અને નવા લેખો ન ઉમેરવા. ધીમે ધીમે પણ સારી દિશામાં પ્રગતિ કરવી. આના લિધે લાભ એ થશે કે લોકો સબસ્ટબ ઉમેરશે જ નહીં અને જો ઉમેરશે તો તેમના લેખો દૂર નહીં થાય પણ ખીલતા જોવા મળશે જે તેમને વધું સારું પ્રદાન કરવા માટે પ્રેરશે... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૪૮, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
આભાર મહર્ષિભાઈ, ધવલભાઈ અને મિત્રો, લેખની લંબાઈ/ટૂંકાઈ કરતાં છે તે માહિતી જ્ઞાનકોશ સંદર્ભે ’વાજબી’ છે કે હટાવવા લાયક તે ધ્યાને લેવા જેવું છે. વિકિની મૂળ પોલિસીની વાત કરીએ તો; ’A good encyclopedia article can and should begin with a relatively short but discrete explanation of what the subject of the article — the person, place, concept, event, or thing that its title denotes — is.’ (અહીં થી (ખરાબ કે સ્ટબ લેખને સૂધારવા વિશે) આ કંઈ વિવાદાર્થે નથી પરંતુ આગળ કાર્ય કરવાની વાજબી નીતિ નિર્ધારીત થાય અને આપણા સહીત સૌ મિત્રોને યોગ્ય/અયોગ્ય શું એ વિષયે માહિતી મળે એ અર્થેનો સંવાદ છે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૩:૧૯, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
આંધ્રપ્રદેશના જિલ્લા અને શહેરો અને ઓરિસ્સાના જિલ્લા અને શહેરો મુજબના લેખો બનાવી દેવા જોઇએ. જેથી માહિતી પણ સચવાય અને ગુણવત્તા પણ. અને ભવિષ્યમા જેને લેખ આગળ બનાવો હોય એ બનાવે.-- હર્ષ કોઠારી (ચર્ચા/યોગદાન) ૦૩:૨૬, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
અશોકભાઈ, કેસર મોકલી આપો, ખરેખર આ વર્ષે અહિં એની બહુ મોટી ખોટ છે. બદામ (કેરી અને અસલ બંને) તો મળી રહે છે, પણ તાલાલા જેવી મજા કશામાં નહિ. હવે મૂળ વાત પર, મહર્ષિભાઈ, તમારી સાથે સંપૂર્ણ સહમત. અને તે કારણે જ અશોકભાઈ સાથે પણ સહમત. આપણે આ પરિયોજનાની શરૂઆત કરી ત્યારે, આપણો મુદ્દો એ જ હતો કે બને તેટલા સબસ્ટબને રિવ્યુ કરી તેમાંથી કેટલા રાખવા જેવા છે અને કેટલા કાઢી નાખવા જેવા છે. હા, મેં ભાર દીધો હતો કે બધાને રહેવા દેવાનો નિર્ણય ના કરવો, અને સાથે સાથે એમ પણ કહ્યું હતું કે ફક્ત રહેવા દેવું તેમ ના કહેતા, તેના પર કામ કરીને આ સમિતિએ જ તે લેખને વિસ્તારવા. (જો હું ભૂલતો ના હોઉં તો) કાર્યકારિણીની ચર્ચાનાં પાને પણ ગુજરાતના અને અન્ય રાજ્યોના સબસ્ટબ પર ચાલતી ચર્ચામાં પણ મેં કહ્યું હતું કે ફક્ત ગુજરાતના જ સબસ્ટબ કેમ, આપણે અન્ય રાજ્યોના સબસ્ટબ પણ રહેવા દેવા જોઈએ. મેં અહિં અનામિ સભ્યો દ્વારા થતા ફેરફારોમાં સૌથી વધુ ફેરફારો ગામડાઓના લેખોમાં થતા જોયા છે. ભલે લોકો કહે કે આપણા મોટાભાગના લેખો ગામડાઓ વિષે છે અને તે પણ સબસ્ટબ, પણ એ જ ગામડાઓના લેખો આપણા માટે મોટાભાગનો ટ્રાફિક લઈ આવે છે. ફરી એક વખત કહું તો બીજા રાજ્યોના જિલ્લા અને શહેરોના લેખો રાખતી વખતે એમ પણ કહ્યું કે તે લેખો ભલે એક લીટીના હોય, તે રહેવા જોઈએ, અને આપણે તેને વિસ્તારીને સ્ટબ સુધી લઈ જવા. એનું કારણ ફક્ત એટલું જ કે લાંબા વખતથી પડી રહેલા લેખોને હવે વિસ્તારવાનો સમય છે. પણ જો ૪૦૦માંથી ૨૦૦ લેખો રાખવાનો નિર્ણય હોય તો સ્વાભાવિક રીતે તે તાબડતોબ શક્ય નથી. એના માટે આપણે અન્ય પરિયોજના બનાવીને વધુ મિત્રો તેમાં જોડાઈને કામ કરી શકે. ચાલો, આપણે આ વિષયે વધુ ચર્ચા કરીએ, અને જો શક્ય હોય તો કાલની ગોષ્ઠિમાં? ત્યાં સુધી કોઈ લેખો દૂર ના કરવા તેમ હું માનું છું.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૦૩, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
We also have જુનાગઢ સિંચાઇ વિભાગનાં જળબંધો which contains some more information which is not here. If necessary,we can add content of this page in that page also.--ચિરાયુ ચિરીપાલ (ચર્ચા) ૧૪:૪૦, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

ઓઝતવીયર (શાપુર)

ફેરફાર કરો

ભાઈશ્રી અશોકજી, આપ જુનાગઢના છો એટલે આપને પૂછું છું. મેં ઓઝત નદી પરની પરિયોજનાઓ જોઈ. મને [india-wris.nrsc.gov.in] પર ઓઝત નદી પર ત્રણ પરિયોજના જણાઈ તે આમુજબ છે. Ozat-II JI01177 ; Ozat D03144; Ozat JI01064. વળી ગુગલમાં Ozat Weir (Tikkar) નો ઉલ્લેખ જોવા મળે છે. તો શું આપ કંઈ પ્રકાશ પાડી લેખમાં માહિતી ઉમેરી શકશો.--sushant (talk) ૧૦:૦૪, ૨ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

હું પ્રયત્ન કરીશ. ૧૨૫ કિ.મી. લાંબી ઓઝત પર પણ ઘણી સિંચાઈ પરિયોજનાઓ આવેલી છે. હવે ડેમની વિગતોમાં જ લો તો સ્વયં જુનાગઢ શહેરમાં આવેલો વિલિંગ્ડન ડેમ જુનાગઢ સિંચાઇ વિભાગનાં જળબંધોની યાદીમાં નથી ! અર્થાત તે મહાનગર પાલિકા હસ્તકનો નાનો જળબંધ છે. અહીં ઓઝત પર મેં જે ત્રણ પરિયોજના દર્શાવી તે જુનાગઢ સિંચાઇ વિભાગ હેઠળની મોટી પરિયોજનાઓ છે. ટીકર એ વંથલી નજીકનું એક ગામ છે (જેમ આ ’શાપુર’ છે) તેની નજીક જે નાનો જળબંધ છે તેને ઓઝત વિયર ટીકર એવા નામે ઓળખવામાં આવે છે. આ જળબંધ કલ્પસર યોજના હેઠળ ખેતી અને પીવાનું પાણી માટે નર્મદા કેનાલની લિંક જોડવા બનેલો છે. અને રાજ્ય સરકાર હસ્તક છે. (જેના દરવાજાનું ટેન્ડર કામ હજુ ચાલુ છે.)તેથી સિંચાઇ વિભાગ જુનાગઢની યાદીમાં નહિ આવ્યો હોય; ઈસરોની india-wris હેઠળ ડેમને અપાતાં નંબરો કદાચ તેઓ તેમની કોઈ તકનિકી ઓળખસંજ્ઞા અર્થે આપતા હશે. (Ozat-II JI01177 ; Ozat D03144; Ozat JI01064) જેમાં Ozat-II JI01177 તો ઓઝત-૨ દર્શાવે છે, (જે બાદલપુર ગામ પાસે આવેલો છે) અન્ય વિશે કદાચ મને પાકી જાણ નથી. આ માહિતીઓ પણ વર્ષોવર્ષ બદલતી રહે છે, શક્ય બનશે તો ચાલુ વર્ષની "જુનાગઢ સિંચાઇ વિભાગનાં જળબંધો"ની માહિતી મેળવી અને અપડેટ કરીશ (હજુ ગઈકાલ તા:૧-૬નાં રોજ ચાલુ વર્ષની ફ્લડ કંટ્રોલ પ્રણાલી કાર્યરત કરાઈ છે, તેમાંથી સિંચાઇ પરિયોજનાઓનો અપડેટેડ ડૅટા મળી રહેશે.) ડેમનાં હયાત લેખોમાં શક્ય તેટલો તાજો તકનિકી ડૅટા ઉમેરવા પ્રયાસ કરીશ, જો કે થોડો સમય લાગશે કેમ કે, આધારભૂત ડૅટા, સરકારી તંત્ર પાસેથી, જલ્દીથી મેળવવો એ પણ એક કપરું કાર્ય છે. :) પણ આપે મારી મોન્સૂન સત્રની કામગીરી ચાલુ કરાવવા પ્રોત્સાહ્યો એ બદલ આભાર !! :-) --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૨૧, ૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "ઓઝતવીયર (શાપુર)" page.