ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર

ચિત્રવિચિત્ર મહાદેવ મંદિર ભારત દેશની પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવતા સાબરકાંઠા જિલ્લામાં આવેલા પોશિના તાલુકાના ગુણભાંખરી ગામમાં આવેલું મહાભારતના કાળનું મંદિર છે.

આ મંદિર ખાતે હોળીના તહેવાર પછીના ૧૪મા દિવસે મેળો યોજવામાં આવે છે. આ મંદિર સાબરમતી, આકુળ નદી અને વ્યાકુળ નદી એમ ત્રણ નદીઓના સંગમસ્થાન પર આવેલું છે. ગુજરાત તેમ જ રાજસ્થાન રાજ્યોમાં આવેલી અરવલ્લી ગિરિમાળાઓના ખોળામાં આવેલા આ વિસ્તારમાં આદિકાળથી આદિવાસીઓ વસવાટ કરે છે. કુદરતના સાનિધ્યમાં તેમ જ ગાઢ જંગલોમાં વસતી આદિવાસી પ્રજાના તહેવારો, ઉત્સવો, રીતરિવાજો, પરંપરાઓ તેમ જ પોશાકો એમના મિજાજની જેમ આગવા હોય છે, જે અહીંના ચિત્રવિચિત્રના મેળામાં માણવા મળે છે.

આ સ્થળ વિશે દંત કથા એવી છે કે આશરે છ હજાર વર્ષ પૂર્વે હસ્તિનાપુર ખાતે શંતનુ નામે રાજા શાસન કરતો હતો. એને મત્સ્યગંધા અને ગંગા એમ બે રાણીઓ હતી. રાણી ગંગાનો પુત્ર ગાંગેય અને મત્સયગંધાના બે પુત્રો ચિત્રવીર અને વિચીત્રવીર હતા. શંતનુ રાજાનું અવસાન થયા બાદ ચિત્રવીર અને વિચીત્રવીર તેની માતાની સેવા કરતા ન હતા. પરતું ગાંગેય હંમેશા તેની ઓરમાન માતાની ભકિતપુર્વક સેવા કરતા હતા. ચિત્રવીર અને વિચીત્રવીરને ગાંગેય માટે માતાની સેવા પ્રત્યે ખોટી શંકા જાગી. આ શંકાના પ્રયાશ્રિત રૂપે ચિત્રવીર અને વિચીત્રવીરે આ સ્થળે અગ્નિસ્નાન કરી દેહનું દહન કરી દોષ નિવારણ કયું હતું.[]

સંદર્ભો

ફેરફાર કરો
  1. "દંતકથા:ચિત્રવિચિત્ર". મૂળ માંથી 2021-06-25 પર સંગ્રહિત. મેળવેલ 2021-06-25.