• અહીં ઉલ્લેખાયેલા "સણોસરા" અને "દક્ષિણામૂર્તિ" બન્ને વિદ્યાસંકુલો છે, જે ભાવનગર જિલ્લામાં આવેલ છે. જાણકાર મિત્રોને આ સ્થળો પરની માહિતી (ગામ, તાલુકો વિગેરે) લખવા વિનંતી. આભાર.--અશોક મોઢવાડીયા ૧૧:૦૨, ૨૯ જૂન ૨૦૦૯ (UTC)

ભાઇ શ્રી અશોકભાઇ, ગાંધીજીના માર્ગદર્શન હેઠળ સ્થપાયેલી અને ગાંધીવાદી આ બન્ને સંસ્થાઓ પોતાનામાં જ એક વિશેષતા ધરાવે છે. દક્ષિણામૂર્તિ સંસ્થા ૧૦૦ વર્ષ કરતા પણ જુની અને વૈજ્ઞાનિક ઢબે શિક્ષણ આપતી સંસ્થા છે. ગિજુભાઇ બધેકા (મુચ્છાળી મા) તેના સંસ્થાપક હતા. તે જમાના માં મોન્ટેસરિ પદ્ધતીથી આ સંસ્થામાં શિક્ષણ અપાતું વળી co-education ધરાવતી કદાચ બહુ ઓછી સંસ્થાઓ પૈકિની એક આ સંસ્થા વિશે બહુ સસપ્રદ વિડિયો મોકલું છું કદાચ તમને ગમે. દક્ષિણામૂર્તિ સંસ્થા

ભાવનગર જીલ્લાનાં આમલા ગામ માં આવેલી અને ગાંધીજી, નાનાભાઇ ભટ્ટ, મનુભાઇ પંચોળી (દર્શક), ઝવેરભાઇ પટેલ જેવા મહાનુભાવો જેના આદ્યસ્થાપકો છે એવી લોકભારતી સંસ્થા ડેરી, ગો-પશુ પાલન, ખેતી વગેરે સંશોધનો માં આગવું સ્થાન ધરાવે છે. જાણી નવાઇ લાગશે કે આ નાનકડા ગામમાં દુનિયાનો સોથી મોટો ઘઉંનો દાણો ધરાવતા ઘઉંની જાત વિકસાવવા માં આવી છે. વળી ઘઉંની ઘણી જાતો જેવી કે "લોક-૧" ની ભારત નીકાસ પણ કરે છે. મેં પણ આ વિભાગમાં મારા અભ્યાસ કાળ દરમિયાન ૩ મહીના પ્રૉજેક્ટ કરેલ. ભારતમાં સૌથી વધુ દુધ આપતી ગાય પણ અહીં આવેલી છે. ઉપરાંત અનેક પુરસ્કારો આ સંસ્થાને મળેલા છે. લોકભારતી સંસ્થા (લીંન્કમાં કંઇક ટૅકનિકલ ક્ષતિ જણાય છે.) આપ કુશળ હશો. હમણા કામની વ્યસ્તતા ને કારણે વિકિ માં સમય બહુ ઓછો મળૅ છે જેનો ખેદ જણાય છે. ક્યારેક ભાવનગરમા ભેગા થશું તો આ બન્ને સંસ્થાની મુલાકાત સાથે લેશું. સીતારામ... મહર્ષિં --Maharshi675 ૦૯:૧૮, ૩૦ જૂન ૨૦૦૯ (UTC)

લોકભારતી, સણોસરા વિષે મહર્ષિભાઈ સાથે સંપૂર્ણ સહમત છું. મેં જાતે આ સંસ્થાની મુલાકાત એક કરતા વધુ વખત લીધી છે. ઘણું સંશોધન અહીં થયેલું છે અને થતુ રહે છે.--ધવલચર્ચા/યોગદાન ૧૦:૨૬, ૩૦ જૂન ૨૦૦૯ (UTC)

લોકભારતી, સણોસરા ફેરફાર કરો

[૧] લોકભારતી, સણોસરા વિશે ભાવનગર જિલ્લા પંચાયત તરફથી માહિતી. --સતિષચંદ્ર ૧૫:૫૪, ૩૦ જૂન ૨૦૦૯ (UTC)

આપ સૌ મિત્રોનો ખુબજ આભાર, ઘણી કામની વિગતો જાણવા મળી. આ સંશ્થાઓ પર સુંદર માહિતીપ્રદ લેખો બનાવીશું. સતિષભાઇ, 'કડી' આપવા માટે આભાર,હજુ કોઇ વધુ માહિતીદાયક કડીઓ મળે તો જણાવવા વિનંતી. અને અમે તો યાદ છે ત્યાં સુધીથી "લોક-૧" ઘઉં વાવીએ અને ખાઇએ છીએ પરંતુ આજે નવું જાણવા એ મળ્યું કે 'લોકભારતી' નાં કારણે તેનું નામ 'લોક-૧' પડેલ છે. આભાર મહર્ષિભાઇ,ધવલભાઇ. ક્યારેક જરૂર શાથે મળીને આવી સરસ સંસ્થાની યાત્રા કરીશું!. --અશોક મોઢવાડીયા ૧૭:૪૧, ૩૦ જૂન ૨૦૦૯ (UTC)

Return to "મૂળશંકર ભટ્ટ" page.