નવું મુખપૃષ્ઠ બનાવતી વખતની ચર્ચા:મુખપૃષ્ઠ/ટ્રાયલ ૨૦૧૫ અહીં સંગ્રહ કરાઈ છે.


ચોતરા પર પ્રસ્તાવ અને પ્રબંધકોની સહમતી મળતા, ગુજરાતી વિકિપીડિયાના મુખપૃષ્ઠને વધુ આકર્ષક, વધુ ઉપયોગી બનાવવાના હેતુથી આ પ્રાયોગીક પાનું બનાવાયું છે. આ પાના પર અને આ ચર્ચાના પાના પર સૌ મિત્રો આ કાર્યમાં ઉપયોગી એવા પ્રસ્તાવ, સૂચનો આપી શકે છે. દરેક સૂચનનો અખતરો અહીં કરવાનો રહેશે. અંતે સહમતી અને સલાહ-સૂચનથી મુખપૃષ્ઠમાં જરૂરી ફેરફાર કરવા વિશે નિર્ણય લેવાશે. ધન્યવાદ. પ્રબંધકો વતી---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૩, ૨૭ મે ૨૦૧૫ (IST)ઉત્તર

પ્રસ્તાવો અને સૂચનો

કેટલાંક પ્રસ્તાવ "ચોકઠાંઓ" વિશે :

  • મુખપૃષ્ઠ પરના વિભાગ "આજનું ચિત્ર" માત્ર વિવિધ ચિત્રો દર્શાવે છે એને બદલે ત્યાં ’નોંધપાત્ર ગુજરાતી લોકો’ (મહાનુભાવો, લેખકો, વ.વ.) - ’ગુજરાતના વિવિધ સ્થળો’ (પ્રવાસન કે યાત્રા કે અન્ય નોંધપાત્રતા ધરાવતા), કે જેનો લેખ અને ચિત્ર વિકિ પર ઉપસ્થિત હોય, નું ચિત્ર અને લેખની કડી, વારાફરતા, દરરોજ બદલતા રહે તેમ, આવે તેવું કશુંક ગોઠવી શકાય તો કેમ ?
  • આજનો દિવસ --- અન્ય ઘણાં વિકિ પર To Day કે To Day In History પ્રકારનું ચોકઠું હોય છે. આપણે અહીં ગુજરાતી તિથિઓ-વિક્રમ સંવત- આધારીત લેખોની શૃંખલા છે (જો કે તે વિગતવાર નથી પણ બનાવી શકાય), તો આ શુંખલાને જે તે દિવસની તિથિ સાથે જોડીને આપોઆપ ત્યાંની જરૂરી વિગત (જેમ કે, આજનો તહેવાર, જન્મ, ઘટનાઓ વ.) ચોકઠામાં આવી જાય તેમ બનાવી શકાય ? તિથી પર ગોઠવણી શક્ય ન બને તો અંગ્રેજી તારીખ આધારે આવું ગોઠવી શકાય ?
  • નવા લેખો --- દરરોજ બનેલા નવા લેખ/કે અમુક નક્કી કરાયેલા જથ્થામાં તાજા સંપાદિત થયેલા લેખો, યાદીરૂપે કે ટૂંકી વિગત સાથે, એક ચોકઠામાં આપોઆપ દેખાતા રહે એવું બની શકે ? ફાયદો એ થશે કે એથી વિવિધતાપૂર્ણ લેખો નવા આવનારાઓના ધ્યાને ચઢતા રહેશે.
  • ઉપર એક વખત આવ્યું તે જ, જરા અલગ રીતે, ગુજરાતના વિવિધ પ્રવાસ-યાત્રા સ્થળો (જેના લેખ વિકિ પર મોજુદ હોય) આપોઆપ બદલતા રહીને, રોજ એકના ધોરણે, એક ચોકઠામાં ટૂંકસાર અને એકાદ ચિત્ર સાથે, દેખાતો થાય એવું બની શકે ?
  • અને અંતે, યોગ્ય ગણાય કે નહિ તે ન જાણતા માત્ર પ્રસ્તાવરૂપે કહું તો, વિકિસ્રોત પર આપણાં મિત્રો ઘણું જ સરાહનીય કાર્ય કરે જ છે. વિકિસ્રોત પર થતા કાર્ય, ચાલુ કાર્ય, નવા કાર્ય, આપોઆપ અહીં દર્શાવાય, ટૂંકસાર સાથે, એવું એકાદ ચોકઠું બની શકે ? ફાયદો એ થાય કે વિકિની મુલાકાત લેનારને સ્રોત પરનાં બ્રેકિંગન્યુઝની માહિતી પણ મળે ને રસ પડે તો ત્યાં મુલાકાત લઈ શકે.

આ મારા કાચા-અછડતા નમ્ર વિચારો માત્ર છે. અન્ય મિત્રો પણ પ્રસ્તાવ રાખે, તકનિકી, દેખાવ, નીતિ, સરળતા વગેરે ધ્યાને લઈ સૌ શક્ય જણાય, વધુ યોગ્ય જણાય એવા બદલાવો પર કાર્ય કરવામાં પરસ્પર મદદરૂપ બને અને અંતે આપણે નવું કલેવર ધારણ કરીએ એવી અભયર્થનાસહઃ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૫૩, ૨૭ મે ૨૦૧૫ (IST)ઉત્તર

    • "જ્ઞાનજૂથ" નામે એક ચોકઠું ઉમેર્યું છે. સૂચનો આવકાર્ય.....
સરસ.. આ ગમ્યું. સરળતાથી રસ મુજબ શ્રેણી પસંદ કરી શકાય -Nizil Shah (ચર્ચા) ૦૨:૧૧, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

ચર્ચા

મને તો ઘણા સમયથી એવું લાગતું હતું પણ એવું કહું એ પેહલા જ કાર્તિકે કહી દીધું. નવી ડીઝાઇન કરો તો એવું લાગે કે વીકીપીડીયા active છે. કેટલાક વિચારો:

  • એક તો ડાબી બાજુ આવેલ કડીઓ માં પણ ફેરફારની જરૂર છે. સમાજ મુખપૃષ્ઠ પર કેટલાય સમયથી કોઈ કશું ઉમેરતું નથી. એના સ્થાને "ચોતરો" જેવી કોઈ active અને કોઈ પોતાની ચર્ચા કરી શકે એવું પાનું મુકશો. "મદદ" માં english page ની લિન્કના બદલે આપડે મદદ નું પાનું બનાવી દઈએ અને એમાં નવા ભાષાંતર સાધન ને પણ ઉમેરી દેવું.
  • મુખ્ય પાને દર અઠવાડિયે કોઈ નાનો અને નવો લેખ મુકીએ તો? માત્ર પુષ્પોના ચિત્રો સિવાય જેના અંગે લેખ હોય તેવા પાના સાથે ચિત્રો મુકીએ તો?
  • હિન્દી વીકીપીડીયા પરથી થોડા ઉઠાંતરી કરવા યોગ્ય વિચાર મળી શકે. જેમકે "બંધુ પ્રકલ્પ અવં અન્ય ભાષાઓ મેં." આ ઉપરાંત નીચે શ્રેણીની મદદથી સહેલાઇથી શોધી શકાય એવો જ્ઞાનકોષ પણ.
  • મરાઠી વીકીપીડીયા જેવું તારીખ આધારિત રોજ લીંક કરવી: જેમકે ૨૮ મે : સચિન નો જન્મદિવસ
  • bpy.wikipedia જેવું સીધું કેલેન્ડર
  • bn.wikipedia નું મુખપૃષ્ઠ પણ સરસ છે.

કરો નવું કંઇક. :) -Nizil Shah (ચર્ચા) ૦૧:૩૯, ૨૮ મે ૨૦૧૫ (IST)ઉત્તર

ચર્ચા

  • સમાજ મુખપૃષ્ઠને બદલે ચોતરાની કડી મૂકવાનો સુઝાવ સરસ છે. તાત્કાલિક અમલમાં મૂકી શકાય.
અહીં સાઇડબારમાં ચોતરાની લિંકની વાત છે? --KartikMistry (ચર્ચા) ૧૨:૩૩, ૩૧ મે ૨૦૧૫ (IST)ઉત્તર
હા, કારણકે એ જ બધા સભ્યોનું વાતચીતનું મુખ્ય પાનું છે. -Nizil Shah (ચર્ચા) ૦૨:૧૦, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
કામ ચાલુ કર્યું છે. આ અંગે મને અત્યંત ઓછી માહિતી છે. જુઓ, https://gerrit.wikimedia.org/r/#/c/217235 --KartikMistry (ચર્ચા) ૧૫:૧૯, ૧૦ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
  • દર અઠવાડીએ નવો લેખ મૂકવામાં તકલીફ છે, વિકિસ્રોતમાં પણ એવી સગવડ કરેલી પરંતુ નિયમિત પણે અપડેટ કરવામાં તકલીફ પડતી હતી. આપણે એ યાદ રાખવું કે આપણી પાસે નિયમિત પણે સતત યોગદાન કરતા સક્રિય સભ્યોની સંખ્યા ખૂબ જ ઓછી છે, એવામાં આવું કામ થોડા સમય સુધી તો વ્યવસ્થિત ચાલશે પરંતુ ટૂંક સમયમાં વિસરાઈ જાય અને ચિત્રોની જેમ એકની એક માહિતી રિપિટ થયે રાખે, એટલે એમ કરવું મન્યે વ્યક્તિગત રીતે યોગ્ય નથી લાગતું.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૫, ૨૮ મે ૨૦૧૫ (IST)ઉત્તર
  • દર અઠવાડીએ નવો લેખ મૂકવામાં તકલીફ છે એ વાત સાથે સહમત. અન્ય સુચન તરીકે આજ નો દિવસ રાખી શકાય. દરેક દિવસના પ્રસંગો આપણી પાસે છે જ એમાંથી સ્વયંચાલીત રીતે આવી જાય એ રીતની ગોઠવણી થઇ શકે. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૧૧:૪૯, ૩૦ મે ૨૦૧૫ (IST)ઉત્તર
  • ભટ્ટજી, એવું કરી શકાય તો સારું...અંગ્રેજી તારીખોના લેખ આપણી પાસે છે (ઉદા: જાન્યુઆરી ૧), એમાં ઘટતી કે જરૂરી વિગતો સામેલ કરી દઈશું. આપોઆપ જે તે તારીખના લેખમાંથી "મહત્વની ઘટનાઓ, જન્મ, અવસાન, તહેવારો અને ઉજવણીઓ" એવી વિગતો/કે શક્ય બને એટલી વિગતો મુખ્યપાને આવી જાય એમ બની શકે તો કરો કંકુના. કરી આપો તો આભાર, આ ટ્રાયલ પાનું જ છે, એ પર અખતરારૂપે મુકો એવી વિનંતી. અન્ય વિકિઓ પર આ માટે ઘણાં ઢાંચાઓ બનાવાયેલા છે પણ બહુ અઘરા લાગ્યા, મને તો એમાં તકનિકી રીતે ટપ્પો નથી પડતો. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૧૮, ૩૧ મે ૨૦૧૫ (IST)ઉત્તર
  • સમ્રાટ, ગુજ. વિકિ. એ આપણા સહુનું છે. એના કોઇ કામ માટે આપણે એક બીજાનો આભાર માનવાની આવશ્યકતા ન હોય અને હા જી, તમે મારા મનની વાત કળી ગયા. હું એ અંગ્રેજી તારીખ પ્રમાણેના લેખોની જ વાત કરતો હતો. જલદી હું એના પર કામ શરૂ કરીશ. ઇમ્પોર્ટ કરવામાં જો ધવલભાઇ કે તમારી મદદની જરૂર પડશે તો જણાવતો રહીશ. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૧૦:૫૩, ૩૧ મે ૨૦૧૫ (IST)ઉત્તર
  • એટલું ઉમેરવું જરૂરી લાગે છે કે કામ થોડું સમય માંગી લે એવું છે એટલે એની રાહ જોવાને બદલે નવું મુખપૃષ્ઠ (જે તૈયાર જ છે) લાગુ કરી દઇએ અને પછી જ્યારે આ ઢાંચો બની જાય ત્યારે એનો જે કાંઇ ઢાંચો હોય તેટલું જ ઉમેરવાનું રહેશે. મુખપૃષ્ઠના મુલાકાતીઓ માટે (જો આપ સહુને ગમે તો) કોઇ એક યોગ્ય સ્થળે ઢાંચો:સમયોચિતસ્વાગત ઉમેરી શકાય.--એ. આર. ભટ્ટ (ચર્ચા) ૧૧:૪૮, ૩૧ મે ૨૦૧૫ (IST)ઉત્તર
  •   કામ થઈ ગયું - સ_રસ....."આજ નો દિવસ"નું થઈ જાય એટલે જણાવજો. સૌની સહમતીની અપેક્ષાએ "ઢાંચો:સમયોચિતસ્વાગત" મને ઠીક જણાયું એમ મુક્યો છે (એ તો અત્યારથી મુખ્યપાને પણ દેખાશે જ). સરસ સૂચન હતું. આભાર ! (ભ‘ઈ ઈ તો મનાશે જ !! "આભાર" તો મફત મનાય છે, એમાં ક્યાં ખર્ચો થાય છે !! :-) )--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૩, ૩૧ મે ૨૦૧૫ (IST)ઉત્તર
જરુર, સમ્રાટ, તરત જ જણાવી દઇશ. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૦૦:૩૩, ૧ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
વારંવાર લેખ બદલવો અઘરો છે એ સમજાય એમ છે. કેલેન્ડર સરળ અને ઓટોમેટીક છે તો એ સારું રેહશે. -Nizil Shah (ચર્ચા) ૦૨:૧૦, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

  • હવે આ પ્રયોગાત્મક પાનામાં મારી આવડત પ્રમાણે મેં કાર્ય પૂર્ણ કર્યું છે. હજુ ઉપર કેટલાંક સૂચનો છે જેનો/જેટલો અમલ થઈ શકે એ કરવા પ્રયાસ કરીએ પણ એ માટે જરૂરી તકનિકી આવડત ધરાવતા મિત્રો આગળ આવે એવી વિનંતી. આ પાના વિશે કશું જણાવવાનું હોય તો કૃપયા, નિઃસંકોચ જણાવો. રંગ-ગોઠવણ-બંધારણ વિશે અને સામેલ કરાયેલા લખાણ-વિષયો-ઢાંચાઓ-ચોકઠાંઓ વ. માં સુધારા-વધારા કરવા જેવા લાગે તો જણાવશોજી. વરિષ્ઠ પ્રબંધકશ્રી ધવલભાઈનો મત પ્રાપ્ત થાય તેવો આગ્રહ છે. ત્યારબાદ, સંતોષકારક જણાય અને સહમતિ મળે તો, તુરંત આ પાનાને મુખપૃષ્ઠ તરીકે આગળ ધરીએ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૧, ૨૯ મે ૨૦૧૫ (IST)ઉત્તર

ચર્ચા

  • છેક ઉપરના ભાગે જે જાણીતા પ્રશ્નો - સાહિત્ય | કલા | ભૂગોળ | વિજ્ઞાન | પ્રવાસન | ગુજરાત | ભારત | અધૂરા અનુવાદ - દાન વગેરે શ્રેણીઓની અને અન્ય કડીઓ છે તે કાઢી નાખીએ તો? જ્યારે શોધની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે જે તે વ્યક્તિ સીધી લેખ શોધવાને બદલે અમુક જ શ્રેણીમાં જઈને લેખ પસંદ કરે એ શક્યતા કેટલી? અને જ્ઞાનજૂથ છે જ, જે શ્રેણીઓ કરતા વધુ ઉપયોગી છે.
  • એની નીચે શોધોનું ખાનું છે તે પણ કાઢી શકીએ, કેમકે ઉપરના ખૂણે મૂળ શોધનું ખાનું તો છે જ, અને એ ખાનામાં પ્રિડિક્ટીવ ટેક્સ્ટના સજેશન્સ આવે છે અને ઓટો કમ્પ્લિટ થઈ શકે છે જ્યારે આપણે ઉમેરેલા બોક્સમાં ઓટોકમ્પ્લિશન કે સજેશન્સ નથી. એ દૂર કરવા આખું ચોકઠું નાનું થઈ શકે છે.
  • ગુજરાતી પંચાંગ પ્રમાણે આજની તિથી પણ મુખપૃષ્ઠ પર ક્યાંક દર્શાવી શકીએ તો? જો કે તિથીઓ સ્થળ પ્રમાણે બદલાતી હોય છે, એટલે આપણે કોઈ એક શહેર (જેમકે અમદાવાદ કે ગાંધીનગર)માં જે તે દિવસની વિક્રમ સંવંત પંચાંગ મુજબની હિંદુ માસ અને તિથી દર્શાવી શકીએ. (જો કે આ સુઝાવ ઉપર વિભાગ ની ચર્ચામાં ચર્ચાયેલી રોજની તારીખ અનુસાર તેને લગતી માહિતી દર્શાવવાના પ્રસ્તાવથી અલગ છે, અહિં ફક્ત તિથી દર્શાવવાની વાત છે, એ તિથીના તહેવારો કે અગત્યની ઘટનાઓ નહિ)

--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૦, ૨ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

  • "જાણીતા પ્રશ્નો........" હટાવવા વિશે સહમત. શોધનું ચોકઠું હટાવવા વિશે સહમત. ગુજરાતી પંચાંગ/તિથી દર્શાવાય એ બાબતે સહમત. મુકી આપો. (મને એ ન ફાવ્યું બાપુ ! બાકી આપણો પહેલેથી જ એ પીલાન હતો !!) રાજધાની/ કે એની નજીક, હોવાને લીધે ગાંધીનગર કે અમદાવાદની સાથે મેચ આવે એવી રખાય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૨:૩૨, ૨ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
  • "જાણીતા પ્રશ્નો........" હટાવવા વિશે સહમત. તારીખ અને તિથી બંને શક્ય હોય તો દર્શાવી શકાય.. એ ઉપરાંત "ગઈકાલ" અને "આવતીકાલ" એવા બીજા આગળ પાછળ ના દિવસો પણ જોડી શકાય. "શોધો"નું ખાનું પણ જરૂરી નથી. -Nizil Shah (ચર્ચા) ૦૨:૩૦, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

  • "આજનુ ચિત્ર" એ વિભાગમાં પ્રાયોગીક ધોરણે હાલ મુખ્યપાને વપરાશમાં નહિ એવા એક ઢાંચામાં સુધારો કરીને કંઈક નવું, ગુજરાતને લગતું, ચિત્ર સાથે માહિતી આપતું એવું કાર્ય કર્યું છે. તેને હાલ આ પ્રાયોગીક પાને ચઢાવ્યું છે. ફેરફારયુક્ત ઢાંચો આપ ઢાંચો:Potd-w/સપ્તાહ-૨ પર જોઈ શકો છો. આ મુખપૃષ્ઠ પર તે કેવું દેખાશે તે પણ જોઈ શકો છો. આ બાબતે સૂચનો આવકાર્ય. આપણે POTD (આજનું ચિત્ર) માટે હાલ ૪ અઠવાડિયાંના વિવિધતાપૂર્ણ ઢાંચા વાપરી શકીએ છીએ. (બનેલા છે.) આ ફેરફાર પસંદ આવે તો અન્ય ત્રણ અઠવાડીયા માટેના ઢાંચાઓમાં પણ ગુજરાતને સંબંધિત એવા ચિત્રો-વિગતો ઉમેરીએ. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૦:૦૫, ૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
ઉત્તમ! ચારેય અઠવાડીયા માટે અમલમાં મૂકી દઈએ!--ધવલચર્ચા/યોગદાન ૦૪:૦૨, ૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
સરસ.. અમલ કરો. -Nizil Shah (ચર્ચા) ૦૨:૨૩, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

અત્યારે જે છે એના અંગે અહી સૂચનો કરીશ.

"ગુજરાતી (યુનિકોડ) લેખન-ભાષાંતર સહાયતા" અંગે:

  • અન્ય વિકિપીડિયન સ્વયંસેવકો સાથે વાત કરવા Freenode પર #wikimedia-in ચૅનલ પર જાઓ.
આ ફ્રીનોડ શું છે? અને એનો કેમ ઉપયોગ કરવો તે હું ઘણા સમયથી વિકિપીડિયા પર હોવા છતાં જાણતો નથી. જો ખુબ ઉપયોગી હોય તો એ શું છે અને કેમ વાપરવું એ જણાવશો અથવા જો બિનઉપયોગી હોય કે ન વપરાતું હોય તો કાઢી નાખશો. _Nizil Shah (ચર્ચા) ૦૨:૩૬, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
ફ્રીનોડ એટલે કે IRC Chat. ભલે લોકો વાપરતા ન હોય, પણ તે ઉપયોગી તો છે, જો કે સૌ સહમત થાય તો એને કાઢી નાખવામાં મને વાંધો નથી, પરંતુ હું વ્યક્તિગત રીતે એને કાઢવાની તરફેણ નહિ કરું.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૨, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
  • યુનિકોડમાં ગુજરાતી અક્ષરોના ગણ માટે યુનિકોડ સંસ્થાની વેબસાઈટ પર આ દસ્તાવેજ જુઓ.
આ યુનિકોડની pdfની અહી શી જરૂર છે? એનો કોઈ ઉપયોગ ના હોય તો કાઢી નાખશો. -Nizil Shah (ચર્ચા) ૦૨:૩૬, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
નવા બધા જ સભ્યોને બધા જ કેરેક્ટર કેવી રીતે ટાઈપ થાય એ ન આવડતું હોય એ શક્ય છે, આ એક્સ્ટ્રા રિસોર્સ છે, જો કોઈને જરૂર હોય તો વાપરી શકે છે એ આશયથી રાખ્યું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૪૨, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

એક સુચન છે કે ગુજરાતી ભાષામાં કેવી રીતે લખવું, કેવી રીતે ગુજરાતી install કરવી, કેવી રીતે કન્ટેન્ટ ટ્રાન્સલેટરથી અનુવાદ કરવા, કેવી રીતે મોબાઇલ પર ગુજરાતી support ઉમેરવો એવા "તમામ" ભાષા-લેખન-અનુવાદ ને લગતું "એક" પાનું બનાવી આ મુખપૃષ્ઠ પર સરળતાથી બધાને દેખાય એમ મૂકી દઈએ તો? આમ કરવાથી ભાષા અંગેના તમામ મુશ્કેલીના જવાબ એક જ જગ્યાએથી મળી જાય. સાથે સાથે એ અંગે FAQ વગેરે પણ ત્યાં મળી જાય. -Nizil Shah (ચર્ચા) ૦૨:૪૬, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

Unicode અને freenode જો અગત્યના હોય તો એને પણ એમાં અલગ section હેઠળ સમાવી લેવા. આ મુખપૃષ્ઠ પર સરળતાથી સમજાય એવું અને દેખાય એવું (દા.ત. પાનાની સૌથી ઉપર મોટા અક્ષરોમાં) એક સર્વ સામાન્ય પાનાની લીંક મૂકી દેવાથી કોઈ મૂંઝાય એવું મુખ્ય પાને નહિ રહે અને એ બધું અલગ મથાળા હેઠળ અને પ્રાથમિક માહિતી સાથે આવરી પણ લેવાય. -Nizil Shah (ચર્ચા) ૦૨:૫૨, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

વિકિપીડિયા અન્ય અંગે

  કામ થઈ ગયું...દૂતાવાસ વિશે મને કશી ખબર નથી !! મુખ્યપાને રાખવું કે નહિ તે ધવલજી સૂચવે. (કોઈક લિંક્સ કદાચ સર્વવિકિમાં એકવાક્યતા માટે રખાતી હશે...સૌ સૂચવે તો રાખવા/હટાવવા તૈયાર. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૫૬, ૧૨ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
ચોતરો

હું તમામ પ્રકારની ચર્ચાઓને એક જ પાને કરવાની હિમાયત કરું છું. ઘણા ઓછા મિત્રો અહી સક્રિય છે એટલે જો તમામ ચર્ચા એક જ પાને થાય તો સારું રહે. વિકિપીડિયા:ચોતરો એવું પાનું અત્યારે છે. બાકીના તમામ ચર્ચાઓના પાના archive કરી એને જૂની ચર્ચાઓમાં મૂકી દેવા. ચોતરો પર એક archive બોટ કોઈ જાણકાર મિત્ર active કરી દે જે એક વર્ષથી વધુ inactive ચર્ચાઓ ને archive કરી દે. -Nizil Shah (ચર્ચા) ૦૩:૧૦, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

વિકીસ્ત્રોત

અશોકભાઈએ કીધું એમ હું એની ખાસ લીંક કે ઢાંચો અહી વિકિપીડીયા ના મુખપૃષ્ઠ પર મુકો એને સારું માનું છું જેથી લોકોને એની પણ માહિતી મળી રહે અને વધુ લોકો એને જાણતા થાય. -Nizil Shah (ચર્ચા) ૦૩:૨૧, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

સ્વશિક્ષા

[૧] આ હિન્દી વિકિપેડિયા જેવું સ્વશિક્ષા માટેનું આપણા ત્યાં પણ થઇ શકે તો? એને અહી મૂકી શકાય. -Nizil Shah (ચર્ચા) ૦૩:૪૪, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

ચર્ચા

જો કે હાલ તો મેં ફેરફાર કર્યો છે. :-) (કાર્તિકભાઈએ દેખાડેલા માર્ગે). છતાં મૂળ જગ્યાએથી ફેરફાર થાય તો ઉત્તમ. આપણે તેમાં "ચોતરો"ની લિંક ઉમેરવી છે અને અન્ય બે, બહુ ઉપયોગી નહિ એવી લિંક્સ હટાવવી છે. શક્ય બને તો આ પ્રક્રિયા ચાલુ કરી દો. આભાર. (યાદી: મુખપૃષ્ઠ પર આપોઆપ જે તે દિવસની ગુજરાતી તિથી આવી શકે એવું બનવુ શક્ય હોય તો જણાવશોજી. એ માટે કોઈ ઢાંચા વગેરે બનાવવા પડે તેમ હોય તો સાથે મળી બનાવી કાઢીશું.)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૬:૨૭, ૧૧ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
મેં હમણાં જ જોયું કે તમે ચોતરો ત્યાં લઈ આવ્યા છો. રોજની તિથી દેખાય તે માટે બગ ફાઇલ કર્યો છે, આજે નહિ તો કાલે કામ થઈ જશે ખરું. એ સિવાય પણ કોઈ રસ્તો હોય તો એ હું શોધી રહ્યો છું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૫૨, ૧૧ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

આ માસનો ઉમદા લેખ

ટ્રાયલમાં અહી માત્ર બીજા લેખોને સાંકળ્યા છે પણ format જુનું જ છે. જે લોકો અહી આવતા હોય એમને આ હિસ્સો સતત એક સરખો જ લાગશે. અહીપણ ચિત્રની જેમ થોડા સમયે જાતે બદ્લાતો રેહતો ઢાંચો હોય તો એવું કૈક મૂકી શકાય. વધુ સૂચનો આવકાર્ય. -Nizil Shah (ચર્ચા) ૦૩:૨૬, ૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

'આજનું ચિત્ર’ હાઈટ વિષયક પ્રશ્ન

જમણી કોલમમાં "આજનું ચિત્ર" ચોકઠું ચિત્રના વૈવિધ્યના કારણે લંબાઈ (હાઈટ)માં નાનું-મોટું થતું રહે છે એટલે ડાબી કોલમના છેલ્લા ચોકઠાં પછી ખાલી જગ્યા વધ-ઘટ થયા કરે છે. આ ખાલી જગ્યા સારી લાગતી નથી ! ચિત્રનું ચોકઠું અમુક લિમિટથી લાંબુ ન થાય એવો કોઈ કિમિયો ખરો ?! (મેં height ફીક્ષ કરવા પ્રયાસ કર્યો પણ અસફળ રહ્યો) કૃપયા જાણકારો મદદ કરે.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૯:૫૪, ૧૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર

જાણકારો કંઇ કહે એ પહેલા હું એક ડબકું મુકું? "max-height=100px;" કે એવી કોઇ તમને મનપસંદ આંકડા ધરાવતી લાઇન style="" લખ્યું હોય એના ક્વોટેશન માર્ક્સની અંદર ઉમેરી દો. જો જો સેમી-કોલન (;) ના ભુલાય એનું દ્યાન રાખજો. મોટેભાગે તો થઇ જવું જોઇએ. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૧૬:૩૧, ૧૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
પ્રભુ !!! આપનાં પવિત્ર ચરણકમળ આગળ લંબાવો !!! (જેથી અમો પાદસ્પર્શ કરી શકીએ :-) ) તમારી સલાહ પ્રમાણે કર્યું અને હાલ તો ચોકઠું ગોઠવાઈ ગયું. જરૂર પડ્યે થોડું વધઘટ કરી શકાશે. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૪, ૧૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
हरि इच्छा बलियसि। અામાં મારૂ કશું યોગદાન નથી. આપણે તો નિમિત્ત માત્ર. જે કાંઇ છે તે ઇશ્વરદત્ત છે. ભવનાથ જઇ આવો. :) મારા વતી પણ ભોળીયાદાદાને પગે લાગજો. --એ. આર. ભટ્ટ (ચર્ચા) ૨૨:૫૦, ૧૩ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
  કામ થઈ ગયું ચકાસી લેશો...આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૧૩, ૧૫ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
સુંદર, અતિસુંદર!--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૫, ૧૭ જૂન ૨૦૧૫ (IST)ઉત્તર
Return to "મુખપૃષ્ઠ/સંગ્રહ ૨" page.