ચર્ચા:સ્વામિનારાયણ

છેલ્લી ટીપ્પણી: આ પેજને સુરક્ષાથી મુક્ત કરવામાં આવે વિષય પર 2401:4900:16A0:E623:C22D:56B2:4B73:20EE વડે ૬ મહિના પહેલાં

અભિપ્રાય આપો

ફેરફાર કરો

મિત્રો,નમસ્કાર. આ લેખ ઘણો સુંદર અને માહિતીપ્રદ છે. મેં તેમાં થોડા ચિત્રો પણ મુક્યા અને વિકિનાં ફોર્મેટ મુજબ સુધારવાની કોશીશ કરી. પરંતુ થોડું એડીટ કરતાં જણાય છે કે કદાચ આ લેખનો ઉદ્ધવાવતાર શ્રી રામાનંદ સ્વામી દ્વારા સંપ્રદાયની સ્થાપના પછીનો ભાગ કોઇક વેબસાઇટ પરથી બેઠેબેઠો લીધેલ છે(કારણકે અક્ષરો તમામ અંગ્રેજીમાં છે અને ફકરાઓની રચના કોપી-પેસ્ટ પ્રકારની છે),જો તેમ હોય તો આટલો ભાગ લખનારને જરૂરી ખુલાસો કરવા વિનંતી. આ બાબતે પ્રબંધકશ્રી ધવલભાઇ અને અન્ય મિત્રોનો અભિપ્રાય મળશે તે પછી આગળ એડીટ કરવાનું રાખીશું. આભાર --અશોક મોઢવાડીયા ૨૦:૦૮, ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

અશોકભાઈ, ચિત્રો ઉમેરવા બદલ ઘણો ઘણો આભાર. તમારી વાત સાચી છે, મેં શુક્રવારે આ લેખમાં થયેલો નવો ઉમેરો જોયો ત્યારે પહેલી જ નજરે લાગ્યું કે તે ક્યાંકથી કોપી પેસ્ટ મારેલું લખાણ છે, અને ક્યાંથી ઉપાડેલું છે તે શોધવાનો પ્રયત્ન પણ કર્યો, પણ કાંઇ હાથ ના આવ્યું. શક્ય છે કે કોઈક અન્ય સ્વામિનારાયણ સંપ્રદાયને સંલગ્ન વેબસાઇટ પરથી લેવામાં આવ્યું હોય, પણ એક વાત તો ચોક્કસ છે કે કોઇ નવા નિશાળીયાનું કામ નથી, લેખમાં આ ઉમેરો કોઇક સભ્ય ના હોય તેવી વ્યક્તિએ કર્યો છે (કેમકે તે ઉમેરો આઇ.પી એડ્રેસ સાથે સંકળાયેલો છે), અથવા તો કોઇકે જાણી જોઇને પોતાની ઓળખ છુપાવવાનો પ્રયત્ન કર્યો છે. મને સાચું કહું તો આ મૂળ યોગદાન કર્તાને લેખમાં સુધારો કરવાની વિનંતિ વાળી ગાંધીગીરી ગળે નથી ઉતરતી, પેલા વાહ ગુજરાતનો દાખલો લો, શું તે ભાઇ કે બહેન કે જે કાંઇપણ હોય તે પાછા આવ્યાં, તેમને આપણે વિનંતિ કરી છે, શું પરિણામ આવ્યું તેનું. મારો વિશ્વાસ કરો, હું આ લખાણ શોધવાના પ્રયત્નો સતત કરૂં છું, જે ઘડીએ મને તેનો અસલી સ્ત્રોત મળી આવશે તે ઘડીએ હું અહીંથિ તે લખાણ દૂર કરી દઈશ, આપ સહુ સહમત છો? મારૂ તો મન તેને અત્યારે જ દૂર કરવાનું થાય છે, પણ ખબર છે કે જો હું તેમ કરીશ તો તમે અને અન્ય સભ્યો મારી પાછળ પડી જશો. આપ આપના ફેરફારો કરવાનું અને લેખને મઠારવાનું કાર્ય ચાલું રાખજો, પણ હા ઉદ્ધવાવતાર વાળા ભાગને કૃપા કરીને ના અડશો.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૨, ૧૪ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
શ્રી ધવલ ભાઇ, આપની શાથે સહમત છું. આપણે જે સાઇટ પર પ્રદાન કરતા હોઇએ તેની પ્રાથમિક નિતિઓને અનુસરવું જરૂરી છે. હા જો કોઇને આ લખાણ કોઇ અન્ય સાઇટ પર છે તેવી માહિતિ મળે તો તેની કડી "બાહ્ય કડીઓ" હેઠળ મુકવી. અને આપની પાછળ પડવાની વાત હળવી રીતે કહેલ હોય તો મને વાંધો નથી:) પરંતુ આપ ગંભીરપણે એવું માનતા હોયતો તેને મિત્રો પરનો અવિશ્વાસ કહી શકાય :):) આપની શાથે કે અન્ય મિત્રો શાથે ક્યારેક થતું વાક્યુદ્ધ માત્રને માત્ર જ્ઞાનપ્રાપ્તિ માટેનો કડવાશ વિહિન સુસંઘર્ષ જ હોઇ છે. (આ હમણાં "સોક્રેટિસ" વાંચુ છું તેનો પ્રભાવ !!) આભાર --અશોક મોઢવાડીયા ૦૭:૦૬, ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)
અરે અશોકભાઈ, તમે અને અન્ય મિત્રો પર અવિશ્વાસ કેવી રીતે મુકી શકું? મને તો હવેેમ લાગે છે કે તમે મારા પર વિશ્વાસ નથી મુકતા, મારી મઝાકમાં લખેલી વાતને આટલી ગંભીરતાથિઇ લઈ લીધી? ચાલો, આજથી મઝાક કરવાનું બંધ.--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૨, ૧૫ ફેબ્રુઆરી ૨૦૦૯ (UTC)

નિષ્પક્ષતા

ફેરફાર કરો

ખરું જોતા આ લેખ માટે નિષ્પક્ષતાનો પ્રશ્ન મોટો છે. વળી લેખનો અમુક ભાગ વિકિનીતિને બિલકુલ બંધબેસતો નથી. બાહ્યલિંન્ક મKળેકે ન મળે, અત્યાનું લખાણજ ઠિક નથી લાગતું. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૭:૧૭, ૨૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર

આભાર મહર્ષિભાઇ. આ કોઈ ધર્મપુસ્તક માટે થઈને લખ્યું હોય તે પ્રકારનું છે. કાતર ચલાવીશું?--ધવલચર્ચા/યોગદાન ૧૭:૨૪, ૨૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર
૪ ! ચોક્કસ ! --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૩૫, ૨૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર

એક નજર

ફેરફાર કરો

લેખ માં બનતી સફાઇ અને કડિઓ ઉમેરવાનું કામ કર્યું છે આપ એક વાર જોઇ જશો અને યોગ્ય લાગે તો નિષ્પક્ષતા અને સફાઇ નો ટેગ દૂર કરી લેખને અનુમોદન આપશો. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૯:૩૫, ૨૮ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

ઉત્તમ કાર્ય, અદ્‌ભૂત મહેનત લીધી. હાલ માત્ર નિષ્પક્ષતા યુક્ત મથાળા વિશે પ્રસ્તાવ મેલું તો, અંગ્રેજી અને અન્ય સર્વભાષી વિકિમાં (અને આમે આપણી સામાન્ય પ્રથાનૂસાર) આ લેખનું મથાળું "સ્વામિનારાયણ" હોવું જોઈએ. અન્ય એક મથાળું "સહજાનંદ સ્વામિ" પણ રાખી શકાય. (દા.ત. રામ, કૃષ્ણ, પરશુરામ; નહિ કે, ભગવાન રામ કે ભગવાન કૃષ્ણ કે કૃષ્ણ ભગવાન વ.) હિન્દી લેખમાં મથાળું ’ઘનશ્યામ પાંડે’ છે (જાણ માટે). આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૦, ૨૮ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
સહમત, હું પણ એમ જ વિચારતો હતો. પણ મારે પોતે પણ નિષ્પક્ષતા જાળવવા માટે ચર્ચા કરવી ઘટે. આભાર... સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૨૦:૦૭, ૨૮ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
અને લો, શક્ય તેટલી જોડણી અને નાની સરખી ક્ષતિઓ પણ સૂધારી લીધી. સાથે બંન્ને ટૅગ્સ દૂર કરી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૦૪, ૨૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
ખુબ સરસ થઈ ગયું મેં થોડા સંદર્ભની પણ માંગ મુકી છે જે સમયાંન્તરે મળી શકશે.સીતારામ.... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૨૩, ૨૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર
આભાર મહર્ષિભાઈ. ઘણી મહેનત કરી તમે. અને અશોકભાઈએ રહીસહી કસર પણ પૂરી કરી દીધી.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૯, ૨૯ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

અન્યાય કેમ?

ફેરફાર કરો

મારા ફેરફાર કેમ દૂર કરવામા આવ્યા?હુ પુરાવા આપી શકું છું

ભાઈ શ્રી, વિકિપીડિયામાં આપણે તટસ્થ લેખો લખીએ છીએ. આ કોઈ દલીલ કે પ્રતિદલીલ કરવાનું માધ્યમ નથી. ઉપરાંત અહિંનું લખાણ સામાન્ય જનતા માટે છે, જે ધાર્મિક દૃષ્ટિકોણથી નહી પણ સાહિત્યના દૃષ્ટિકોણ થી મુલવવામાં આવે છે. દા.ત. નર-નારાયણના અવતાર ને બદલે તમે લખ્યું નર-નારાયણને નિમિત બનાવી સ્વ્યં અનાદી પુરુષોત્તમ અવતર્યા ધાર્મિક પ્રકારનું લખાણ છે, જે ફક્ત જે-તે સંપ્રદાયના લોકો માટે અગત્યતા ધરાવતું હોઈ શકે, જાહેર જનતા માટે નહિ. તમે અવતારનું અવતારી કર્યું, જે અયોગ્ય છે. એ વાત જગવિદિત છે કે ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ જ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન કૃષ્ણના અવતાર માને છે, જ્યારે તમે સુધારો કરીને લખ્યું કે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા શ્રીમદ્ ભાગવત, વાસુદેવ માહત્મ્યમ, પદ્મપુરાણની ભવિષ્યવાનણીઓ જાણનારા તેમને અનાદિ વિષ્ણુ (અવતારી) માને છે, જે તદ્દન ખોટું છે. આ જ રીતે તમે કરેલા લગભગ બધાજ સુધારા જ્ઞાનકોશને અસંગત હતા માટે તેને ઉલટાવ્યા છે. તમે હમણા કરેલા ચાર ફેરફારોમાંથી જે યોગ્ય હતું તેવું લખાણ રાખ્યું છે. જોઈ લેશો. કોઈપણ પ્રકારનો રંજ રાખ્યા વગર તમારું યોગદાન ચાલુ રાખો.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૯, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર


I have a proof of "Shreemad Bhagawat Puran, Vasudev Mahatmyam & Padm Puran's shloks fortelling of Lord Shree Swaminarayan. But dont know how to cite.I dont know how to cite a book or (any specific shlok from that book). If you can cite behalf of me, please tell me I can provide you. બીજી વાત એ કે તમે લખ્યું છે "સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા શ્રીમદ્ ભાગવત, વાસુદેવ માહત્મ્યમ, પદ્મપુરાણની ભવિષ્યવાનણીઓ જાણનારા તેમને અનાદિ વિષ્ણુ (અવતારી) માને છે', જે તદ્દન ખોટું છે. એ તમે કેવી રીતે કહી શકો ? શું તમે ભાગવત પુરાણ, વાસુદેવ માહત્મ્યમ, પદ્મપુરાણનો અભ્યાસ કર્યો છે? જો ના? તો તમારે સંદર્ભ માગવાની જરુર હતી. બિજુ એ કે મારી પાસે ભાગવત આદિ ઉપર કહેલા ગ્રંથોની પી.ડી.એફ. નથી. અને હું નવો છું તો મને માર્ગદર્શન આપો કે તે પુરાવા હું કેમ અપલોડ કરું?

તે વિકિ લેખ હું અંગ્રેજીમાં એડિટ નથી કરી શકતો. અને એમાં આલોચના ના ટેબમાં લખેલું છે દયાનંદ જી એ આલોચના કરી, પણ તેમણે તો કૃષ્ણને પણ વ્યભિચરી આદિ અપશબ્દો કહ્યા છે(તેનો પુરાવો ખુદ તેમના વિકિ પેજના સંદર્ભોમાં છે) તો તેમની આલોચના કેવી રીતે માન્ય ગણી શકાય? એટલે કે જેણે કોઈ અવતાર માન્ય નથી ગણ્યા તેમની આલોચના રજૂ કરવી અસંગત ગણાય ને? બીજુ અંગ્રેજી પેજ માં લખ્યુ છે કે મહાત્મા ગાંધી એ આલોચના કરી જેનો પુરાવો નથી આપેલો તો એ પ્રદાન કરવા વિનંતીVivekchotaliya (ચર્ચા) ૧૨:૩૧, ૬ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

વિવેકભાઈ, આપણે અહિં અંગત ભાવનાઓથી નહિ પણ તટસ્થ વિચારોથી વિચારીએ તો તમે જે પ્રશ્ન પૂછો છો તેને કોઈ સ્થાન નથી. હા, તમે કહો છો તે વાત હું સ્વીકારૂં છું કે શ્રીમદ્ ભાગવતમ્, પદ્મપુરાણ, વગેરે શાસ્ત્રોમાં કોઈક શ્લોકો એવા હશે જેનો અર્થ એવો કરી શકાય કે તે સ્વામિનારાયણ અવતાર વિષે અંગુલિનિર્દેશ કરતા હોય. પરંતુ મોટાભાગનો હિંદુ/સનાતન સમાજ વિષ્ણુના જે ૧૦ કે ૨૪ અવતારો ગણે/ગણાવે છે તેમાં સ્વામિનારાયણ ભગવાનનો સમાવેશ થતો નથી, જો કે એ બધા જ લોકો શ્રીમદ્ ભાગવતમ્, પદ્મપુરાણ, હરિવંશ, વગેરેમાં વિશ્વાસ ધરાવે છે અને તે શાસ્ત્રોને જાણે પણ છે. અને માટે મેં એમ કહ્યું કે આપણે આ લેખમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ તથા શ્રીમદ્ ભાગવત, વાસુદેવ માહત્મ્યમ, પદ્મપુરાણની ભવિષ્યવાનણીઓ જાણનારા તેમને અનાદિ વિષ્ણુ (અવતારી) માને છે એવું ન લખી શકીએ. હા, જો અહિં તથ્યને સાબિત કરી શકે તેવો કોઈ પણ સંદર્ભ તમારી પાસે હોય તો મને જણાવશો, હું અવશ્ય તે લેખમાં ઉમેરીશ અને બનશે તો ભવિષ્યમાં તમે કેવી રીતે સંદર્ભ ઉમેરી શકો તે પણ હું તમને શીખવાડી શકીશ.
અંગ્રેજી લેખમાં જો કોઈ તથ્યથી વેગળી વાત લખેલી હોય તો તમે ત્યાં તેના ચર્ચાનાં પાને તે વિષે જણાવી શકો છો. પરંતુ એક વાતનું ધ્યાન રાખશો કે દયાનંદ સરસ્વતિએ કૃષ્ણને વ્યભિચારી કહ્યા છે માટે તેમણે સ્વામિનારાયણ ભગવાનની કરેલી આલોચનાનો ઉલ્લેખ લેખમાં ન કરી શકાય તે દલિલ ત્યાં માન્ય નહિ ગણાય. હા, તમે ગાંધીજીએ કરેલી આલોચના વિષેનો જે મુદ્દો છેડ્યો છે, તે વ્યાજબી છે. તમે અંગ્રેજી વિકિપીડિયાના આ લેખના ચર્ચાનાં પાને એનો સંદર્ભ માંગી શકો છો, અને ન મળે તો તે વાક્ય લેખમાંથી દૂર કરવાની માંગણી પણ કરી શકો છો. ખૂબી જ એ છે કે અહિં જે તે દાવાઓ તેને લગતા માન્ય સંદર્ભની સાથે કરવામાં આવે છે. ફરી એક વખત આપનું ધ્યાન દોરું કે આ એવું માધ્યમ છે જ્યાં આપણે નિષ્પક્ષ દૃષ્ટિકોણથી લખાણ લખીએ છીએ. કોઈ એક ધર્મ, સંપ્રદાય, જાતિ, કે સમુદાયના પક્ષમાં કે વિરોધમાં જ બધું લખાણ લખાયેલું હોય તો તે નિષ્પક્ષ ન ગણી શકાય.
હું અહિં, અન્ય બે મિત્રો ઉપરાંતનો, પ્રબંધક છું અને મને આનંદ એ વાતનો છે કે આપ નિખાલસ પણે ચર્ચા કરવા તૈયાર છો. ચર્ચા કરવાથી બધી જ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકાય છે. આપને પણ વિનંતી કે આ લેખમાં તમે કરેલા સુધારાઓ અંગે ગમે તે નિર્ણય લેવાય, તમે વિકિપીડિયામાં તમારું યોગદાન આપવાનું ચાલુ રાખશો, અમારી પાસે તમારા જેવા યોગદાનકર્તાઓ બહુ નથી.--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૫, ૭ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર


ધન્યવાદ ધવલભાઇ. ગુજરાતી વિકિ લેખના છેલ્લાં ફકરાની દરેક લીટી પર મારે પ્રશ્ન છે. પણ શરુઆત એક પછી એક મુદ્દાની કરીએ. હું નીચેના લગતા મુદ્દા પર ધ્યાન દોરવા માંગુ છું. ૧)દયાનંદ સરસ્વતીએ પ્રશ્ન ઉઠાવ્યો ના ઉઠાવ્યો તેની સાથે મારે પ્રશ્ન નથી. લેખ માં એમ છે જે "સંપ્રદાય સ્થાપનાના થોડા દશકો બાદ મહર્ષિ દયાનંદે શ્રી સ્વામીનારાયણને ભગવાન તરીકે સ્વીકારવામાં પ્રશ્ન ઉઠાવ્યો હતો" અહિ આ વાક્ય ઊપરથી બે વ્સ્તુ નીક્ળે કે ૧) પ્રસિધ્ધ વિદ્વાને પ્રશ્ન ઉઠાવ્યો (સામાજિક પ્રશ્ન) ૨) ભગવાનને લગતો પ્રશ્ન ઉઠાવ્યો (ધાર્મિક પ્રશ્ન).આ ઉપરાંત "તેમના મત પ્રમાણે આ સંપ્રદાય વેદોના મતથી ભિન્ન છે અને મુક્તિદાયક નથી" એ તો પુરો ધાર્મિક+શાષ્ત્રાર્થ નો મુદ્દો છે. તો પછી તે કેમ લખી શકો?

અને જો લખવા માંગતા હો તો તો પછી નિષ્પક્ષતાના ધોરણ પ્રમાણે ત્મારે કોઈ પ્રસિધ્ધ વિદ્વાનની સ્વામિનારાયણ સંપ્રદાય વિશેની સારી કહેલી બાબતો પણ ઉમેરવી પડે. એવા વિદ્વનોની યાદિ તો મારી પાસે ઘણી લાંબી છે જેમ કે -

અ) કવિ દલપતરામ - સ્વામિનારાયણ સંપ્રદાય નાં ચુસ્ત આસ્રિત હતા અને તેમણે તો અમારા આચાર્ય Shri Vihaarilalji Maharaj (3rd Acharya on Vadtal Gadi), સાથે મળીને Shree Harileelamrut Sagar નામનો ગ્રંથ રચેલો. (વધારે વિગત માટે : તેમ્નુ વિકિ પેજ કે ગુગલ -Dalpatram and Swaminarayan અથવા આ અમદાવાદ ગાદી ની site ની આ કડી વાંચો. http://www.swaminarayan.info/LordSwaminarayan/intro.asp બ) સરદાર વલ્લભભાઈ પટેલ સ્વામિનારાયણ સંપ્રદાય નાં અનુયાયી હતા.

વિદ્વાન+સ્વામિનારાયણ અનુયાયી ના તમે નિવેદનો ઉમેરો તો તે નિષ્પ્ક્ષ કહેવાય ને? માત્ર દયાનંદ સરસ્વતીની આલોચના મૂકવાનો જે કોઈ અર્થ તમે કરતા હો એમા મને તો એકપક્ષતા જણાય છે.

સારાંશ : મે જેમ પહેલા પણ કહ્યુ તેમ આ મુદ્દો જ લેખ સાથે સુસંગત નથી.તો કાઢી નાખો.કેમ કે ધાર્મિક લેખની તમે જ ના પાડી છે અને જો રાખવા માંગતા હો તો

૧) જો દયાનંદજીનો મુદ્દો ધાર્મિક આલોચના છે તો : તમારે બિજા ઘણા બધા ધાર્મિક આચાર્યો, સ્ંતો ,પ્રસિદ્ધ વિદ્વાનોના સરાહનીય લેખો , ત્યારની ગાયકવાડ સરકારે કરવેલો "સ્વામિનારાયણ સંપ્રદાય વેદ સહમત છે કે નહિ તે શાષ્ત્રાર્થ અને તેમા મુક્તાનંદ સ્વામી દ્વારા વિજ્ય" વગેરે ઘણા મુદ્દા ઉમેરવા પડશે જેના પુરાવા હું તમને પૂરા પાડીશ.
૨) જો દયાનંદજીનો મુદ્દો સામજિક આલોચના નો છે : તો તમારે કવિ દલપતરામ, સરદાર પટેલ આદિના પણ  સરાહનીય લેખો ઉમેરવા પડશે જેના પુરાવા હું તમને પૂરા પાડીશ.

(બાકીના મુદ્દાની ચર્ચા આ મુદ્દા ના નિરાકરણ પછી) આભાર Vivekchotaliya (ચર્ચા) ૧૦:૨૧, ૮ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર


૨) બિજો મુદ્દો સ્વામિનારાયણ ભગવાનની ભવિષ્યવાણી નો તો મિત્ર હું તમને ઘણા પુરાવા આપી શકુ છુ. શરુઆત આપણે પહેલા પુરાવા થી કરીએ. વાસુદેવ માહત્મ્યમ (વ્યાસજીએ રચેલા ૧૭ પુરાણોમાંથી એક સ્કંદપુરાણ તેના વિષ્ણુખંડમાં આવેલી સ્કંદ (કાર્તિક સ્વામી -શંકર ભગવાનના દિકરા)અને સાવર્ણીમુનિ સાથેની ચર્ચા)નાં અધ્યાય ૧૮ નાં શ્લોક ૪૨,૪૩,૪૪ માં આપેલી છે. -તે અંગ્રેજી અને સંસ્કૃતની પી.ડી.એફ. ની કડી અહી જોડુ છુ. ૧) અમદાવાદ દેશની નરનારાયણ ગાદી ની ઓફિસીયલ વેબસાઈટની "સ્કેન કરેલી વાસુદેવ માહત્મ્યમ્" ની કડી : http://www.issousa.org/Content/scriptures/01%20Original/vasudev%20mahatmya.pdf ૨) સંસ્કૃત+અંગ્રેજી પી.ડી.એફ.ની કડી : http://www.issousa.org/Content/scriptures/05%20English/vasudev%20mahatmya%20english.pdf

તે શ્લોક હું અહી લેખમાં જોડવા માગુ છુ તે આ પ્રમાણે છે : मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये | प्रवर्तयिष्यन्त्यसुरास्ते त्वधर्म यदा क्षितौ ||४२||

धर्मदेवात्तदा मूर्तौ नरनारायणात्मना | प्रवृतेડपि कलौ ब्रह्मन् | भूत्वाहं सामगो द्विजः ||४३||

मुनिशापान्नृतां प्राप्तं सर्षि जनकमात्मनः | ततोડविता गुरुभ्योડहं सद्धर्मं स्थापयान्नज ||४४|| વાસુ.મા. અ-૧૮ શ્લોક ૪૨,૪૩,૪૪

કૃપા કરી તમે ઊપરની બન્ને પી.ડી.એફ.મા તે તમારી જાતે સર્ચ કરી સંતોષ પામો અને પછી ગુજરાતી/અંગ્રેજી લેખમા ઉમેરો . મે ઉપર જોડેલી કડીઓની PDF મા તમને સરળતાથી મળી જશે, અને original scanned copy મા તમને શોધવામા તકલીફ ના પડે તે માટે પાના નં: 66 પર સીધા જઈ તે શ્લોક જોઈ શકો છો.અંગ્રેજી પી.ડી.એફ.મા પાના નં : ૯૭

જો તમને આ શ્લોક વિશે નીચે લગતી આશંકાઓ થાય, ૧) વાસુદેવ માહત્મ્યમ્ ગ્રંથ ની સત્યાર્થતા :નિરાકરણ : વ્યાસજી ના ૧૭ પુરાણોનુ લિસ્ટ ચેક કરો, આપને તેમા "સ્કંદપુરાણ"જોવા મળશે તેમા "વિષ્ણુખંડ" અંતર્ગત જોવા મળશે. ૨) વાસુદેવ માહત્મ્યમ્ ગ્રંથ ની સ્વામિનારાયણ ગાદિ સ્થાન તથા અન્ય સ્થાનો તરફથી બહાર પાડેલી આવૃતીની સત્યાર્થતા : નિરાકરણ - આપ અન્ય પ્રકશનો દ્વારા બહાર પાડવામાં આવેલી સાથે સરખામણી કરી શકો છો. અથવા તેમા ઉપરનાં શ્લોક ચેક કરી શકો છો. ૩) સંસ્કૃત શ્લોકના ગુજરતી ભાષાંતરની સત્યાર્થતા : નિરાકરણ -આપ કોઈ પણ સંસ્કૃત ના વિદ્વાન પાસે આ શ્લોકોનુ ભાષાંતર કરાવિ શકો છો.

- ઉપરાંત તમારી કોઇ પણ આશંકા હોય તો , હુ તમને "કુંડળ સ્વામિનારાયણ સંશોધન ટીમ" તથા વડતાલ/ગાંધિનગરની ટીમ સાથે હું વાત કરી તમને ઉતર/પુરાવા આપવા પ્રયત્ન કરીશ.

-બાકિના પુરાવા હુ આગળની ચર્ચામા આપીશ.

સંપ્રદાય ની વિગતો વ્યક્તિ પેજ માં ન ઉમેરો

ફેરફાર કરો

સંપ્રદાયના શાસ્ત્રો વગેરે મુદ્દાઓ સ્વામિનારાયણ સંપ્રદાયના પેજ માં હોવા જોઈએ એને બદલે સ્વામિનારાયણ ના પેજ માં આ મુદ્દાઓ કેમ છે તે કોઈ જણાવશે ? આ સિવાય સંપ્રદાય નું તત્વ જ્ઞાન જેવા મુદ્દાઓને સ્વામિનારાયણ સંપ્રદાયના પેજ માં નાખવાને બદલે તમે સ્વામિનારાયણ ના પેજ માં કેમ રાખ્યા છે ?2401:4900:78E8:2977:9CF7:B810:19F4:904A ૨૨:૪૨, ૨૩ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

ઉપરોક્ત વિગતો દૂર કરેલ છે. -- કાર્તિક ચર્ચા ૨૨:૫૪, ૨૩ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

બિન જરૂરી editing રોકવા પેજ માટે પ્રોટેક્ટશન જરૂરી

ફેરફાર કરો

મારા મુજબ આ પેજમાં હવે સુધારાઓ કરવાની કોઈ જરૂર નથી. દેહત્યાગની વિગતો પણ કાલે મે જોડી દીધી હતી, સ્વામિનારાયણના જીવન ના ઐતિહાસિક ક્રમ મુજબ વિભાગો પણ તૈયાર થઈ ચૂક્યા છે, માટે હવે બિનજરૂરી editing ને રોકવા માટે આ પેજ પર protection લગાવી દેવું જોઈએ, એવું મારું સુચન છે. 2401:4900:78E8:28A1:83E3:AB6F:4FC4:A634 ૧૪:૫૪, ૨૬ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

  વિરુદ્ધ - વિકિપીડિયાના લેખો હંમેશ માટે ફેરફારો માટે ખૂલ્લા હોય - સિવાય કે કોઇ પાનાં પર વધુ પડતી ભાંગફોડિયા પ્રવૃત્તિ થતી હોય. -- કાર્તિક ચર્ચા ૧૮:૦૮, ૨૬ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
અને હા, આ ચર્ચા દૂર કરવી જરુરી નથી! -- કાર્તિક ચર્ચા ૧૮:૪૬, ૨૬ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર
  વિરુદ્ધ - લેખને સુરક્ષિત ત્યારે જ કરવામાં આવે છે જ્યારે તેમાં વારંવાર ભાંગફોડ થતી હોય. આ લેખ સાથે એમ થતું નથી માટે એને સુરક્ષિત કરવું યોગ્ય નથી. ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૦, ૨૭ જૂન ૨૦૨૩ (IST)ઉત્તર

સંપ્રદાયની માન્યતા સાબિત કરવા માટેના પ્રયાસો અહિં ન કરવા

ફેરફાર કરો

વારંવાર આ લેખ અને સંપ્રદાયને લગતા અન્ય લેખોમાંથી અમુક પુરાણોમાં ભગવાનનો ઉલ્લેખ થયો છે એ બાબતનો ઉલ્લેખ દૂર કરવા છતાં પ્રયાસો થતા રહે છે કે એ વાત યેનકેન રીતે સાબીત કરવી. આજે મેં ફરી એક વખત અહીં ઉમેરેલી માહિતી દૂર કરી છે કેમકે તેમાં સ્વામીનારાયણ નામે અવતાર થશે એવી કોઈ વિગતો મળતી નથી. નરનારાયણ અને સ્વામી નામ સંદિગ્ધ છે. નરનારાયણ એ નામનો વિષ્ણુનો પણ એક અવતાર થઈ ગયો છે જે બસ્સો વર્ષ પહેલાં નહીં, એટલે નરનારાયણ અવતારને સ્વામીનારાયણ અવતાર ગણાવવો યોગ્ય નથી. વળી સ્વામી નામ તો લગભગ બધા જ સંપ્રદાયોના સંન્યાસીઓને મળતું હોય છે, એટલે એ ઉલ્લેખ પણ કશું સાબિત કરતો નથી.

આ જ્ઞાનકોશ છે, કોઈ સંપ્રદાયનું મુખપત્ર કે પ્રચારસાહિત્ય નથી, માટે અહિંથી એ પ્રકારની વિગતો દૂર રાખવા વિનંતી છે. ધવલચર્ચા/યોગદાન ૨૧:૧૩, ૨૨ જુલાઇ ૨૦૨૩ (IST)ઉત્તર

અમુક વિગતો અંગે

ફેરફાર કરો

તાજેતરમાં જે સભ્ય એ પેજમાં જે ગઢડા મંદિરની વગેરે જે નવી વિગતો ઉમેરી છે, તે ક્રમિક લખાણના પરીપેક્ષ માં યોગ્ય નથી લાગી રહી . જેમકે સ્વામિનારાયણ ના બધા મંદિરો નું વૃતાંત બાદ ગઢડા મંદિર ની વિગતો કોઈ સભ્ય એ ત્યાં ઉમેરી છે. જે તેના યોગ્ય સ્થાન પર લાગતી નથી. તો એ વિગતો દૂર કરવા વિનંતી છે.

અને એ સભ્ય એ પાછલ થી સ્વામી ના મૃત્યું ની વિગતો ઉમેરી છે. અને એમાં દેહાંત કે મૃત્યું જેવા શબ્દો ને જગ્યાએ તેમણે સ્વર્ગવાસ જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જે યોગ્ય નથી લાગતું.

ઉપર થી યોગી રૂપે યાત્રા ના વિભાગમાં કોઈકે માણકી ઘોડી વગેરે નો પ્રસંગ ( જે સંપ્રદાય ના નેતા બન્યા બાદનો પ્રસંગ છે)ઉમેર્યો છે. જે કોઈ કામનું નથી. અને વિષય વસ્તુને યોગ્ય પણ નથી.

આથી એ વિગતો ને દૂર કરી લખાણને મારા ફેરફારો સુધી પાછા લાવવા અથવા તો તેમાં યોગ્ય સુધારા કરવા વિનંતી. આભાર... ~ ભાવિક 2401:4900:3619:DE7:BE42:A271:7117:9AD8 ૧૮:૩૧, ૧ સપ્ટેમ્બર ૨૦૨૩ (IST)ઉત્તર

આ પેજ માં Swaminarayan નો કોઈ ફોટો ન હોવાથી ફોટો ઉમેરવા વિનંતી છે

ફેરફાર કરો

આ પેજ માં Swaminarayan નો કોઈ ફોટો ન હોવાથી ફોટો ઉમેરવા વિનંતી છે. 2401:4900:1F88:28FC:D690:14AB:6EAA:16AA ૧૭:૩૭, ૨૩ જાન્યુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર

શક્ય નથી. ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૧, ૨૪ જાન્યુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર
કેમ ? 2401:4900:54C3:7B15:2BF9:A47C:C058:8141 ૧૧:૫૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ (IST)ઉત્તર

આ પેજને સુરક્ષાથી મુક્ત કરવામાં આવે

ફેરફાર કરો

આ પેજને છેલ્લા કેટલાય સમયથી કોઈ ખાસ કારણો વગર સુધારાઓથી સુરક્ષિત કરવામાં આવ્યો છે. જેના કારણે આ પેજ માં કોઈ સુધારા થઈ શકતા નથી (જેમ કે સ્વામિનારાયણ નો ફોટો ઉમેરવો ).

માટે હું એવો પ્રસ્તાવ મૂકુ છું કે કાં તો કોઈ આ પેજને સુરક્ષા મુક્ત કરો જેથી હું સ્વામી. નો ફોટો ઉમેરી શકું કે પછી બીજા કોઈ આ પેજમાં સ્વામિ. નો ફોટો ઉમેરો, જેથી આ પેજ વાચકને વધુ મદદરૂપ થાય.

આશા છે કે આ અંગે કોઈ નિર્ણય લેશે...

2401:4900:5638:381E:5DE6:982C:DF08:936D ૧૮:૧૨, ૪ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર

ફોટો કોમન્સમાં ઉમેરવો અને અહીં તેની કડી મૂકવી જેથી પ્રબંધકો તે ઉમેરી દેશે -- કાર્તિક ચર્ચા ૧૮:૨૦, ૪ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર
એક ફોટો કોમન્સ માં પહેલેથી ઉપલબ્ધ છે, તેની 🔗 નીચે આપી છે.
https://upload.wikimedia.org/wikipedia/commons/4/4c/Swaminarayan%2C_founder_of_the_Swaminarayan_Sampradaya.png
પ્રબંધકો ને વિનંતી કે આ કડીની મદદથી ફોટો આ પેજમાં ઉમેરવો, જેથી પેજ વધુ યોગ્ય અને ઉપયોગી બને...
આભાર, 2401:4900:5638:3E97:7DC4:91C9:B8F2:4447 ૨૨:૧૫, ૫ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર
  કામ થઈ ગયું ધવલચર્ચા/યોગદાન ૧૭:૦૬, ૬ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર
ખૂબ ખૂબ આભાર, ધવલ ભાઈ 🙏👍 2401:4900:16A0:E623:C22D:56B2:4B73:20EE ૧૦:૫૦, ૭ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર
Return to "સ્વામિનારાયણ" page.