ચર્ચા:મહાભારત
ખુબ સરસ લેખ બની રહ્યો છે... અંગ્રેજી વિકિની જેમ ફેમીલી ટ્રી (વંશ વૃક્ષ)નું ટૅમ્પ્લેટ તથા છબિઓ મુકવામા આવે તો લેખ દિપી ઉઠશે... મહર્ષિ --Maharshi675
- એક વખત અનુવાદનું કામ પુરું થઇ જાય પછી લેખને મઠારવાનું કામ કરવું છે. અંગ્રેજીમાંથી છબીઓ લેતી વકહ્તે ધ્યાન રાખવું પડે તેમ છે, જે છબીઓ વિકિ કોમન્સ માં છે તેને જ લેવી તેવી મારી ઇચ્છા છે, હું વંશ વૃક્ષનાં ઢાંચાનું પણ જોઇ લઇશ, બસ આમ સુચનો અક્રતા રહો તો સહિયારા પ્રયત્નોથી વિકિમાં ચાર ચાંદ લાગી જશે.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૪, ૩૦ જુલાઇ ૨૦૦૮ (UTC)
લેખ સાથે ચેડા
ફેરફાર કરોઆ લેખનાં લખાણ શાથે કોઇએ ચેડા કરેલ છે.પ્રબંધકશ્રીને વિનંતી કે કોઇએ ડીલીટ કરેલ લખાણ યથાવત કરે.આવા સુંદર લેખ શાથે અયોગ્ય ચેડા ન કરવા તમામ વિકિમિત્રોને અપીલ.--અશોક મોઢવાડીયા ૧૯:૩૯, ૧૧ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)
- અશોકભાઈ, ધ્યાન દોરવા બદલ આભાર, મારી ભુલ બદલ માફી માંગુ છું, ખરૂં કહું તો મેં કાલે જ મહાભારતનાં પહેલાં અને પછી થયેલાં બધંજ ફેરફારો ચકાસી જોયાં હતાં, પણ કોઇક અગમ્ય કારણોસર મહાભારતને જ ચકાકસવાનું રહી ગયું, મેં ઠીક કરી દીધું છે. ભવિષ્યમાં આવું કાંઇ પણ ધ્યામાં આવે તો વિનાસંકોચે મારો સંપર્ક કરશો, ત્વરિત પગલાં લેવાની બાંહેધરી આપુ છું.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૦૬, ૧૨ ડિસેમ્બર ૨૦૦૮ (UTC)
પાત્ર વિષેની મહિતીમાં શરત ચૂકની તપાસની જરૂર
ફેરફાર કરોઅંગ્રેજી વિકીપીડિયાના વિચિત્ર વીર્યના લેખ માં આ પ્રમાણે માહિતી છે, "Bhishma won the swayamvara and brought the Princesses Amba, Ambika and Ambalika to marry Vichitravirya. But Amba had already given her heart to Salva, therefore Ambika and Ambalika were married to Vichitravirya."
જ્યારે આ લેખમાં એવું કથન છે અંબાલિકાએ આત્મ હત્યા કરી.--sushant ૦૭:૪૬, ૨૮ ડિસેમ્બર ૨૦૧૧ (UTC)
વિષયને રજુ કરવો
ફેરફાર કરોઆ ખુબ મહેનત દ્વારા લખાયેલ ચર્ચા છે, ડીલીટ કરવું બહુ આસાન છે. પ્લીઝ ડીલીટ કરશો નહી, આને આમ ને આમ જ રહેવા દો, જેથી ખ્યાલ આવે કે વૈજ્ઞાનિક સત્ય એટલે શું અને કાલ્પનિક વાર્તાઓ એટલે શું.....આ ઍક અતિ નમ્ર વિનંતી છે જેથી પ્રજા સત્યથી વાકેફ થાય...અફવાઓથી નહી, અને આ ગ્રંથોના રચનારા જે લેખક છે ઍને સ્વયં પણ ઍ જ કહ્યુ છે કે આ ઍક કાવ્ય છે.
મહેરબાનીથી એવુ ના લખો કે પહેલા મહાભારત વાંચી લ્યો પછી લખો, સત્ય તો લગભગ એ જ હોય છે કે ભારતની 92% પ્રજાએ સંસ્કૃત લખાણ વાંચ્યુ નથી હોતુ, કા તો ટીવી સિરિયલમા જોઈ હોય છે, અથવા નાનપણથી અડધી પડધી સાંભળી હોય છે, પણ સિરિયલમા એ તમામ ઘટનાઓ દર્શાવતા નથી જે મહાભારતમા વર્ણવાયુ છે, આ બધુ દર્શાવતા નથી એટલે જોવી સારી લાગે છે નહિ તો સિરિયલ ધાર્મિકને બદલે હમણા સેન્સરની કાતર એક એક સીન પર ફેરવવી પડે એવા વર્ણનો ભરપૂર છે. એ વાતનો ઇન્કાર કરી શકાય એમ નથી.
એક વાત પાક્કી કે દુનિયા પ્રેક્ટિકલ છે, જાદુઈ દુનિયા નથી, અત્યારે પણ નથી અને વર્ષો પહેલા પણ નહી જ હોય..
દરેક ધર્મની ઍપિક કથાઓ પૃથ્વી, સૂર્ય તથા ચંદ્રને નાનો હલકો ફુલકો રમવાનો દડો હોય એમ આલેખે છે, જાણે એનુ કોઈ તાપમાન, દળ, પરિમાણ, વાતાવરણ, જેવુ કાંઈ જ હોય નહિ...પ્લેનેટને બદલે જાણે નાના ગોળમટોળ રમકડા હોય એમ વર્ણન કરે છે.
જેને ગમે ત્યારે ઊપાડી શકાય, ગળી શકાય, કોઈ પણ જાતનુ ગમે તે વર્તન કરી શકાય. આપણી આજુબાજુમા ભુકંપ આવે તો પણ ખ્યાલ આવી જાય જ્યારે આ કથાઓમા તો આખી પૃથ્વી પર રહેતા માણસોને ખબરેય નથ પડતી એ રીતે અદ્ભુત ઘટનાઓ બની જાય અને કોઇને અણસાર સુદ્ધા નથી આવતો, શું આને જ વિજ્ઞાન કહે છે ? આમા પૃથ્વીની શું હાલત થાય અને કેટલી બિચારી બની જાય ?
આવી પરાક્રમ ગાથાઓ દરેક ધર્મમા છે અને ઉપન્યાસને એક્ચ્યુઅલ ઇતિહાસ તરીકે બતાવે છે, એટલાસનુ પૃથ્વી ઉપાડવી, ચાંદના બે ટુકડા કરી દેવા, મારુતિનુ સૂર્ય ગળી જવુ....આ બધુ કરવાની જરુર જ શા માટે ઊભી થઈ ?
કયા મોઢે આપણે આ તમામ પ્રકારની કથાઓને ઇતિહાસ કહી શકીએ ?
બાળકો જન્મવાની પદ્ધતિ
બાળકના જન્મવાની આ સંસારમા એક મેથડ છે અને એ જાતિય સંબંધ છે, બીજી કોઈ પોસિબીલિટી નથી, હા એક અન્ય મેથડ જેને ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન કહે છે જે પ્યોર સાયન્ટિફિક મેથડ છે...આનાથી આગળ વધી કશું ના હોય શકે...એવુ લાગે છે કે જુના જમાનામાં કોઈ વિશિષ્ટ વિધી દ્વારા બાળકો પેદા થતા હતા...જાણે ઈન્ટરકોર્સનુ કોઈ અસ્તિત્વ જ ના હોય, પરણેલી રાણીઓને શા માટે ઋષિઓ પાસે જવુ પડે ?
ઇશ્વાકુના જન્મની કથા આ પ્રમાણે છે...
क्षुतवतश्त मनोरिक्ष्वाकुः पुत्रो जज्ञे घ्राणतः -વિષ્ણુ પુરાણ
અર્થાત મનુ દ્વારા છીંકવાથી એક બાળક આવ્યુ જે ઇશ્વાકુ રાજા કહેવાયો...મનુને જીવન દરમિયાન કેટલીવાર છીંકો આવી હશે ? સ્વયં વિચાર કિજિયે...શું આ એ જ ઇશ્ક્વાકુ તો નથી ને જેના વંશજો નહુશ, યયાતિ, રઘુ, કુક્ષિ, વિકુક્ષિ, સગર રાજા, દશરથ રાજા અને રામ એ બધા ? એ વ્યક્તિઓનો જન્મ પણ કંઈક આવો જ છે. આખી શૃંખલા તૈયાર થાય છે...અને એ પણ અમુક તો સ્ત્રી વિના આપોઆપ પેદા થઈ રહયા છે....કેમ કે બધા પાત્રો પોતે હજાર વર્ષ સુધી ભૌતિક શરીરમા જીવતા રહે અને 200, 300 રાણીઓ હોવા છતા તણખલુ પેદા કરી શકતા નહી, છેવટે યજ્ઞો કરાવવા પડે છે.
ततस्तू ता प्राश्य तमूतमस्त्रीयो महीपतेरूतमपायसं पृथक हुताश्नादित्यसमान्तेजसोपिरेण गर्भाण प्रतिपेदिरे तदा - વાલ્મિકી રામાયણ બાલકાંડ અધ્યાય 16, શ્લોક 11 થી 30
અહી જો ખીર કોઈ કુંવારી કન્યાને આપી તો ? અથવા કોઈ છોકરાને પણ આપી હોત ત્યારે શું થાત ? મનુશ્ય જે ખાય છે તે એના સ્ટૉમચમા જાય છે તે ગર્ભાશયમા જતુ નથી, આ બંને અંગોના કાર્ય અલગ છે, શરીર રચનામા કોઈ કાળે ફેરફાર થતા નથી. ભ્રુણ સંબધિત કોઈ જ્ઞાન ઋષિઓ પાસે હશે એવુ નથી લાગતુ કારણ કે ખીર આપી અને ખાઈ લીધી.
अथ ममे कृश्त श्रेत्रम लान्ग्लादूतीथ्ता तत क्षेत्रम शोध्यतो ल्ब्धा सितेती विश्रुता वीर्यशूल्केती में कन्या स्थापितेमयोनीजा - વાલ્મિકી રામાયણ બાલકાંડ અધ્યાય 66
રાજા જનક હળ ચલાવે અને ત્યા તેને જમીનમાથી એક બાળકી મળી આવે જે સીતા તરીકે ઓળખાય છે. સીતાના અસલી મા બાપ વિશે કોઈ માહિતી સુલભ નથી અને જમીનમા કેટલો સમય સુધી કોઈ ગુંગળામણ સાથે જીવતુ રહી શકે એ ખુબ રહસ્યભરી વાત ગણાય.
એક બે પાત્રો હોત તો ઠીક પણ અનેક પાત્રો સીતા, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, પાંડવ, કૌરવો તથા દ્રોપદી, સત્યવતી અને વેદ વ્યાસ પોતે...જે કોઈ પણ હોય તે તમામ પ્રકારના લોકો આવી જ ધડમાથા વગરની વિધી દ્વારા પેદા થાય...બાળકોના જન્મવાની પદ્ધતિ જ જો કોઈ પણ આધાર વગરની હોય તો સો ટચની સાફ વાત છે આ એક જાતનુ કોમિક્સ જ થયુ. અને આપણે પોતાના મનને મનાવવાની કોશિશ કરીયે કે એ તો પહેલામા જમાનામા મુનિઓ પાસે આવી ટેકનિક હશે તો એ પણ અંધશ્રદ્ધા જ ગણવી રહી.
હવે જે જીવનની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઘટના ----> જન્મ લેવો એનુ વર્ણન જ આવુ અતાર્કિક અને હજમ ના થઈ શકે તેવુ હોય ત્યા બાકીની આખી કથા તો શી રીતે હકીકત હોય ભલા ? ઋષિઓ, રાજાઓ તથા એના બાપ દાદાઓ હજાર વર્ષ પોતાના નામે રજીસ્ટર કરી જીવતા રહે, તો પછી સંસારની ઉત્પતિ ક્યારે થઈ ?
ગણેશના જન્મની પણ આવી અલગ ત્રણ કથાઓ છે, શિવપુરાણમા અલગ વર્ણન, વરાહપુરાણમા જુદુ....એવુ લાગે છે કે કથાઓ અલગ અલગ વ્યક્તિઓ દ્વારા લખાયેલી છે. બાકી ઇતિહાસમા તફાવત નથી હોતો, ઇતિહાસ ધડમાથા વગરનો નથી હોતો.
કોઈ પણ સન્સકૃતિ કે સીવીલાઈઝેશન સાથે એની લાઈફ સ્ટાઈલ જોડાયેલી હોય છે, ત્યાનુ બાંધકામ અને ઇમારતો, ચલણ, રાજાના સિક્કા, ભાષા અને પહેરવેશ વગેરે..
આ કથાઓમા જે ભવ્ય મહેલ દર્શાવાયા છે, તે મકાનનો પાયો, લાદી, સીમેન્ટ, લોખંડ, પ્લાસ્ટર, કપચી, જેવી સિસ્ટમ વગર ત્રેતાયુગ, દ્વાપરયુગમા કઈ રીતે બનાવ્યા હશે એ પણ વિચારવા જેવી બાબત ગણાય. એ બધા મહેલ ક્યાં ગાયબ થઈ ગયા ?
કેમ કે જો ફિક્શનને બદલે ઇતિહાસ જ હોત તો આજે પણ મય દાનવએ બનાવેલી માયાપુરીના કે પછી સુવર્ણ લંકાના અવશેષો, અયોધ્યાનો દશરથનો મહેલ, કમ સે કમ ખંડેર હાલતમા પણ ડાયનોસોરની જેમ થોડાક તો હાજર હોત જ...પણ અહી શું થાય છે ? અહી તો કથા પુરી થાય ત્યારે બધુ એકસામટુ તેની સાથે જ ક્યાક હવામા ઉડી જતુ રાઇટર લખે છે, રાઇટર કોઈ વસ્તુને બાકી રહેવા દેતો નથી, રાઇટર દ્વારકાને ડુબાડી દે છે, રામને સરયુમા પધરાવી દે છે, પાંડવોને હિમાલય મોકલી દે છે...અને બીજા પાત્રો...છેલ્લે એ બધાને ગાયબ કરી દે છે...કોઈ બચતુ નથી...આર્કિયોલોજીકલ ઍવિડન્સનો એક કટકો' ય નથી મળતો...કેમ ?
દુનિયામા જમીનના ઘણા પ્રકાર હોય છે, એવી જમીન હોય જે કુદરતી રીતે જ લાલ કલરની હોય, પણ એ બધુ સૈનિકોનુ લોહી છે એમ તો ના કહેવાય ને ?
વંશાવળી
વેદ વ્યાસ દ્વારા એક લાંબી વંશાવળી જોડવામા આવી છે...જેનાથી પહેલી નજરે એવુ લાગે કે આ બધા ખરેખર પેદા થયા અને 18 દિવસનુ યુદ્ધ થયુ હતુ, આ ખરેખર ઇતિહાસ છે એવુ વાંચતા પ્રતિત થાય છે.
પણ વંશાવળી તો એવા લોકોની હોય જે માનવ દ્વારા જન્મ્યા હોય...દાદા, દાદી, મમ્મી...પપ્પા હોય, માછલીના પેટમાથી, છીંકવાથી, હાથ, પગ, ભુજાઓ અને માંસના લોચા, તુંબડીમાથી ફટાફટ જન્મે છે.
ઋષિ જંગલમા હાલીને જાતો હોય ને અપ્સરા ભાળી જાય પછી તળાવમા રહેતુ જીવ સ્પર્મ ગળી જાય અને એમાથી બહાર આવે તો વળી માનવ બાળ... "વાયુવેગે થતી ઝડપી ઘટનાઓ" જેટલી લખવી સહેલી પડે એટલી જ રિયલમા બની જવી સંપુર્ણ અસંભવ લાગે છે કાં ? આ ઋષિ જ્યારે અપ્સરાને જોવે છે, બાળકો જન્મે ત્યારે અરૂંધતી કઈ પોઝિસનમા હોય છે એ સાબિત કરી શકાય કે કેમ ? સ્વયં વિચાર કિજિયે...
નો ઇગ્સ...નો સ્પર્મ, આવો વંશ તમે ક્યાંય ભાળ્યો છે ? ક્યાય પણ સાંભળયો છે ?
જો મહાભારત ઇતિહાસ જ હોય તો આ બધા વંશની લીન્ક ક્યા જોડશો ? કેમ કે જન્મ જ અવૈજ્ઞાનિક છે તો પછી વળી વંશ કેવો ? આ વંશાવળી પણ રાઇટરના ભેજાની ઉપજ હોવી જોઇએ. જે કથાઓમા ફાસ્ટમફાસ્ટ બની રહ્યુ છે એ પોતે જ સાબિત કરી દે છે.
આ વંશાવળી યોગ્ય ઠેરવી શકાય એમ જ નથી.
ટુંકમા રામાયણ અને મહાભારત બંને "સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ" હોય શકે પણ એક્ચ્યુઅલ દુનિયામા બનેલી ઘટનાઓ જેવો ઇતિહાસ હોઈ શકે નહી.
કુલ મળીને એમ કહી શકાય કે આ ઍપિક કથાઓ 80% કાલ્પનિક અને 20% સત્ય ઘટનાઓનો આધાર લઈને પાછળથી જોડી દેવાએલી હોઈ શકે.
આ રીતે વૈજ્ઞાનિક અભિગમ દ્વારા વિચારવામા આવે તો તમામ ધર્મગ્રંથોની કથાઓ કાલ્પનિક સાહિત્ય પુરવાર થાય છે. અને જેઓ ઍમ માને છે કે ચેડા કરવામા આવે છે તો તેઓઍ પોતાની બુદ્ધિ વાપરવી જોઇયે. Kishan678 (ચર્ચા) ૧૨:૨૦, ૭ જૂન ૨૦૨૧ (IST)
- આ વૈજ્ઞાનિક અભિગમ તમે જાતે સંશોધન કરેલો છે કે કોઇ નિષ્ણાતો વડે લખાયેલું છે? --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૧૨:૨૬, ૭ જૂન ૨૦૨૧ (IST)
હા મે જાતે વાંચી જોઇને રજુ કર્યું છે, શ્લોકના અધ્યાય સહિત, મારો આશય ચેડા કરવાનો નથિ, પણ યોગ્ય માહિતી આપવાનો પ્રયાસ છે ઘણા લોકોને માઠુ લાગી શકે છે કે તે માત્ર ઍક સાહિત્ય છે પણ સત્ય આ જ હોય તો ઍને રજુ કરવામા વાંધો શું છે ? Kishan678 (ચર્ચા) ૧૨:૩૭, ૭ જૂન ૨૦૨૧ (IST)