છે તો છે
છે તો છે એ ભાવેશ ભટ્ટ દ્વારા લિખિત એક ગઝલસંગ્રહ છે. મે ૨૦૦૮માં પ્રકાશિત આ સંગ્રહને ૨૦૧૪નો શયદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભીતરનો શંખનાદ (૨૦૧૪) એ ભટ્ટનો અન્ય ગઝલસંગ્રહ છે.[૧]
લેખક | ભાવેશ ભટ્ટ |
---|---|
પૃષ્ઠ કલાકાર | કિરણ ઠાકર |
દેશ | ભારત |
ભાષા | ગુજરાતી |
પ્રકાશન તારીખ | મે ૨૦૦૮ |
પાનાં | ૬૮ |
પુરસ્કારો |
|
OCLC | 862629692 |
કથાવસ્તુ
ફેરફાર કરોપુસ્તકમાં કુલ ચાળીસ ગઝલોનો સમાવેશ થયો છે.[૨] પુસ્તકની પ્રસ્તાવના ઈન્દુ પુવાર અને ચીનુ મોદીએ લખી છે.
આવકાર
ફેરફાર કરોભાવેશ ભટ્ટને તેમના ગઝલસંગ્રહ છે તો છે તથા ભીતરનો શંખનાદ માટે ૨૦૧૪નો શયદા એવોર્ડ અને રવજી પટેલ એવોર્ડ મળ્યો હતો. આ સંગ્રહની ગઝલો મુખ્યત્વે પ્રેમ, સામાજિક વિરોધાભાસ, સમકાલીન જીવન અને ઈશ્વર જેવા વિષયોની આસપાસ ફરે છે.[૩] સાતમા પાના પર છપાયેલી શીર્ષક ગઝલ, "છિદ્રવાળું વહાણ છે તો છે", અને પ્રથમ ગઝલ, "ચિંતા કરવાની મેં છોડી" મુશાયરાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.[૨]